SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ SિSSSS સત્સંગ-સંજીવની GSSSBRID પૂ.શ્રી બ્રહ્મચારીજી જીવનકળામાં લખે છે. : સં. ૧૯૫૪માં શ્રી અંબાલાલભાઇ, લહેરાભાઇ અને મોતીલાલ એ ત્રણે સાથે શ્રીમદ્જી ઉત્તરસંડાને બંગલે પધાર્યા. બીજા કોઇને ત્યાં આવવાની મનાઇ કરી હતી. પંદર દિવસ સુધી શ્રી અંબાલાલભાઇ સેવામાં રહ્યા, અને બધી વ્યવસ્થા પોતે કરી લેતા, પરંતુ શ્રીમને તદ્દન એકાંત નિવૃત્તિની વૃત્તિ હોવાથી શ્રી અંબાલાલભાઈ રસોઇનો સામાન, ગાદલા, વાસણ વગેરે લાવ્યા હતા, તે બધું લઇ જવાની આજ્ઞા કરી, એક મોતીલાલને સેવામાં રાખ્યા. શ્રી અંબાલાલ બંગલો ખાલી કરી બધો સામાન ગાડામાં ભરાવી લઇ શ્રી નડીયાદ ગયા. શ્રી અંબાલાલભાઇ મોતીલાલને સૂચના આપતા ગયા હતા કે રાત્રે બે ત્રણ વખત શ્રીમદ્જીની તપાસ રાખતા રહેજો. | આ વનક્ષેત્રે શ્રીમદ્ બે રૂપિયાભારની રોટલી તથા થોડું દૂધ - એક જ વખત લેતા. રાત્રે નિદ્રા લેતા ન હતા. શ્રીમદ્ ગાથાઓ બોલ્યા કરતા હતા. શરીરની દરકાર કર્યા વિના આત્મધ્યાનમાં રાત્રે પણ લીન રહેતા. તેઓશ્રી કહેતા- “આ શરીર અમારી સાથે કજીઓ કરે છે, પણ અમે પાર પડવા દેતા નથી.” દુઃખિયા પ્રત્યેની હમદર્દીનો એક દાખલો નોંધવા જેવો છે. એક વખત શ્રી પ.કૃ. દેવ આણંદ મુકામે પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં બિરાજ્યા હતા, ત્યારે એક પ્લેગનો દર્દી મુંબઇની ગાડીએથી ઉતરેલ. તેને સ્ટેશન પરના માણસોએ કાઢી મૂકી ધર્મશાળાની નજદીકમાં નાંખી મૂકેલ હતો. પ.ક. દેવ ત્યાંથી નીકળ્યા, અને તે માણસ નજરે પડ્યો. જેથી અંબાલાલભાઈને કહ્યું કે આ માણસને તમે ધર્મશાળામાં લઇ જાઓ. અને તેની સારવાર કરો.પૂ. અંબાલાલભાઇએ તુર્ત ડો. ને બોલાવ્યા. તેની દવા કરાવી તથા તેની બરદાસ પોતે જાતે સારી રીતે કરી હતી. - પ્રત્યક્ષ સદ્ગુરૂનો મોટો ઉપકાર એ છે કે જીવનો સૂક્ષ્મ-દોષ પણ જાણીને કઢાવી શકે. વ્યાખ્યાનસાર૨, નં. ૧ માં કલમ ૧૧ માં નીચે મુજબ છે. “શિષ્યની જે ખામીઓ હોય છે તે જે ઉપદેશકના ધ્યાનમાં આવતી નથી તે ઉપદેશકર્તા ન સમજવો. આચાર્યો એવા જોઇએ કે શિષ્યોનો અલ્પ દોષ પણ જાણી શકે અને તેનો યથાસમયે બોધ પણ આપી શકે.” સં. ૧૯૫૫ માં ઇડરના પહાડ ઉપર શ્રીમદ્જીએ મુનિઓને કહ્યું હતું: “મુનિઓ ! જીવની વૃત્તિ તીવ્રપણાથી પણ નરમ પડી જાય છે. અંબાલાલની વૃત્તિ અને દશા, પ્રથમ ભક્તિ અને વૈરાગ્યાદિ કારણે ઉચ્ચ થતાં તેને લબ્ધિ પ્રગટ થઇ હતી, કે અમે ત્રણ ચાર કલાક બોધ કર્યો હોય તે બીજે કે ત્રીજે દિવસે લખી લાવવાનું કહીએ તો તે સંપૂર્ણ અને અમારા શબ્દોમાં લખી લાવતા. હાલ પ્રમાદ અને લોભાદિના કારણે વૃત્તિ શિથિલ થઈ છે. તે દોષ તેનામાં પ્રગટ થશે એમ અમે બાર માસ પહેલાંથી જાણતા હતા.”ીરી શ્રી લઘુરાજ સ્વામીને તે સાંભળી ખેદ થયો તેથી શ્રીમદ્જીને પૂછયું, “શું તે એમ જ રહેશે ?” ત્યારે શ્રીમદ્જીએ કહ્યું “મુનિ, ખેદ કરશો નહીં, જેમ નદીના પ્રવાહમાં તણાતું પાંદડું એક જાળા આડે અટકી જાય, પણ ફરી પૂર-પ્રવાહના વહનમાં જાળાથી જદું પડીને મહાસમુદ્રમાં જઇને મળે છે તેમ તેનો પ્રમાદ અમારાથી દૂર થશે અને પરમપદને પામશે.” ૫. ક. પ્રકાશે છે - “. . પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કાઢાવી શકે.” ખંભાતમાં સં. ૧૯૫૭ના મહા માસમાં “શ્રી સુબોધક પુસ્તકાલય” સ્થપાયું. તેની ઘણી ખરી કાર્યવાહી
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy