________________
O GSSSS સત્સંગ-સંજીવની
)
પદ
(રાગ - હે જગપતિ થાજો સહાય, વિનવું નમી રે નમી, નમી રે નમી, વિનવું નમી નમી.)
ઇશ થાજો સહાય વિનવું નમી રે નમી. આ અસાર સંસારમાં રે, બાળે ત્રિવિધ તાપ, આશ્રય નહીં અહીં કોઇનો, છો સદ્ય તમો મા-બાપ. - વિનવું. વિષયરૂપી આ દેવતા રે, દહે છે સઘળું અંગ, બળ કરી પાછો હઠું પણ, આશા થાય ન ભંગ - વિનવું. મન માતંગ છે મસ્તિમાં રે, અંકુશ માને ન નાથ, સૂત્રધાર તમો સર્વના છો, છે જય તમારે હાથ. - વિનવું. ઇંદ્રિયો ઉન્મત્ત થઇ રે, ઇચ્છે વિષયો સંગ, આપ તણી કરૂણા વિના પ્રભુ, મારો રંગ થયો છે ભંગ. - વિનવું ઇંદ્રિય મન બે એક થઈ રે, તમને જ ઝંખે ઇશ.
શ્રી ‘સત્ પતિ’ અહીં હેતશું રે, મને દેજો એ બક્ષીસ. - વિનવું હું બાળક છું. માટે અવિવેકી લખાણ માટે ક્ષમા આપવા સમર્થ છો. લિ. આપના ચરણની ભક્તિનો ઇચ્છક સુખલાલ છગનલાલના દંડવત્ પ્રણામ.
પત્ર-૮૦
માગસર ૧૩, ૧૯૫૫ શ્રીમદ્ શ્રી સદ્ગુરૂ ભગવાન રાજચંદ્ર દેવશ્રીને ત્રિકાળ નમસ્કાર હો. હું અલ્પજ્ઞ શું લખું ? વિનંતી માત્ર આપ શ્રી સરૂના ચરણમાં મને રાખો એ જ છે. વિષયોમાં થતી મારી પ્રવૃત્તિ કેમ રોકાતી નથી ? હે ગુરૂ ! બાંહ્ય ઝાલી શા માટે રંકને આ વિષયોદધિમાંથી બહાર ખેંચી કાઢતા નથી. નિમેષ માત્રથી તમારી કૃપા હે પ્રભુ, મને તારશે. કૃપાનાથ ! આપના બીજા ગુણી વિદ્વાન, સુશીલ શિષ્યો તો આપની કૃપા મેળવી ભવસાગર તરી જશે. પણ હું રંક અધમનો અધમ દુર્ગુણ ભરેલ છું તે તરફ દષ્ટિ કરો.
‘આપના અનુગ્રહ વિના કોઇ પણ પ્રકારે મને બીજી ઇચ્છા નથી. મારાં દયમાં આપ વસો. આપની છબી સિવાય મને બીજું નજરે ન પડો.” | હે નાથ ! મારાં પાપી Æય તરફ નજર નહીં કરતાં રંક જાણી બાંહ્ય ગ્રહો, દર્શન દો. આપ થોડા વખતમાં મુંબઇ પધારવાના છો તો એકાદ દિવસ વીરમગામ ઉતરી મારું ઘર પવિત્ર કરશો. સેવકને બોધ આપી ઠેકાણે લાવવા વિનંતી કરું છું. પત્ર દ્વારા જરૂર ખબર આપવા નમ્ર વિનવું છું. હે નાથ ! એક દિવસનો ભક્તિનો લાભ આપો. જો આ વખત ઇચ્છા પૂરી નહીં પડે તો બેહદ ખેદ મને થશે એમ જણાય છે. આપની ઇચ્છાનુસાર થશે, પ્રત્યુત્તરની જિજ્ઞાસા છે.
લિ. દીનદાસ અલ્પજ્ઞ સેવક સંઘવી સુખલાલ છગનલાલના દંડવત્ પ્રણામ સ્વીકારશોજી. (જવાબ વ. ૮૫૬)
. ૮૪