________________
SHARSHA સત્સંગ-સંજીવની SR SVS
ખંભાત
પોષ સુદ ૨, ભોમ, ૧૯૫૩ સહજાત્મસ્વરૂપને સમયે સમયે નમો નમ:
પરમકૃપાળુ દીન દયાળુ પરમહેતુ ભૂલ્યાને માર્ગ બતાવનાર, ભવસમુદ્રથી તારનાર, ચંદ્રની પેરે બોધથી શીતળતા કરનાર, સૂર્યની પેરે અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનાર, વીતરાગ, કર્મરૂપ વૈરીને જીત્યા છે, એવા અર્હત્ દેવ, પારસમણી સમાન છો, કલ્પવૃક્ષ સમાન છો, રત્ન ચિંતામણી સમાન છો. સફરી જહાજ સમાન છો. હે નાથ ! કૃપાળુનાથ અનંતગુણે કરી સહીત છો.
અલ્પજ્ઞ દીન બાળક હું પામર જીવ અનંત દોષનો ભરેલો કીલાના પુનઃ પુનઃ સમયે સમયે નમસ્કાર કરૂં છું, સેવા ઇચ્છું છું, પત્ર એક અંબાલાલભાઇ પ્રત્યેનો મળ્યો છે. અંબાલાલભાઇ રતલામ થઇ લસણ ગામે ગયેલ છે. દિન ૪ થયા ગયેલ છે. તે દિન ૧૨ થવા સંભવ છે એમ કહી ગયા છે. સુખલાલભાઇને ચિત્રપટ મોકલવા આજ્ઞા થવાથી એક બે દિવસમાં ટપાલ મારફતે મોકલીશું. સુખલાલભાઈનો પત્ર ૧ આજરોજ ચિત્રપટ મંગાવવા વિષેની મતલબનો મળ્યો છે. પવિત્ર ભાઇ અંબાલાલભાઇ આવ્યા પછી બધા પત્રો આપીશ. હાલ પત્રો ઉતારવાનું બંધ છે. | હે નાથ, આ પામર સ્વછંદીને, પ્રમાદી થઇ જવાથી સાવ ઉપયોગનો ભૂલાવો થઇ ગયો છે. મનની ઉપાધિ હે નાથ, બહુ જ થઇ ગઇ છે. કોઇ ઉપાયે મારું મન હાલ સ્થિરતા પામતું નથી. તે મારો જ દોષ છે. અનંત અનુકંપા કરી મેઘધારારૂપી બોધ દઇ શાંત કરવા બોધ ઘણોજ દીધો હતો, પણ આ પામર જીવે સંગ્રહ કર્યો નહીં. આત્મામાં અવધાર્યો નહીં, અને અંતરમાં પરિણમ્યો નહીં. તેથી સાવ બહિંમુખ દષ્ટિ થઇ ગઇ છે. હે પ્રભુ, હે સદ્ગુરુદેવ, તમારા ચરણમાં, સેવામાં રહે, તોજ સુધરે, આ ઉપાધિમાં તો આ પામર માર્યો જાય.
ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, આ ઉપાધિ અગ્નિમાં હે નાથ, શાંત છો. આપ શાંતિને પામી બીજાને શાંત કરો છો. ધન્ય છે, ધન્ય છે. સમયે સમયે ત્રણે કાળને વિષે નમસ્કાર કરી, સેવા ભક્તિ માગું છું. અલ્પજ્ઞ દાસ ભક્તિની ઇચ્છા રાખે છે, તે પાર પડે. જ્ઞાનીઓની કૃપા કૃપા હજો.
' હાલ સત્સંગમાં બધા ભાઇઓ અહીં આવે છે. પાટીદાર ભાઇઓ તથા બીજા સત્સંગીભાઇઓ આવે છે. મણિરત્નમાળા, યોગવાસિષ્ઠ વાંચવામાં આવે છે. વખતે બીજે પ્રસંગે બીજું વાંચવામાં આવે છે. હે નાથ, હું બહુ સ્વછંદી થઇ ગયો છું. મનમાં વિચારું છું પણ બહિંમુખતાને લીધે એમ થાય છે. વિચારું છું ને પાછું કેટલેક વખતે એમ થઇ જવાય છે. મનમાં કંઇક ખેદ થાય છે. પાછો અનાદિના ઢાળમાં તણાઇ જાઉં છું. હે નાથ, કોઇ પ્રકારે દીન ભક્તિમાં જોડાય એ ઇચ્છા પાર પડે. એ આશા-કલ્પના કરું . આ દુષ્ટ કીલાએ પિતાજીના આગળ ગાંડુઘેલું લખાણ કર્યું છે. તે નાથ, સમયે સમયે જાણી રહ્યા છો. હે સાક્ષાત્ પ્રગટ સૂર્ય ઉદય થયા છો તો આ બાળનો અંધકાર નાશ થશે. ચરણમાં પડાય એ ઇચ્છા મારી પાર પડે તો કલ્યાણ થશે. પૂ. શ્રી ખીમજીભાઈ દેવચંદનો પત્ર
પત્ર-૬૬ પરમ પૂજ્ય, શિરછત્ર, પરમ ઉપકારી, પરમાનંદી, અખંડ ત્રિયોગે ધ્યાન ધરવા યોગ્ય, ઉત્કૃષ્ટ હિતના
૭પ