SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ જ આ સત્સંગ-સંજીવની લેવાય અને તેથી ધર્મ તેમજ હિત બધુય છે. પવિત્ર આત્મા તમારું હિત થાય તેમ કરશે. દઢતા રાખજો. હું હે ભાઈ ! મારી ઉપર જે પ્રેમ છે, તે તમો મેળવી શકશો તેમ અરજ કરી નક્કી કરીશ. હે પવિત્ર આત્મા ! શાંતિઃ શાંતિઃ સબુરી સબુરી સબુરી રાખો. લી, જ. પત્ર-૩૦ આ અન્ય માનેલી અનંત વિહારરૂપ પરપરિણતી તે તેઓની તેઓને સોંપાય તો ઠીક, જેથી કરી અનંત સુખમય ચિરૂપ મહાત્માના દર્શન થાય, વ્યવહારમાં ગમે તેમ ધર્મને માનવો, પણ નિશ્ચયથી વસ્તુધર્મમાં પ્રવેશ કરવો આ એક જ વાત છે. અને મહત્ જ્ઞાનીઓએ પણ તે વાટેથી આત્મહિત કર્યું. વર્તમાનમાં પણ હળુકર્મી તેમજ કરે છે, અનાગત કાળે પણ તેજ વાટેથી તરશે. સુગડાંગજીના બીજા ભૃત સ્કંધમાં એમ સૂચવ્યું છે કે – જ્ઞાનીપુરૂષ- છદ્મસ્થને મૌન રહેવું શ્રેય છે.” તો પછી મતમતાંતરમાં શું દોડવું ? એમાં દોડીશું તો પછી ક્યારે વિસર્જન થયેલાને સ્મૃતિમાં લાવશું ? ક્યારે આપણે આ સંસારની ઉપાધિથી વિરક્ત થઈશું ? અન્ય પ્રસંગ કયારે છોડીશું ? અને સત્ય વસ્તુના ઉપયોગમાં ક્યારે લીન થઈશું ? જે વાટેથી ઋષભદેવ ગયા, જે વાટેથી મહાવીર, મૃગાપુત્ર ઈત્યાદિ ગયા તે વાટ ક્યારે લાધશે ? અને આ અલ્પજ્ઞ સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન સમ્યગુ ચારિત્રના સ્વરૂપમાં ક્યારે રમશે ? બંધાયેલાને ક્યારે છોડશે ? તે દિવસ અતિ ઉત્તમ મનાશે. બાકી તો ધૂળ ઉપર લીંપણ જેવો આ પરવસ્તુનો આનંદ છે. - હે ભગવંત ! હું મહાવિષયી, રાગ દ્વેષાદિકે યુક્ત પરપરિણતીનો રાગી, બંધાયેલાને વધારે બાંધનાર, તેને ફસાવનાર, કૃત્રિમ વસ્તુનો સેવનાર, મોહાંધ, અનાદિથી વિસર્જન થયેલા આત્માને ત્વરાથી બોધ આપો એ આપનો મહત્ ઉપકાર છે. એ ઉપકાર વાળવા હું અલ્પજ્ઞ સમર્થ નથી, લી. જૂ. પત્ર-૩૧ કાળના મસ્તક પર પગ મેલી, અખંડ એક રસ આત્મધ્યાનમાં લીન થનાર મહાત્માઓના તારૂપી તેજના સાગર આગળ આ લોક નહીં જેવો થઈ ગયો છે. તે મહાત્માઓને વારંવાર નમસ્કાર હો! - પ્રિયભાઈ, કુશળતાનું કાર્ડ પહોંચ્યું છે, છગનલાલ અમદાવાદ ગયા, શારીરિક સ્થિતિ સુધરતી આવે છે. લીંબડીવાળા તરફથી નીકળતું જૈનમાસિક શું વિષયની ગોઠવણથી પૂરતું છે ? તત્ત્વાર્થનો સમાવેશ કેવા પ્રકારનો છે ? ગ્રાહકની મનોવૃત્તિ કેવા પ્રકારે તે પ્રેરે છે ? ઈત્યાદિ અનુકૂળ પ્રસંગે લખશો. ધારેલી મુરાદ પાર પડવાનો પ્રસંગ નજદીક આવે છે. સહર્ષનું કારણ મનાય છે. પ્રિય અને પવિત્ર પ્રેમીની ઝાંખીનો લાભ લેવા આ લખનાર હૃદય આકર્ષાય છે તો પણ ભવિષ્ય બળવત્તર છે. સર્વ સારૂં જ થશે. સ્વાભાવિક આવી જ વર્તણુંક હોવાથી ક્ષમા ઈચ્છું છું કે પત્ર તુરતા તુરત નથી લખી શકતો એમાં કેટલુંક મને વૃત્તિનું નિમિત્ત છે. બાકી કંઈ નથી. વ.નં.૨૧ “કોઈને અંતઃકરણ આપશો નહીં અને આપો તેનાથી ભિન્નતા રાખશો નહીં. ભિન્નતા રાખો તો અંતઃકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે.” - આ પુરૂષનાં દર્શનાતુરના પ્રણામ. શાંતિ રાખો, ફીકર નહીં, સારૂંજ થશે. નિર્મળ પ્રેમના પ્રવાહમાં ઉપાધિરૂપી બેટ પડી જવા ન સંભવે એ સાવચેતી અન્યો અન્યને રાખવાની છે. બાકી કાંઈ નથી. માગશર માસમાં આપ પધાર્યા ત્યારે હું ઘેર નહીં હોઉં. ૨૫૨
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy