SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ RAMES} સત્સંગ-સંજીવની ) શ્રી વવાણિયા તીર્થક્ષેત્રે સંવત ૨૦૧૯ના જેઠ વદ ૭ ને શુક્રવારે પરમકૃપાળુદેવની આરસની કાઉસગ્નમુદ્રાવાળા પ્રતિમાજીનું શ્રી જ્ઞાનમંદિરમાં વિધિપૂર્વક પ્રતિષ્ઠાન કરવા સમયે પૂ. શ્રી અમૃતભાઇએ ભક્તિભાવે શ્રી પરમકૃપાનાથને કરેલી ભાવવાહી પ્રાર્થના TI) શ્રી સત્ હે વિશ્વવ્યાપી, સચ્ચિદાનંદ, તરણતારણ, કરૂણાસાગર, કૃપાળુ ભગવાન ! સર્વત્ર અને સર્વમાં તું છો. સર્વમાં તારો પ્રવેશ છે. તને ક્યાં હું પ્રવેશ કરાવું ? તું અમાપને હું ક્યાં પધરાવું ? પ્રભુ, આ મારી બાળ ચેષ્ટા, હે પ્રભુ ક્ષમા કર, ક્ષમા કર, મને તારામાં પ્રવેશ કરાવ. મને તું તારા સર્વથી જોડી દે. હે દયાળુ ! ક્ષમાના ભંડાર, અર્ણવશા ઉદાર નાથ, મને તારા અંતરમાં સ્થાન આપ. મારા આ અલ્પ ઉપચારને પ્રભુ, સફળ ક૨! માયાથી આવરિત મને માયા રહિત કર. તેને ખસેડવાનું મને બળ આપ. અજ્ઞાન અને મોહના કબાટ મારાં ખુલી જાય, અને મારાં અંતરમાં આપ પધાર્યાનું મને ભાન થાવ. અને પ્રભુ, ત્યાં આપ પરોણા રહેશો? - તુજ વિહોણો હું ક્યાં ક્યાં ભટક્યો, આથડ્યો, રઝળ્યો. પામવા યોગ્ય એક તું તેનું ભાન પ્રભુ, તેં જ કરાવ્યું, અપાર કરૂણા કરી, તો હવે મને પાર ઉતાર. માયાના પ્રલોભનોમાંથી નાથ, મને બચાવ. તારામાં જ મને એક નિષ્ઠિત, અડગ રહેવા અખૂટ ધૈર્ય આપ. મને સત્ત્વશાળી કર. | ‘આખું જગત સાવ સોનાનું થાય તો પણ જેને તૃણવત્ છે” એવી તારી પરમ ઉદાસીનતા-વીતરાગતાનું હે કૃપાળુ, મને સાચું ભાન કરાવ. “રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો”, એવા હે નિરાગી ભગવંત ! તથારૂપ તને ઓળખું, તારાં અદ્ભુત મહાભ્યને સમજું એવી હે નાથ, આ પામ૨ પ૨ કૃપા કર ! મને એક બિંદુને તું અમૃત સાગરમાં ભેળવી દે ! અભેદ કરી દે. આપ મને દોરી રહ્યા છો, મને માર્ગદર્શક થયા છો, એવો અનુભવ પ્રાપ્ત થવા હે કૃપાનાથ ! કૃપા કર. કૃપા કર. આત્માને દેહથી, તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દષ્ટિ મને સાધ્ય થઇ, તે ચૈતન્યાત્મકસ્વભાવ આત્મા નિરંતર વેદક-સ્વભાવવાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા-અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય થઇ જે શુભાશુભ ધારાની પરિણતી વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે, તે ધારા પ્રત્યે મને ઉદાસીનતા આવી, અને દેહાદિથી ભિન્ન, સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચેલસ્વભાવરૂપ પરિણામધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ થઈ, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગે સકલંક પરિણામ દર્શાવે છે. તેથી ઉપરામ થઇ જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર. થવાય, અચળ થવાય તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય આપની વારંવારની પરમોત્કૃષ્ટ જે શિક્ષા તે મને શિરસાવંદ્ય હો ! પળ પળ પ્રભુ તું સાંભરો, વૃત્તિ તારામાં લીન રહો ! એ જ હું પામરની વારંવાર પ્રયાચના છે. પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; પ્રભુ રાજચંદ્ર તુજ સ્વરૂપ દર્શન, એ દેઢતા કરી દે જ. પ્રભુ રાજચંદ્ર તુજ સ્વરૂપ રમણતા, એ દૃઢતા કરી દે જ. પ્રભુ રાજચંદ્ર તુજ ચરણ સમીપતા, એ દૃઢતા કરી દે જ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy