SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ O SASSA SS સત્સંગ-સંજીવની ) SSA CA () વંચાય છે. બાકી બીજા પ્રસંગે ઉપદેશ પત્રો ઉતારવાનું અને વિચારવાનું ચાલે છે તે સહેજ ચરણસેવામાં વિદિત થવા જણાવ્યું છે. પરમસત્સંગનો વિયોગ રહ્યા કરે છે. અને તે વિયોગમાં વિશેષ પુરુષાર્થ કરી આત્માને જાગૃત રાખવો જોઇએ તે રહી શકતો નથી. કારણ કે ઉપાધિ આડે જેવી જોઇએ તેવી અથવા મંદપણે પણ પ્રેમખુમારી પ્રવહતી નથી. તેમ પ્રેમખુમારી પ્રવહવાનું મુખ્ય સાધન આપ પરમ કૃપાળુદેવના ચરણસમીપમાં નિવાસ એમ સમજાય છે. અને સ્થળે સ્થળેથી પરમ સત્સંગનો પરમ કલ્યાણકારી લાભ મેળવવાની ઇચ્છા જણાવે છે, અને લાભ પામવાની રાહ જોઇ રહ્યા છે. અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના પ્રેમપૂર્વક સવિનય નમસ્કાર પ્રભુ સેવામાં પ્રાપ્ત થાય. પત્ર-૩૫ શુભ ચરણસેવામાં સવિનય વિનંતી પ્રાપ્ત થાય છે આ સાથે બોટાદથી આવેલા પત્રો શુભ ચરણસેવામાં મોકલ્યા છે. જે તેમને જેમ યોગ્ય ઉત્તર લખવાની પવિત્ર આજ્ઞા થશે તેમ વર્તવાનું કરીશ. પૂજ્ય રેવાશંકરભાઇ તથા પૂ. શ્રી મનસુખભાઇ ખુશી આનંદમાં છે. તત્વાર્થ સૂત્રના પુસ્તક નંગ સાત અત્રે પ્રાપ્ત થયાં છે. જે જે મુમુક્ષુ પ્રત્યે મોકલવાની જેમ પવિત્ર આજ્ઞા થશે તેમ કરીશ. બાળક યોગ્ય કામ સેવા ઇચ્છું છું. - શ્રી ઠાણાંગ સૂત્ર ભાગ ત્રણ તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ એ રીતે ભાગ ૫ અત્રેથી શ્રી નગીનદાસ સાથે મોકલી આપ્યા છે. ભરૂચવાળા શ્રી અનુપચંદભાઇ અત્રે કમળવિજયના દર્શનાર્થે અને વિનંતી કરવા આવેલા છે. તે સહજ નિવેદન કરૂં છું. પરમકલ્યાણકારી સમાગમવાસી પવિત્ર મુમુક્ષુભાઇઓને મારા સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. અલ્પજ્ઞ દીન અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર સવિનય વિધિપૂર્વક ચરણસેવામાં પ્રાપ્ત થાય. પત્ર-૩૬ ખંભાત - સ્થંભતીર્થ ભાદરવા સુદ ૮, શનિ, ૧૯૫૩ શ્રી સદ્ગુરુદેવ શ્રી સહજાત્મસ્વરૂપ સદૈવ જયવંત વર્તા પરમકૃપાવંત, દયાનિધિ, દેવાધિદેવ, દીનબંધુ, દીનદયાળ, મહાત્મા પ્રભુશ્રી, સદેવ, શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીને, સદૈવ અભિવંદન હો ! પૂર્વકાળથી તે આજ દિવસ પયંતમાં કોઇપણ પ્રકારે મારાથી જે જે મારી વૃત્તિ અને દોષો સુધારવા માટે મારા પ્રત્યે કપા દર્શાવેલ તે તે વખતે મેં અવિનયાદિક દોષો કર્યા હોય તેમજ મારા પ્રત્યે જે જે પવિત્ર આજ્ઞા મારા હિતાર્થે જણાવવાની કૃપા થયેલી છે તે અજ્ઞાને કરી આ દુષ્ટ સામાન્ય રાખી અનાદરતા કરી હોય અને જેથી સર્વોત્કૃષ્ટ ભક્તિમાર્ગ પ્રાપ્ત થવામાં પ્રમાદિ દોષો વડે અભક્તિ કરી હોય તથા વળી ભક્તિ પ્રસંગમાં અનાદરતા રાખી સપ્રેમને ન્યૂન થવામાં વૃત્તિ કરી હોય અથવા જે વડે અપરાધાદિ દોષો કર્યા હોય તેમજ અપૂર્વ વચનોમાં અપ્રેમ રાખી તથા આપ પરમ દયાળુદેવના મહાત્મમાં તથા અપૂર્વ ચરિત્રોમાં મારી તુચ્છબુદ્ધિ વડે દોષ ભય અને ખેદ એ આદિથી અસત્કારાદિ દોષો કીધા હોય, તથા વળી મારે વર્તવા યોગ્ય એવા સવર્તન, સદાચાર અને સત્સંગાદિ પ્રસંગોમાં જે જે પ્રકારે મેં અનાદરતા રાખી પ્રમાદાદિ દોષ ગ્રહ્યા હોય, તથા વળી ૪૦.
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy