________________
સત્સંગ-સંજીવની
પૂ. અંબાલાલભાઇના હસ્તક હતી. શ્રી કુમારવાડાના નાકા પર ભાડે મકાન રાખેલ. તે મકાનના ત્રીજે માળે શ્રી પરમકૃપાળુદેવના ચિત્રપટની સ્થાપના કરવામાં આવેલ અને વાંચન-વિચારની બેઠક બીજે માળે રાખવામાં આવી હતી.
તેઓએ સામાયિકનો નિત્ય નિયમ ગ્રહણ કરેલ અને પ્રભુએ સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા આદિ શાસ્ત્રની પ્રત કરવાની (વ. ૮૮૯ માં) આજ્ઞા આપી હતી. આજ્ઞા મુજબ સામાયિકમાં લેખન પ્રવૃત્તિ રાખવાનું ચાલું હતું. શ્રી સમ્રુતના પ્રચાર અર્થે “પરમશ્રુત પ્રભાવક મંડળ’’ ની સ્થાપના પ.કૃ.દેવે સંવત ૧૯૫૭માં કરી. તેના સંચાલક શ્રી રેવાશંકરભાઇ તથા શ્રી મનસુખભાઇ (૨વજી) થયા હતા.
Ins
શ્રી રેવાશંકરભાઇ અને દરેક મુમુક્ષુઓ તેઓશ્રી પ્રત્યે બહુમાન ધરાવતા ને સલાહ કે માર્ગદર્શન પણ લેતા હતા. તેઓશ્રી તીવ્ર ક્ષયોપશમ શક્તિ, વિવેક સંપન્નતા અને દાક્ષીણ્યતાદિ ગુણ સંપન્ન હતા.
સં. ૧૯૫૭ના ચૈત્ર વદી ૫ ને મંગળવારે શ્રી રાજકોટ મુકામે શ્રી પરમકૃપાળુ દેવના નિર્વાણ થયાના સમાચાર જ્યારે પૂ. શ્રી અંબાલાલભાઇએ જાણ્યા, ત્યારે તેમને અત્યંત આઘાત થયો. શોકથી અશ્રુ વહેવા લાગ્યાં. વજ્રાઘાત જેવો કલ્પાંત થયો, ભક્તિ રાગવશે વિલાપ કરવા લાગ્યા. હવે તે ભક્તહ્દયની વિરહવ્યથાનું દર્શન
કરીએ.
“વિશાળ અરણ્યને વિષે અતિસુંદર અને શાંતિ આપનારૂં એવું એક જ વૃક્ષ હોય, તે વૃક્ષમાં નિઃશંકતાથી શાંતપણે, કોમળપણે, સુખાનંદમાં પક્ષી ગણ મલકતા હોય, તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજ્વલિત થયું હોય તે વખતે તે વૃક્ષથી આનંદ પામનારા પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય? કે જેને ક્ષણ એક પણ શાંતિ ન હોય, અહાહા!! તે વખતના દુઃખનું મોટા કવિશ્વરો પણ વર્ણન ક૨વાને અસમર્થ છે. તેવું જ અપાર દુઃખ અઘોર (ભવ) અટવીને વિષે આ પામર જીવોને આપી, હે પ્રભુ, કયાં ગયા? હે ભારતભૂમિ ! શું આવા દેહ છતાં વિદેહપણે વિચરતા પ્રભુનો ભાર તારાથી વહન ન થયો ? જો તેમ જ હોય તો આ પામરનો જ ભાર તારે હળવો કરવો હતો, કે નાહક તેં તારી પૃથ્વી ઉપર મને બોજારૂપ કરી રાખ્યો.
હે મહાવિકરાળકાળ! તને જરા પણ દયા ન આવી. છપ્પનિયાના મહાદુષ્કાળ વખતે લાખો મનુષ્યોનો તેં ભોગ લીધો, તો પણ તું તૃપ્ત થયો નહિં, અને તેથી પણ તારી તૃપ્તિ નહોતી થઇ, તો આ દેહનો જ પ્રથમ ભક્ષ તારે કરવો હતો કે આવા પરમ શાંત પ્રભુનો તેં જન્માંતરનો વિયોગ કરાવ્યો ! તારી નિર્દયતા અને કઠોરતા મારા પ્રત્યે વાપરવી હતી ! શું તું હસમુખો થઇ મારા સામું જુએ છે !
હે શાસનદેવી ! તમારૂં પરિબળ આ વખતે કાળના મુખ આગળ કયાં ગયું ? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાધનભૂત એવા પ્રભુ હતા; જેને તમે ત્રિકરણ યોગે નમસ્કાર કરી સેવામાં હાજર રહેતાં, તે આ વખતે ક્યા સુખમાં નિમગ્ન થઇ ગયાં કે આ મહાકાળે શું કરવા માંડ્યું છે તેનો વિચાર જ ન કર્યો!
હે પ્રભુ ! તમારા વિના અમે કોની પાસે ફરિયાદ કરીશું ? તમે જ જ્યારે નિર્દયતા વાપરી ત્યાં હવે બીજો દયાળુ થાય જ કોણ ? હે પ્રભુ ! તમારી કૃપા, અનંત દયા, કરૂણામય હૃદય, કોમળ વાણી, ચિત્તહરણ શક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બોધબીજનું અપૂર્વપણું, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્રનું સંપૂર્ણ ઉજમાળપણું, પરમાર્થ લીલા, અપાર શાંતિ, નિષ્કારણ કરૂણા, નિઃસ્વાર્થી બોધ, સત્સંગની અપૂર્વતા એ આદિ ઉત્તમોત્તમ ગુણોનું હું શું સ્મરણ કરૂં ? વિદ્વાન કવિઓ અને રાજેન્દ્ર દેવો આપનાં ગુણસ્તવન કરવાને અસમર્થ છે તો આ કલમમાં
૭