SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની હર્ષોલ્લાસ ઉપજાવે છે. એ મોટો ઉપકાર થયો છે. તેનું કારણ પૂજ્ય શ્રી અંબાલાલભાઇને આભારી છે. તેઓશ્રીએ જે શ્રમ લઇ, આ શ્રી વચનામૃતજીનો અપૂર્વ નિધિ આપ્યો છે, તેના આપણે ઋણી છીએ. તે માટે તે સત્પુરુષના વચનામૃતમાં પુનઃ પુનઃ પ્રશક્ત થઇ આત્મશ્રેય સાધીએ એજ શુભ ભાવના હો! WSS શ્રી પરમકૃપાળુદેવની આજ્ઞા થઇ હતી કે તારે દરેક મુમુક્ષુને થોડા થોડા દિવસને આંતરે પત્રો-પ્રશ્નોત્તર વિગેરે લખવાં. એ રીતે મુમુક્ષુ પ્રત્યે સંભાળ લઇ વાત્સલ્ય, પ્રભાવના, સ્થિરીકરણ આદિ સમ્યક્ દશાના આઠ અંગ જીવનમાં સુજાગ્ય રાખ્યાં હતાં. એમણે મુમુક્ષુઓ પર લખેલ પત્રમાં પરમાર્થ નિષ્ઠા - ઊંડું તત્વચિંતન વૈરાગ્યનો રંગ, લઘુતા – નમ્રતા - સરળતાદિ ગુણો જોવામાં આવે છે. પ્રભુના બોધથી અસ્થિમજ્જા રંગાયેલ દેખાય છે, અને શ્રી પરમકૃપાળુદેવના પરમ તત્વનો તેમના અંતરમાં પ્રકાશ થયેલ છે તેવી સાક્ષી આપે છે. એવા એ ભક્તિમાર્ગના પ્રવાસીને અનન્ય સહાયક ભક્તરત્નનું દર્શન મળવું દુર્લભ, સાથ મળવો ઘણો દુર્લભ, તે પૂર્વના મહપુણ્યે આપણને ખંભાતમાં મળ્યો. શ્રી પરમકૃપાળુદેવ ઉપદિષ્ટ પરમાર્થ માર્ગમાં આપણને સ્થિર કર્યા, એ આદિ અદ્ભુત ગુણોને સંભારી આ અવસરે સ્મરણાંજલિ અર્પીએ છીએ. એમના પ્રેમના આકર્ષણે બંધાયેલા આપણે તેમના પ્રતિ વિનયપૂર્વક ભાવાંજલિ અર્પીએ છીએ. તે ભક્તમૂર્તિ જયવંત હો! - સત્ જિજ્ઞાસુ સાધ્વીશ્રી ભાવપ્રભાશ્રી _* * જેના એક રોમમાં કિંચિત્ પણ અજ્ઞાન, મોહ કે અસમાધિ રહી નથી તે સત્પુરુષનાં વચન અને બોધ માટે કંઈ પણ નહીં કહી શકતાં તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજ્જવળ શુક્લ ધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રંથના પવિત્ર વચનોની મને તમને ત્રિકાળ શ્રદ્ધા રહો ! એ જ પરમાત્માના યોગબળ આગળ પ્રયાચના !'' ૧. પર
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy