SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ @ ERR: સત્સંગ-સંજીવની ( સી ટી ) (9 રહેશે કે જ્યારે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઇ રહેશે. નિરંતર વૃત્તિઓ લખતા રહેશો. જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો.” ... તીર્થંકરદેવે રાગ કરવાની ના કહી છે. અર્થાત્ રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. ત્યારે આ પ્રત્યેનો રાગ તમને બધાને હિતકારક કેમ થશે.?” “....નિરંતર નિર્ભયપણાથી રહિત એવા આ બ્રાંતિરૂપ સંસારમાં વીતરાગત્વ એજ અભ્યાસવા યોગ્ય છે, નિરંતર નિર્ભયપણે વિચરવું એ જ શ્રેયસ્કર છે...જેનું અપાર મહાસ્ય છે, એવી તીર્થંકરદેવની વાણીની ભક્તિ કરો.” - ત્યાર બાદ શ્રી અંબાલાલભાઇએ કૃપાળુદેવને ખંભાત પધારવા વિનંતી કરી. શ્રી પ.ક દેવનો પત્ર આવ્યો કે આસો વદ બારશે, (સં.૧૯૪૬) સાયલાથી ખંભાત આવવાનું બનશે. એટલે પૂ. શ્રી અંબાલાલભાઇ સિગરામ લઇ સામે લેવા ગયા. ફેણાવ થઇને પ.કૃ દેવ ખંભાત પૂ. અંબાલાલભાઇના ઘેર પધાર્યા. સ્ક્રય પ્રેમ-ભક્તિથી ઉલટું. તન-મન-ધનથી પ.કુની ભક્તિ ઉપાસી, જીવન ધન્ય વેદાયું. કૃપાળુદેવની આજ્ઞામાં આત્મા અર્પણ કર્યો. | શ્રી કૃપાળુદેવના સમાગમ પછી તેઓશ્રીએ વ્યવસાય વગેરેનો ઘણો સંક્ષેપ કરી લીધેલ. ફક્ત ૨૪ વર્ષની વયે એમની જમીન-ખેતર વિ. હતું એ એમને એમ ગરીબ ખેડૂતોને આપી દીધેલ હતું. એવી વૈરાગ્યભાવનાથી દ્ભય કપાળુદેવના બોધથી રંગાયું હતું. વળી મતભેદથી દૂર રહી આત્માર્થ કેમ સાધ્ય થાય તેજ તેમનો લક્ષ હતો. | શ્રી કપાળુદેવના સત્સંગ પછી પ્રભુની આજ્ઞાનુસાર (વ. ૧૭૩માં) પૂ. અંબાલાલભાઇને ત્યાં શ્રી છોટાલાલભાઇ, શ્રી ત્રિભોવનભાઇ વિ. સ્વાધ્યાય અર્થે નિત્ય-નિયમીત મળતાં. તેમાં તેઓશ્રી કૃપાળુની બાળચર્યાની – વિદેહી દશાની -અભૂત ચરિત્રની ઉલ્લસિત ભાવે ગુણકથા કરતા અને સર્વને ભક્તિરસથી ભરી દેતા. સપુરુષમાં શ્રધ્ધા ઉત્પન્ન કરાવતા. કૃપાળુદેવ જે બોધ કરે તે તેઓ આઠ દિવસ પછી પણ અક્ષરશઃ લખી શકતા એવી તેમની અદ્ભુત ધારણા શક્તિ હતી. - સં. ૧૯૫૨માં કૃપાળુદેવ કાવિઠા, રાળજ, વડવા, આણંદ વિ. સ્થળોએ પધાર્યા હતા, તે સમયે જે બોધ કરેલો તે ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં ઉપદેશ છાયાના નામથી છપાયો છે, એ શ્રી અંબાલાલભાઇની નોંધને આભારી છે. જ્યારે પ.કૃ.દેવ નિવૃત્તિમાં પધારતા ત્યારે અગાઉથી શ્રી અંબાલાલભાઇને લખી જણાવતા. એટલે તેઓ રહેવાની, જમવા વિ. ની બધી વ્યવસ્થા રાખતા અને જે કોઇ મુમુક્ષુઓ કૃ. દેવના સમાગમાર્થે આવે તેને માટે તન-મન-ધનથી વ્યવસ્થા અને સેવા કરતા. આદરભાવથી સહુને સંતોષ આપતા, એવો વિવેક ને વિનય ગુણ તેમનામાં સ્વાભાવિક હતો. શ્રી સદગુરૂ પ્રત્યેનો સેવા ભાવ અને આજ્ઞાધીન વૃત્તિ તેમનામાં અજોડ હતાં. શ્રી પ.ક.દેવ ઉપદેશછાયામાં જણાવે છે કે- “સદ્ગુરૂની આજ્ઞા વિના મુમુક્ષુએ શ્વાસોશ્વાસ ક્રિયા સિવાય બીજું કંઇ કરવું નહીં.” તેજ રીતે તેઓ કરેક કાર્યમાં પ્રભુની અનુમતિ માગતા ને તે આજ્ઞાનુસાર વર્તતા હતા. ‘દાસ, દાસ, હું દાસ છું.’ એ સુત્ર તેમના જીવનમાં વણાયું હતું. પ્રભુની સેવામાં સદાય તત્પર દાસની માફક નજર સમક્ષ બેસી
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy