SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ D 6 SS S સત્સંગ-સંજીવની RSS ) (9 રહેતા. આજ્ઞા થાય કે તરત હાજર થતા, ભોજન પ્રભુ કહે ત્યારે જ લે. - પ.કૃ.દેવ સં. ૧૯૫૨માં પૂ. મુનિશ્રી (પ્રભુશ્રી) માટે જ ખાસ વડવા પધારેલા. ત્યારે પૂ. અંબાલાલભાઇ વાવની પાસેની મેડી નીચેની રૂમમાં જાતે જ રસોઇ બનાવતા. અને પ.કૃ.દેવ તથા પૂ. સોભાગભાઇ, પૂ. ડુંગરશીભાઇ તથા પૂ. અંબાલાલભાઇ ત્યાં જ જમતા. તેઓ ઘેર જતા ન હતા. વડવાથી પ. કૃ. દેવ નડીયાદ પધાર્યા ત્યારે પૂ. અંબાલાલભાઇ સાથે હતા. ત્યાં આસો વદી એકમના દિવસે સંધ્યાવેળાએ પ.કૃ.દેવ ફરીને પધાર્યા અને અંબાલાલભાઈને કહ્યું કે ફાનસ ધરો. આજ્ઞા સ્વિકારી તહત્તિ કહી હાથમાં ફાનસ ધરી ઊભા રહ્યા. દોઢ કલાક સ્થિરપણે, થાક્યા વગર ‘સર્વ સિધ્ધિનું ધામ” શ્રી આત્મસિધ્ધિજીના અવતરણને આશ્ચર્ય ભાવથી નિહાળી રહ્યા. આ અવતરણ પામેલ શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્રની ચાર નકલ કરવાની ક.દેવની આજ્ઞા થઇ, તે પણ પ્રમાદ વગર તુર્ત તૈયાર કરી. શ્રી ઉત્તરાધ્યયનજીમાં કહ્યું છે કે – સુશિષ્યમાં વિનય ગુણ કેવો હોય? તો કે –“ઇંગિયાકાર સંપન્ન', ત્યાર બાદ શ્રી આત્મસિધ્ધિજીના ગંભીર અર્થને પ.ક. દેવની સમીપે શ્રીમુખે તેઓએ વિનય ભાવે ધાર્યા. જે વાત પૂ. મુનિશ્રીને જંગલમાં જઇ જણાવી હતી. સં. ૧૯૫૩માં પૂ. સોભાગભાઈ માંદગીમાં આખર સ્થિતિ હતી ત્યારે કૃ.દેવને પૂ. સોભાગભાઈ લખી જણાવે છે કે - “અંબાલાલ શિષ્ય પરખવા જેવા રહ્યા નથી. તેને બીજજ્ઞાન આપે કરાવ્યું હશે? અને ૫,૧૦ દિવસ માટે અંબાલાલને સાયલા મોકલો, તેમજ શ્રી આત્મસિધ્ધિજી ના ટીકા-અરથનું પુસ્તક છે તે પણ મોકલો તો મને આંખે સુવાણ છે ત્યાં સુધી વાંચી શકાય.’ - તે પત્ર વાંચી ક.દેવે અંબાલાલભાઈને પૂ. સોભાગભાઇ પાસે જવા નિર્દેશ કર્યો. જેથી પૂ. અંબાલાલભાઇ, તેમના સમાધિમરણ વખતે હાજર રહ્યા હતા. છેલ્લે તે મહાભાગ્યની અદ્ભૂત આત્મ ઉપયોગની નિશ્ચલ દશા અંબાલાલભાઇએ નિહાળી, તેનું વર્ણન પ્રભુને લખી જણાવ્યું. સંસ્કૃત ભણવાની પરમ કૃપાળુ દેવની આજ્ઞા થવાથી તેઓ માર્ગોપદેશિકા પંડીતજી પાસે ભણ્યા, અને અભ્યાસ કર્યા પછી આ ભક્તિ શ્લોક રચ્યો. महादिव्याः कुक्षिरत्नं, शब्दजीत वरात्मजम्; श्री राजचंद्रमहं वंदे, तत्वलोचन दायकम्. આ મંત્રનું તેઓશ્રી અહોનીશ રટણ કરતા. સુંદર કાવ્ય રચવાની શક્તિ પણ તેમનામાં હતી. તેમણે પ. . દેવનો મહીમા દર્શાવતું જન્મોત્સવનું પદ રચ્યું છે. જેમાં પોતે કૃપાળુદેવને હૃયમાં કેવા અવધાર્યા છે તે વેદન જણાય છે. તેમના જ શબ્દોમાં જોઇએ : ‘નહીં રાગ ને વળી દ્વેષનો, લવલેશ આત્મપ્રદેશમાં, પરમાત્મ સમજો ધર્મમૂર્તિ દેહધારી વેષમાં; કળિકાળમાં ભવ રોગ હરવા વૈદ્ય માનું આ ખરો, પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. બીજા પદમાં કેવી ભક્તિ વહી છે -
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy