SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ O GO SKRRRR સત્સંગ-સંજીવની CSR) () વચનામૃતનું પુસ્તક એક આપના તરફ મોકલવાને મુનદાસભાઈને આપેલું છે. તેમણે ક્યું કે મારે ખંભાત જવું છે તો તે આપ મંગાવી લેજો. શ્રીમદ્ કપાળુદેવે આત્માનુશાસન વિચારવાને માટે મને આજ્ઞા આપી છે. તે એક ગ્રંથ હતો. અમદાવાદવાળા પોપટલાલભાઈએ માંગણી કરી તેથી તેમને આપ્યો ને મને હ્યું કે તમે અંબાલાલભાઈ પાસેથી મંગાવી લેજો. માટે કપા કરીને આપ મોકલી આપશો. શ્રવણ કરેલા વચનો યાદ આવવાથી વારંવાર હર્ષ પમાય છે ને જાગૃતિ રહેવાની શક્તિ પ્રગટ થાય છે. કામકાજ લખશો, સર્વે મુમુક્ષુભાઈઓને મારા પ્રણામ. લી. સેવક મોતીલાલના પ્રણામ પ્રાપ્ત થાય. શ્રી પરમાત્મા સ્વરૂપ પરગટ શ્રી પુરૂષને નમો નમ: પૂજ્ય અંબાલાલભાઈ – તમારો પત્ર મળ્યો છે. અત્રે મુંબઈમાં પરમદયાળુ નાથના સમાગમથી આનંદ છે. પણ ઉપાધિમાં બહુ વખત પ્રવર્તન થાય છે. ઉપયોગની જાગૃતિ સહજ થતાં પાછું અનાદિ પ્રવર્તનમાં જવાય છે. આ મુંબઈ શહેરમાં અતિ મુમુક્ષતાવાળાને રહેવું યોગ્ય નથી. એને ભૂલાવાના ઘણાં કારણ દૃષ્ટિગોચર છે. નિવૃત્તિ ક્ષેત્ર જ આત્માને પરમહિતનું કારણ છે. વેપાર સંબંધીમાં જેમ થવાનું હશે તેમ થશે. તેની ચિંતા કરીને શું કરીએ ? કાંઈ છે જ નહીં. સ્વપ્નરૂપ જ છે, ગઈ કાલે રાત્રે એક વાગતા સુધી બોધ થયો હતો. જે બોધ અપૂર્વ હતો. યથાર્થ મુમુક્ષતા હોય તો સહેજ માત્રમાં આત્મસ્થિતિ થઈ શકે. વાસનાની નિવૃત્તિ અને પ્રવૃત્તિના સંકોચમાં વાત કરતા હતા. વળી જણાવ્યું કે - “એક બીડી જેવું વ્યસન તે પ્રેરણા કર્યા વિના મૂકી શકાયું નહીં.”.... વિગેરે તે વિષે બહુ જ વ્યાખ્યા થઈ હતી. ટૂંઢિયા વિગેરે દર્શનના આગ્રહથી મૂકાવા મૂહપત્તી વિગેરેના સંબંધમાં અપૂર્વ બોધ કર્યો હતો...... “આવી વાત તો સહેજમાં સમજવા જેવી છે. અને એજ વિચાર કરે તો સમજાય એવી છે. અહો ! આવો જ્યાં વૈરાગ્યનો મેહ વરસતો હતો તે શું લખું વળી કહ્યું કે જીવ જ પરમાધામી જેવો છે....... આ બાળકની બુદ્ધિ અલ્પ જેથી સ્મરણમાં સર્વ રહેતું નથી. મુમુક્ષુઓના સમાગમમાં અમુક દિવસે એવા કોઈ સદ્ગત અંગીકાર કરવાની વાત ચર્ચવી અને ઉત્તમ પ્રકારે ઉપર બતાવ્યા પ્રમાણે સદ્ગત સેવવું. કદાપિ દાબીને કેવા જેવું હોય તો કહેવું અને શૂરાતન રહે તેમ કરવું. મંદ પરિણામ થાય તેમ કરવું નહીં..... લીંબડી કલ્લોલ વિગેરે મુમુક્ષુઓમાં આઠેક દિવસે પત્ર લખવાનું રાખવું અને તેમાં સદ્ગત, સદાચાર ઉપર બતાવ્યા પ્રમાણે આદરવાનું જણાવતા રહેવું. વળી પણ જણાવવું કે ચિદાનંદજી આનંદઘનજી જેવા મહાત્મા પુરૂષ પણ એકાંતમાં વિચર્યા છે. તો આ પરમપુરૂષનો પણ ભરૂસો ગણાય નહીં, માટે કદાપિ તેવો જોગ બને તો સત્સંગની કામના રહી જાય અથવા કાળનો ભરૂસો નહીં માટે જેમ બને તેમ સત્સંગની ભાવના પ્રતિ દિન રાખી બને તેટલો સત્સંગ ઉત્કૃષ્ટ ભાવે કરવો. એમ જણાવતાં રહેવું અને તારે પણ તેમ સ્મરણમાં રાખવું. | ..... આવું સાચું સમ્યકત્વ પામવાની ઈચ્છા કામના સદાય રાખવી. ત્રિભુવન સાથે તથા કિલાભાઈ સાથે અને મુનિ સાથે જે જે પ્રકારે રહેવાનું અને વર્તવાનું તને મહાપ્રભુજીએ જણાવ્યું છે તે તે ધ્યાનમાં રાખવું..... કદિપણ દંભાણે કે અહંકારપણે આચરણ કરવાનું જરાય મનમાં લાવવું નહીં. કહેવું ઘટે ત્યાં કહેવું’ આ સિવાય ઘણી વાતો થઈ છે પણ હાલ વખતે વિસ્મૃત હોવાથી લખી નથી.... આનંદઘનજી કૃત ચોવીશીના અર્થ બને તો તે પ્રસંગે કોઈના અર્થ પૂછવાનું થાય તો પૂછજે તો પ્રસંગે જણાવાનું કરીશું. મુનિ સાથે સમાગમ કરવો, તે ૨૮૬
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy