SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ S S S સત્સંગ-સંજીવની ( પત્ર-૫૮ પોષ વદ, ૧૯૫૪ શ્રીમદ્ સદ્ગુરૂનાથને ત્રિકાળ નમસ્કાર. પરમ પવિત્ર આત્માર્થી ભાઈશ્રીની પવિત્ર સેવામાં, લિ. વિયોગી કુંવરજી સેવકના નમસ્કાર સ્વીકારશો. હાલમાં આપના તરફથી ઘણો વખત થયે પત્ર નથી તે લખવા કૃપાવંત થશો. બાહ્ય ઉપાધિના લીધે છોરૂથી પત્ર લખાઈ શકયો નથી માટે મુરબ્બી ભાઈ કૃપા લાવી સેવકનો અપરાધ માફ કરશો. મુરબ્બીભાઈ, શ્રીમદ્ સદ્ગુરૂપ્રભુ તરફથી મુદલ પત્ર નથી. આપના તરફ હોય તો લખશો. વળી મુંબઈમાં રોગની ઉત્પત્તિ વિશેષ ચાલી રહી છે. તેથી કરી સેવકને ઘણી ફીકર રહ્યા કરે છે. તો દયાળુભાઈ આપના તરફ પરમપૂજ્યપ્રભુ તરફથી સુખવૃત્તિના સમાચાર આવ્યા હોય તો બાળકને વળતી ટપાલે જણાવવા કૃપાવંત થશો. પવિત્રભાઈ મેઘની વાટ મયર પક્ષી જેમ જોઈને બેઠું છે તેવી જ રીતે આપના પત્રની વાટ છોરૂ જોઈ બેસી રહે છે. ૫. ભાઈ વિયોગીને અજ્ઞાન સેવકની વખતોવખત પત્ર દ્વારાએ ખબર લેશો એવી ખાસ સેવકની વિનંતી છે, તે ધ્યાનમાં લેશો. ૫. ભાઈ, આ અનાદિકાળની જે વાસના વળગેલી છે, તેમ અહીં સત્સંગનો જોગ નથી, ફક્ત આપના તરફથી પત્ર આવે તે સત્સંગનો જોગ માની સેવક દરગુજર કરે છે. માટે દયાળુ ભાઈ, દયા લાવી પત્ર દ્વારાએ ખૂણે ખાંચરે પડેલા સેવકની ખબર લેશો એવી આશા છે. મુરબ્બીભાઈ, અમદાવાદથી ઉગરી બહેન, સમુબહેન કલોલ આવેલ છે તે સહેજ વિદિત કરું છું. મુરબ્બીભાઈ ત્રિભોવન તથા પોપટભાઈ, કિલાભાઈ, નગીનભાઈ, છોટાલાલભાઈ વિગેરેને સેવક તરફથી નમસ્કાર પહોંચે. લિ. અજ્ઞાન વિયોગી કું. છોરૂના નમસ્કાર સ્વીકારશો. આપે લખ્યું કે પવિત્રનાથ ઉપર શ્રદ્ધા રાખો, તેમણે જેમ કહ્યું હોય તે પ્રમાણે વર્તો, તો પવિત્રભાઈ મારી શ્રદ્ધા તેમના ઉપર જ છે. ને વળી તેમના તરફથી જ હિત થવાનું છે. તે પવિત્રભાઈ આપનું તો હિત થયું હશે ને આ સેવકને ચરણસમીપ રાખી પવિત્રનાથને ભલામણ કરશો તો આ સેવકનું હિત થાશે. હે ભાઈ, આ સેવક તરફ તો પત્રવ્યવહાર રાખશો. તમારા તારીખ - સદર પત્ર-૫૯ સંવત ૧૯૫૨ મહાત્ સદ્ગુરૂદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. પ્રિય અને પવિત્ર ભાઈશ્રી, પ્રિય ભાઈ ખુશાલદાસ ક્ષણિક દેહનો ત્યાગ કરી ચાલ્યા ગયા. તે સંબંધમાં આપના તરફથી કાર્ડ આવ્યું તે પહોંચ્યું છે. આવા પવિત્ર સત્સંગી ભાઈનો મોટો તોટો પડ્યો જાણી અત્યંત ખેદ થયા કરે છે. પણ નિરૂપાયતા. આગળ કંઈ પણ જોર ચાલી શકતું નથી. આ ત્રાસરૂપી સંસારમાં ફક્ત સરૂનો એક આધાર છે. અને તેના ચરણ સમીપમાં અહર્નિશ રહેવાય તો જ મંગળદાયક છે. બાકી અનંતો કાળ એમને એમ આસાતનામાં વહી ગયો, ને વહી જશે, તો પણ આત્માના પર્યટનનો કિનારો આવવાનો નથી. પવિત્ર ભાઈ ! આ અવગુણી ને સદોષી ૨૭)
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy