SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ SS S સત્સંગ-સંજીવની હSS SYS ( નથી. તેમજ મલિનતા વિગેરે બેહાલતાં ઘણી છે તો પરભુ. જ્યારે આપના દર્શન થતાં અમૃતરૂપી વચન પડશે ત્યારે શાંતિ થાશે. આપના વચનની મને સરધા છે. હવે તો તમે અમારા તન, મન, ધન છો. અમે તો પરભુજી ગણીને માના છે. બીજો હવે અમને કોઇ પાર ઉતારનાર નથી. કૃપાળુ પરભુજી ! જ્યારે સાયલા મુકામે અમે આવેલ ત્યારે અહંપણાને લીધે ભક્તિ ન થઇ. તો અમારી ઘણીજ ભૂલ થઇ. હવે આપના વચનથી ને સત્યતાથી પસ્તાવો થાય છે કે જીવને અહંકારજ રખડાવે છે. દરશન અને ભક્તિ તો જ્યારે માંડી હશે તારે થાસે પણ આપના ગુણ સમે સમે યાદ આવે છે. આપના વચનની ખરેખરી પરતીતિ થઇ છે. તમે અમારા પરભુ તુલ્ય જ્ઞાન તત્ત્વના વેત્તા છો. જેને યથાર્થ મોક્ષમાર્ગ બતાવ્યો, તમારો ઉપકાર ક્યારે વળાશે ? મુરબ્બી શ્રી સૌભાગચંદભાઇ સાક્ષાત્ દેહથી મુક્ત થીઆ, તો અમારા જેવાનો આધાર હતો... મનને દીલગીરી થવાનું કારણ છે જે અમારા જેવાને ઘણોજ તેમનાથી સંતોષકારક સાધન મળતું. તેમનું પંડિત મરણ થયું છે. તે સદ્ગુરૂની આસ્થા છે. કૃપાનાથે અમારી ઉપર અનુકંપા લાવી બોધ આપ્યો, તો તન, મન, ધનથી સમયે સમયે અમારી વંદના સ્વીકારશો. જેથી આ સેવકના સંકલ્પ વિકલ્પ મટે તેમજ ઇન્દ્રિયોની લોલુપતા ઘટે, તેમ કૃપા કરી લખશો. એ દયા સિંધુ ! તરણ તારણ સત્યરૂષ પ્રત્યે જેવો જીવનો પ્રેમ હોવો જોઇએ તેવો તેમજ તેથી ઓછો પણ આ પામર જીવમાં વર્તતો નથી. તો કૃપા કરી અમારી આ અતિ થતી ભૂલોનો નાશ થઇ આપ કૃપાનાથના ચરણકમળમાં અહોનીશ અમારી વૃત્તિ રહ્યા કરે તેમ કૃપા કરી બોધ આપતા રહેશો. લી. તાબેદાર સેવક. વણારસી તલસીના પુનઃ પુનઃ નમસ્કાર આપની પવિત્ર સેવામાં અંગીકાર કરશો. પત્ર-૧OO માંડલા બીજા ભાદરવા સુદ ૪, શુક્ર, ૧૯૫૨, શ્રી રાળજ પરમોપકારી પૂજ્ય શ્રીમદ્ :વિ. વિ. હમણાંનો આપનો કૃપા પત્ર નથી તે લખશો. આજે સાંવત્સરી પર્વ હોવાથી પ્રતિક્રમણ કર્યું છે. પ્રતિક્રમણની સંકલનામાં શ્રી ગુરૂમહારાજની વારંવાર સ્તુતિ, તેમની સુખવૃત્તિ, અપરાધની ક્ષમા તથા ચરમકમળમાં નમ્રતાપૂર્વક વારંવારની વંદના. વંદનાના પ્રસંગમાં વારંવાર આપનું સ્મરણ થયું છે, એવું પત્રમાં લખવું તે મને આત્મશ્લાઘા જેવું લાગે છે. પણ પ્રત્યક્ષ ગુરૂ મહારાજની યથાવિધિએ વંદણા કરવાને ગુરૂશ્રીના અનુગ્રહથી આત્મજ્ઞાન થતાં તેના નિઃસંશય સર્વ કાર્યો સિધ્ધ થાય તેમાં આશ્ચર્ય નથી. તેવા ગુરૂ મહારાજ અને તેવા વિનીત શિષ્યોને ધન્ય છે. આપને શું લખું? તે સમજાતું નથી. પણ માત્ર વારંવાર એટલું તો લખવાનું થાય છે કે રાગ દ્વેષ અને અજ્ઞાનથી વારંવાર હું આપનો અપરાધ કરું છું. અપરાધી છું, દીન છું, અનાથ છું. તેથી કૃપાદૃષ્ટિ રાખશો. અપરાધની ક્ષમા કરશો. એવી ચરણકમળમાં બે હાથ જોડી વંદણાપૂર્વક વિનંતી છે. વ્યવસાય (વેપાર) સંબંધમાં પ્રવૃત્તિ વધારવાનું થાય તે આપને અનુકૂળ ન હોય એ સ્વાભાવિક છે. અને મારે તેમ જ વર્તણુંક રાખવી એમ જાણતા છતાં પણ પ્રતિકૂળ કરતાં અનુકૂળ જેવા વિચારોથી મારી વ્યવસાય આદિમાં પ્રવૃત્તિ થઈ છે. અને એમ કરતાં આપની સંમતિપૂર્વકની પેઠે લખવાથી મેં પૂ. રેવાશંકરભાઇને દુભવ્યા ‘જેવું કર્યું છે તે સંબંધી ક્ષમા યાચી પુનઃ પુનઃ આવા અયોગ્ય આચરણ માટે ક્ષમા માંગુ છું. મને લખતાં લજ્જા KAR) ૧૦૧ G)
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy