SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ SS સત્સંગ-સંજીવની NR NRO એક વચન પણ પૂર્ણ પ્રેમથી ગ્રહણ કરે, એક પણ સદ્ગુરૂ વચનનું પૂર્ણ પ્રેમથી આરાધન કરે, તો તે આરાધના એ જ મોક્ષ છે; મોક્ષ બતાવે છે. પત્ર-૨ વિરમગામ, તા. ૧૮-૧૨-૯૬ શ્રીમદ્ સદ્ગુરૂ ભગવાનને ત્રિકાળ નમસ્કાર પરમપૂજ્ય પ્રાણાત્મા પૂ. શ્રી અંબાલાલભાઈની પવિત્ર સેવામાં. - ખંભાત ..........મારૂં ચિત્રપટ આપ જેવા સત્પષની દૃષ્ટિએ પડશે તો પણ અનુકંપા લાવી મારા જેવા અલ્પશને ઉદ્ધારવા યત્ન કરશો. - પૂજ્ય બંધુ ! કૃપા લાવી આપનું ચિત્રપટ અને કૃપાનાથજીનું ચિત્રપટ યત્ન કરી મેળવી આપશો. કોઈ પણ પ્રકારે આપનું ચિત્રપટ ઈચ્છું છું. ....... જે ઉદારતા મારી તરફ આપ વાપરો છો તે ઉદારતા કાયમ રહે એ મારી વિજ્ઞાપના છે. મારા જેવા અલ્પજ્ઞના ચિત્રપટ કરતાં કૃપાનાથશ્રીના ચિત્રપટ મહાસુખદાયી થશે. શુક્લધ્યાને ચઢાવી ઉત્કૃષ્ટ સુખ આપશે. માટે હૃદયમાં તે હંમેશા રહે એમ હું ઈચ્છું છું. મારું ચિત્રપટ તો આપ સત્પરુષોના ચરણરજ સમાન છે. માટે એ સિવાય બીજું કાંઈ સેવા માટે લખશો. ...વિનંતિ છે કે પત્ર તથા પુસ્તકો પહોંચ્યા. આપે શ્રમ લઈને જે કૃપા કરી છે તેને માટે આપનો બેહદ ઉપકાર માનું છું. અને આપનું પરોપકાર અર્થે અપ્રમાદપણું જોઈ વારંવાર આપને વંદન કરું . લિ. દીનદાસ અલ્પજ્ઞ સુખલાલના નમસ્કાર સ્વીકારશોજી. પત્ર-૩ વૈશાખ સુદ ૭, ૧૯૫૨ કૃપાળુનાથશ્રીને ત્રિકાળ નમસ્કાર પરમ પવિત્ર આત્માર્થી ભાઈ શ્રી અંબાલાલભાઈ, ઘણા દિવસની વિયોગીના પ્રણામ વાંચશો. જત આજરોજ સાંભળવામાં આવ્યું છે કે – સુંદરભાઈ સુરત ગયા ત્યાં સ્વર્ગવાસ થયા છે તેવું સાંભળી ઘણી દિલગીરી થઈ આવે છે. અહો ! ઉત્તમ મનુષ્ય દેહ પામી ધર્મ કરવાના વખતમાં ચાલી નીકળ્યા. કાળના મોઢા આગળ કોઈનું ડહાપણ ચાલતું નથી. અહો ! શાંત અને ભદ્રિક પ્રકૃતિના સુંદરભાઈ વારંવાર હૃદયમાં સ્મરણ થાય છે. ધિક્કાર છે, આ આત્માને !ખોટા સંસારને, જે સાચો કરી માન્યો છે. તે પવિત્ર ભાઈ ! શ્રી ત્રિભોવનભાઈને તથા શ્રી પિતાશ્રીને તથા શ્રી છોટાભાઈ વિગેરેને કલેશ કરવા દેશો નહીં. તેઓ ઘણા ડાહ્યા અને ગુણવાન છે. તેથી વધારે લખવું યોગ્ય નથી. હે પવિત્ર ભાઈ ! ઉંદેલથી આવ્યા પછી બીલકુલ સાહેબજીની તરફથી પત્ર નથી. તેમજ આપ તરફથી પણ પત્ર નથી. તે શા કારણથી ઢીલ થાય છે તે મહેરબાની કરી જણાવશો. આપનો પત્ર આવતો નથી તેથી દિલગીરી તથા વિકલ્પ થાય છે. આપનો તો આધાર છે. આપનો કોઈ રીતે બદલો વાળી શકાય તેમ નથી. અને ગુણ ઓશીંગણ થવા યોગ્ય નથી. હે ભાઈ ! લલ્લુજી મુનિશ્રી ક્યાં છે ? તે લખશો. હું શું વાંચું તે કપા કરી લખશો. અનાદિકાળથી ભૂલ મટતી નથી. એ જ વિનંતી. ધર્મકથા લખશો. ૨૩૬
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy