SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ GORGE) સત્સંગ-સંજીવની GSSS ( MEHNDRXXXX વિશેષ સુજ્ઞ ભાઇ છોટાલાલે સં, ૧૯૫૨ કારતક સુદ પુનમે બધા ભાઇઓએ નિવૃત્તિ લીધી હતી. તે વખતે હવેથી બીડી નહીં પીવાની પોતાની મેળે બંધી કરી હતી. તે વખતથી ઝાડાનો બંધકોશ રહ્યા કરતો હતો. અને છાતીમાં કફનો ભરાવો રહેતો તે રોગ હાલ વૃધ્ધિ પામ્યો છે, જેથી ઝાડાના બંધકોશને લીધે અને છાતીમાંનો કફ નહીં છૂટવાથી તાવની ઉત્પત્તિ કેટલાક દિવસ થયાં થયેલ. તેના લીધે શૂળની પણ ઉત્પત્તિ થઇ છે. વળી પણ છાતીની ગભરામણ વિશેષ રહે છે. તેને માટે કેટલાક ઔષધ ઉપચાર કરવાથી ઝાડાની છૂટ કે કફનું નીકળવું થતું નથી. જેથી તેમની મરજી હુકો પીવાની રહેતી હતી. પણ સત્સંગમાં ના કહેલી હોવાથી તે પીતા અટકતા હતા. બીજા કેટલાક ઉપાયો લેવાથી તે રોગ કંઇ શાંતિ ન પામ્યો અને છેવટે હુકો પીવાથી તે રોગ શાંતિને પામે એવું લાગવાથી અને તે પ્રથમનો તેવો અનુભવ હોવાથી ફક્ત રોગની શાંતિને માટે હુકો પીવાની તેમની ઇચ્છા રહે છે. જેથી બે દિવસ ઉપર બધા ભાઇઓની રૂબરૂમાં પોતે નમ્રતાપૂર્વક માફી માંગીને કહ્યું કે જેવી રીતે પ્રથમ મેં પીવાની ના કહી પણ આવા કારણથી હું હુકો પીવાની રજા લઉં છું. એવું જણાવવાથી બધા ભાઇઓ તે વાતમાં મૌન રહ્યા અને જણાવ્યું કે આપની ઇચ્છા રહેતી હોય તો અને રોગની શાંતિ આવવાનું ખાસ કારણ લાગતું હોય તો તેમજ અપ્રીયપણે જો ભોગવાય એમ સંભવતું હોય તો આપ પરમપૂજ્ય શ્રી પરમ કૃપાળુનાથ પ્રત્યે વિદિત કરી જેમ આજ્ઞા મળે તેમ વર્તાય તો તેનું પરિણામ શ્રેયસ્કર થાય અને આ બધાની તેવી દશા નથી કે એ વાતનું યથાયોગ્ય ઉત્તર આપે. એવી રીતે બધા ભાઇઓ તરફથી જણાવાથી અને પોતે સમજુ હોવાથી તે વાત માન્ય કરી. પણ આવી ધિક્કારવા યોગ્ય વાત હોવાથી અને દુષ્ટ કામ જ હું કરું એમ લાગવાથી પોતે પોતાના હાથે આપશ્રીને પત્ર લખવાનું શરમ લાગવાથી મને જણાવ્યું કે તું શ્રીજીને આ સઘળી હકીકત વિદિત કર અને શ્રીજી જેમ આજ્ઞા કરશે તેમ વર્તીશ. કદાપી શ્રીજી મારા પરમાર્થના લીધે વખતે ના લખશે તો તે પણ હું કબુલ રાખીશ. એમ કહેવાથી એમની સંમતિથી આ પત્ર લખવાનું થયું છે, પોતે એમ કહે છે કે જો થોડા વખતમાં હુકો પીવાથી આ રોગ શાંતીને પામશે તો પછી તુરતમાં હું પાછો ત્યાગ કરીશ અથવા તો અમુક મર્યાદામાં આવવાનું કરીશ. અને ફક્ત આ રોગના કારણેજ પીવાની આજ્ઞા માગું છું માટે આપ કૃપાળુનાથ તરફથી જેમ યોગ્ય લાગે તેમ આજ્ઞા મળ્યથી વર્તવા કલ્યાણમય માની આનંદ રાખશે. વિશેષ ભાઇ સુંદરલાલના ગુજરી ગયા પછી ભાઇ છોટાલાલે બ્રહ્મચર્યવ્રત હવેથી અંગીકાર કરવું એવું ધાર્યું હતું અને તે ક્રમ હજા સુધી નિભાવ્યા આવે છે. તે વિશે આપ સાહેબજીને લખવાની વિચારમાં હતા જેથી આ પ્રસંગે તે પણ લખવાનું જણાવે છે તે હવેથી આ દેહે કોઇ પણ સ્ત્રી સંગ કરવો નહીં અને શિયળવ્રતને અંગીકાર કરવું તે વિષે આપ સાહેબને જણાવી આજ્ઞા મંગાવે છે કે આપ સાહેબની આજ્ઞા પ્રમાણે વર્તવામાં કલ્યાણ માનીશ. ઉપરની બન્ને બાબત આપ કૃપાળુનાથશ્રી તરફથી જેમ યોગ્ય લાગે તેમ જણાવવાની દયા થવાથી તે કલ્યાણકારી અને આનંદકારી મનાશે. હાલ એજ. છોરૂં યોગ્ય કામસેવા ફરમાવવા દયા કરશોજી. લી, અલ્પજ્ઞ અંબાલાલના નમસ્કાર. (જવાબ વ. ૬૯૦) પત્ર-પ૬ ખંભાત - વૈશાખ વદ ૫, શુક્ર, ૧૯૫૩ પરમદયાલ શ્રીમદ્ સદ્ગુરૂદેવ ચરણાય નમઃ
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy