SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ O MERRERS સત્સંગ-સંજીવની GREATERS (9 અલ્પ પણ સમર્થતા ક્યાંથી આવે ? આપના પરમોત્કૃષ્ટ ગુણોનું સ્મરણ થવાથી મારાં શુધ્ધ અંતઃકરણથી ત્રિકરણ યોગે હું આપના પવિત્ર ચરણાર્વિદમાં અભિવંદન કરું આપનું યોગબળ, આપે પ્રકાશિત કરેલાં વચનો અને આપે આપેલું ‘બોધ-બીજ' મારું રક્ષણ કરો, એ જ સદૈવ ઇચ્છું છું. આપે સૈદવને માટે વિયોગની આ સ્મરણમાળા આપી તે હવે હું વિસ્મૃત નહીં કરું. ની ખેદ, ખેદ અને ખેદ એ વિના બીજું કંઈ સૂઝતું નથી. રાત્રિ દિવસ રડી રડીને કાઢું છું. કાંઈ સૂઝ પડતી નથી. જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે.” જેને તેવી સભૂર્તિનું ખરેખરૂ ઓળખાણ અને પરમપ્રેમાર્પણ થયું હોય તેની દશા કેવી થાય તે તેમના ઉપરના જ એક પત્રમાં પ.કૃ.દેવે દર્શાવ્યું છે. જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે.એવી સજીવનમૂર્તિનું...જ્યારે ઓળખાણ પડે છે, ત્યારે જીવને કોઇ અપૂર્વ સ્નેહ આવે છે. તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે, અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે, બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બંને એને સમાન થઇ ગયાં હોય છે. આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું.” વ. ૨૧૨ એવી જ ઉદાસીન દશા તેમની કૃ. દેવના વિરહમાં રહી હતી - તેમાં જ વૃત્તિ રાખીને જીવ્યા હતા. શ્રી પ.કૃ.દેવના નિર્વાણ પછી “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ’ ની પ્રથમવૃત્તિ સં. ૧૯૬૭માં પરમશ્રુત પ્રભાવક મંડળ તરફથી બહાર પડી. તેમાં એઓશ્રીની મુખ્ય પ્રેરણા અને સહકાર હતાં. શ્રી પ. કૃ. દેવે વચન પ્રકાણ્યું હતું કે - “આ વચનો જગતનું કલ્યાણ કરશે, અને તમારૂં તો અવશ્ય કરશે.” એવી તે પરમાત્માની અનંત દયાથી “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ'નું પ્રકાશન થયું. જે આપણા માટે પરમ આધારરૂપ થયું છે. | કૃદેવના વિરહમાં પણ પ.કૃ. દેવની જન્મજયંતિ પ્રસંગે કારતક સુદ પૂર્ણિમાના પુણ્ય દિવસે ખંભાતથી ઘણા મુમુક્ષુભાઈઓ વડવા વડ નીચે જ્યાં પ્રભુએ બોધ આપેલ તે સ્થળે જઈ ૫.કૃ. દેવનો ચિત્રપટ પધરાવી ભક્તિ કરતા. નિવૃત્તિ અને અસંગભાવનામાં આખો દિવસ ગાળતા. પૂ. શ્રી અંબાલાલભાઈ પ. પૂ. પ્રભુશ્રીના સમાગમ અર્થે કરમાળા આદિ સ્થળોએ જતા હતા. દેહ છૂટવાના એક માસ અગાઉ તેમને મૃત્યુની જાણ થઇ ગઇ હતી. જે વાત તેમણે તેમના ધર્મપત્ની પરસનબહેનને કહેલ હતી. ઉત્તમ પુરુષનો ગુણ છે કે કોઈને આપેલું વચન ગમે તેવા સંજોગોમાં પાળવું. એવો વચનપાલનનો ગુણ તેમનો પ્રશંસવા યોગ્ય છે. સં. ૧૯૬૩માં સત્સંગ મંડળમાં - એક દિવસ ફેણાવના છોટાભાઇ ખંભાત આવેલા. સ્વાધ્યાય પછી પૂ. અંબાલાલભાઇ પાસેથી વચન લઇ લીધું કે મને સમાધિમરણ કરાવવા જરૂર આવવાનું વચન આપો. મુમુક્ષુ પ્રત્યેના વાત્સલ્યભાવથી તેઓશ્રીએ વચન આપ્યું. થોડા વખતમાં છોટાભાઇને પ્લેગનો રોગ લાગુ થયો અને ૫. અંબાલાલભાઇને જાણ થઇ. એટલે દેહની પણ દરકાર કર્યા વગર તેને સમાધિમરણ કરાવવા તુર્ત જ ફેણાવ પહોંચી ગયા. તેમજ પોતે રોગનો ભય રાખ્યા વગર તેની સેવા ચાકરી પણ કરી. પરિણામે છોટાભાઇનું
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy