________________
સત્સંગ-સંજીવની મ
શ્રી મફાભાઈ કલ્લોલવાળા શ્રી વડવે આવતા ને સત્સંગ અર્થે રહેતા. કૃપાળુદેવના દર્શનની નાની ઉંમરમાં જે છાપ પડેલી તેની ઉલ્લાસથી વાત કરતા ને પ્રસન્નતાથી જણાવતા કે શ્રી પ.કૃ.દેવ કલોલ પધારેલા, એક દિવસ સ્થિરતા કરેલ, બીજે દિવસે મુંબઈ પધારવાના હતા. સ્ટેશન પર મારાં બા વિ. વળાવા ગયા. હું નિશાળેથી ઘે૨ આવ્યો તો મારા બા સ્ટેશન પર ગયેલા એટલે હું સીધો સ્ટેશને સાહેબજીના દર્શન કરવા ગયો. જેવો સ્ટેશને પગ મૂક્યો તેવી જ ગાડીની સિસોટી વાગી ને ગાડી ઉપડી તે હું દોડતો દોડતો ડબા તરફ જવા લાગ્યો ત્યાં તો કૃ.દેવે જાણી લીધું. તે બારીમાંથી મુખમુદ્રા બહાર કરી મારી સામે જોયું ને હાથ ઊંચો પોતે કર્યો તે મેં બરાબ૨ નજ૨ મેલાવી દર્શન કર્યા તે જ્યાં સુધી દેખાયા ત્યાં સુધી ડબાની પાછળ દોડતો હતો. એ જે અમી દૃષ્ટિ પડી છે તે હજી એવી ને એવી નજર આગળ તરે છે. ભૂલાતી નથી કે મને દર્શન થયાં. અને મારી મોટી ઉંમર થયા પછી વ. ૩૧૩ ‘જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ ને તેમ થઈએ છીએ’’ એ મારા અંતરમાં સ્થિર થયું છે ને હું રોજ પાઠ કરૂં છું. એ મને બહુ ગમે છે.
શ્રી
જલુબા (શ્રી કીલાભાઈના ધર્મપત્ની) જણાવે છે કે શ્રી પ.કૃ.દેવ ખંભાત પધાર્યા ત્યારે અમો બેનો શ્રી પ.કૃ.ના દર્શન કરવા ગયાં તે વખત શાંત મુદ્રામાં બિરાજ્યા હતા. અમો નમસ્કાર કરીને બેઠા. અમને પ્રશ્ન પૂછવો હતો પણ કાંઈ બોલી કે પૂછી શક્યા નહીં એવો એમનો પ્રતાપ પડયો. થોડીવાર બાદ શ્રી પ.કૃ.દેવે પૂછયું કે તમોને વાંચતાં આવડે છે ? ત્યાં મેજ પર ભાવનાબોધ ગ્રંથ પડેલ હતો તે અમને આપીને કહ્યું કે ‘વાંચો’ ત્યારે અમો એક બીજાની સામે જોયા કરીએ કેમકે અમો ભણેલા નહીં જેથી અમને વાંચતાં આવડતું ન હતું. ફરીથી કૃ.દેવે કહ્યું, ખોલીને વાંચો, આવડશે. એટલે મેં (શ્રી જલુબાએ) હિંમત કરી પ્રભુ પર વિશ્વાસ રાખી . પુસ્તક લઈને ખોલ્યું - ભિખારીનો ખેદ એ પાઠ નીકળ્યો. પછી હું તો કૃ.દેવની સામું જોઈને અક્ષર ઉપર આંગળી મૂકી મૂકીને વાંચતી હતી કે એ – ક - ભિ - ખા - રી - હ - તો. પછી પરમ કૃ.દેવે કહ્યું કે બસ, જાવ ‘આવડશે – વાંચજો’ એવી વચનલબ્ધિ હતી, વાણીનો અતિશય પ્રભાવ પડ્યો ને પછીથી મને ભાવના બોધ, મોક્ષમાળા વિગેરે વાંચતાં આવડી ગયું. શાળામાં પણ જતી ને મોક્ષમાળાના પાઠ મુખપાઠ કર્યા હતા. શ્રી વચનામૃતજી છપાયા બાદ તે પણ વાંચી શકતી. બીજું વાંચી (ઓછું) શકું. (નહીં.)
રત્નકુક્ષી - મા દેવબાઈ
પરમ પૂજ્ય કૃપાળુદેવના માતુશ્રી દેવબાઈ શ્રી વવાણિયાથી સંવત ૧૯૭૦ના કારતક શુદ તેરશના ભોમે, સાંજની ગાડીમાં અત્રે શ્રી ખંભાત પધાર્યા. પૂ. માતુશ્રીના મુખથી શ્રી પરમકૃપાળુદેવનું ચરિત્ર સાંભળ્યું તે નીચે મુજબ ઃ
મારા સસરા પંચાણ મેતા. માણેકવાડામાં રહેતા. તેમને બે દિકરા હતા. તે બંને ગુજરી જવાથી તેમનું મન ઉદાસ થઈ જવાથી પોતાનો ભાગ લઈ વવાણિયે આવ્યા. ત્યાં વહાણવટાનો વેપાર કરતા હતા. ઘર આંગણે વહાણ હતાં એમ ઘ૨માં સાસુમાની વાતચીત ઉપરથી મારા સમજવામાં છે. ભાઈનો જન્મ રહેણાંકના ઓરડામાં એટલે રસોડાવાળા ઓરડામાં થયો હતો. મનસુખભાઈના પિતા તો એક જ હતા અને પંચાણ મેતાને ૫ ભાઈઓ
હતા.
શ્રી પરમકૃપાળુદેવ ગર્ભમાં આવ્યા પછી માતુશ્રીને એક યોગી મળેલ. તેમણે એવું કહ્યું કે તમોને એક પુત્ર થશે. તે મહાન ધર્મિષ્ઠ અને પ્રતાપી થશે. અને તે તમારી ઈકોતેર પેઢી તારશે. તે યોગી તળાવની પાળ ઉપર રહેતા. તેની મનસુખભાઈના પિતાએ સેવાભક્તિ બહુ કરી હતી.
૧૭૬