________________
Sિ RSS સત્સંગ-સંજીવની SESSM
આણંદ સુધી ગાડામાં બેસી જવું પડે છે ત્યાર બાદ આણંદથી અમદાવાદ સુધી રેલગાડીમાં બેસી જવાનું છે અને વળી ત્યાં ગયા બાદ તુરત જ અત્રે પાછું વળવાનું છે. માત્ર અમદાવાદ સ્ટેશનથી આણંદ સ્ટેશન સુધી રેલગાડીમાં સમાગમનો લાભ મળી શકે તેમ છે. તેટલા જ વખતને માટે આવવા-જવાનો પરિશ્રમ વેઠવો, વળી તેટલા જ વખતના સમાગમ માટે એક દિવસ કામકાજ બંધ રાખો તે નુકસાન થાય તથા આવવા જવામાં ખર્ચો લાગે તે સઘળું સહન કરીને પણ આટલા જ વખતના સમાગમ અર્થે આવવા ઉત્સાહ જણાવો છો તો તેમ કરવામાં તમોએ મહત્વ લાભ શું માન્યો છે ? તે તમારા વિચારમાં આવતું હોય તેમ જણાવો. જોકે તેમ કરવામાં મહત્વ લાભ સમજાયો ન હોય ત્યાં સુધી આમ કરવામાં ઉત્સાહ જાગવો એ પ્રાયે અસંભવિત છે એમ મારી પોતાની માન્યતા છે, છતાં પણ તમારા વિચારમાં શું આવે છે તે જાણવાર્થે આ પ્રમાણે પૂછવું થયેલ છે. ત્યારે મેં એમ જણાવ્યું હતું કે સત્યરૂષોના સમાગમમાં અપૂર્વ વાતો સાંભળવામાં આવે છે જેથી ઘણો જ આનંદ થાય છે એમ જણાવ્યું હતું. ત્યાર બાદ ભાઇ શ્રી અંબાલાલભાઇએ તે વિષે વિસ્તારપૂર્વક વર્ણન કર્યું હતું કે સત્યરૂષોનો ક્ષણવારનો સમાગમ પણ અત્યંત હિતકારક હોય છે વગેરે જણાવ્યું હતું.
બીજે દિવસે સવારમાં અમો ત્રણે ગાડામાં બેસી આણંદ સુધી ગયા અને ત્યાંથી રેલગાડીમાં બેસી અમદાવાદ સ્ટેશને ગયા. અમો અમદાવાદ સ્ટેશન પર ઊતર્યા બાદ થોડા જ વખત પછી કલોલ તરફથી રેલવે ટ્રેન આવી તેમાં સાહેબજી પધાર્યા હતા. સાહેબજીને માટે સ્ટેશન પરથી ચાહ તથા લીલો મેવો લાવ્યા હતા અને તે વાપરવા માટે સાહેબજી પાસે ધર્યું હતું ત્યારે સાહેબજીએ જણાવ્યું હતું કે અમારે આ વાપરવા મરજી નથી એમ જણાવ્યું અને કાંઇ પણ વાપર્યું નહોતું. સાહેબજીએ કાંઇ પણ વાપર્યું નહીં તે સંબંધમાં ભાઇ શ્રી અંબાલાલભાઇ વિચાર કરવા લાગ્યા કે શું કારણથી વાપરવાનું ના જણાવ્યું હશે ? તે સંબંધમાં ઘણા પ્રકારોથી વિચાર કરતાં સ્મૃતિમાં આવ્યું કે ચાહ હોટલની લાવેલા હોવાથી તે અભક્ષપણામાં ગણી તે વાપરી નહીં અને લીલો મેવો બારીકીથી તપાસ કરતાં જણાયું કે તેમાં બગાડનો ભાગ હતો તથા ચાખવા પરથી જણાયું હતું કે તે મેવો ખટાશ પર હતો જેથી તે પણ વાપર્યો નહીં તેમ ભાઈશ્રી અંબાલાલભાઈએ મને જણાવ્યું હતું તથા આ પરથી ભાઇ શ્રી અંબાલાલભાઇએ વિસ્તારપૂર્વક જણાવ્યું કે અહો ! સાહેબજીને કેવો ઉત્કૃષ્ટપણે ત્યાગ વર્તે છે ! વળી ઉપયોગની જાગૃતિ પણ કેવી ઉત્કૃષ્ટપણે વર્તે છે ! વળી તેઓશ્રીના જ્ઞાનનું કેટલું બધું ઉત્કૃષ્ટપણું વર્તે છે ! તે આપણને તાદૃશ્ય અનુભવ કરાવે છે. છતાં સત્યુરૂષોની ઉત્તમ દશાનું યથાતથ્યપણે સમજાતું નથી અર્થાત ઓળખાણ થઇ શકતી નથી તે માત્ર હીનપુણ્યને લઈને આવરણતાનો દોષ છે. જે વખતે સાહેબજીની પાસે ચાહ તથા લીલો મેવો ધરવામાં આવ્યો હતો તે વખતે સાહેબજીએ કોઇને એમ પૂછયું નહોતું કે આ ચાહ ક્યાંથી લાવ્યા છો ? તેમ જ તે સંબંધી કોઇએ પણ જણાવ્યું નહોતું. વળી લીલો મેવો સાહેબજીએ ચાખ્યો પણ નહોતો અને સહજ દૂરથી સાહેબજીએ દષ્ટિ કરી વાપરવા માટે તુરત જ ના જણાવી હતી. આ પ્રમાણે ભાઇ શ્રી અંબાલાલભાઇ સાથે વાતચીત થઇ હતી જેથી અત્રે જણાવ્યું છે.
થોડા જ વખત પછી ભાઇ શ્રી મનસુખભાઇ રવજીભાઇ પોતાના દેશથી આવી પહોંચ્યા અને અમદાવાદ સ્ટેશન પર ઊતર્યા. ત્યાર બાદ થોડા વખત પછી મુંબઇ તરફ જવાની ટ્રેનમાં સાહેબજી બિરાજમાન થયા હતા. અમો સર્વે પણ સાથે બેઠા હતા. રેલવે ટ્રેન ઉપડ્યા બાદ ભાઇ શ્રી મનસુખભાઇએ પોતાની પાસેથી એક મોતીનો દાણો કાઢ્યો અને સાહેબજીને બતાવ્યો અને સાહેબજી પ્રત્યે જણાવ્યું કે ભાઇ, આ દાણો મુંબઇમાંથી રૂ. ૨૨000/- માં ખરીદ કર્યો છે. તેનું શું ઉપજશે ? ત્યારે સાહેબજીએ જણાવ્યું કે મુંબઇમાં વેચશો તો રૂા. ૪૪000/ - ઊપજશે અને વિલાયત વેચાણ કરવા મોકલશો તો પોણો લાખ રૂપિયા ઊપજશે એમ જણાવ્યું હતું. ત્યાર બાદ
૧૫૧