SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ GSREERS સત્સંગ-સંજીવની ( ભાયજી, શ્રી લલ્લુભાઇ વિ. પાટીદાર ભાઇઓ પણ સત્સંગમાં આવતા. આ સં. ૧૯૪૬થી સં. ૧૯૫૭ સુધી૧૧ વર્ષ કૃપાનાથનો સમાગમ રહ્યો. તે સમાગમમાં ઉત્કૃષ્ટ દશાનો – ઉપશમ દશાનો અને બોધ બીજનો લાભ પ્રાપ્ત થયો. શ્રી પ.કૃ.દેવના અચિંત્ય પરમસ્વરૂપનું તેમને દર્શન થતાં મન કૃ.દેવના ચરણમાં સ્થપાયું હતું, અને રાતદિવસ સત્સંગ માટે ઝંખતા હતા. શ્રી ખંભાત, રાળજ, કાવિઠા, વડવા, વીરસદ, કંસારી, ઉંદેલ, પેટલાદ, આણંદ, વસો, ખેડા, નડીયાદ, મુંબઇ, ઉત્તરસંડા, વવાણિયા, વઢવાણ, અમદાવાદ આદિ સ્થળોએ પરમ સત્સંગ ઉપામ્યો હતો. શ્રી વવાણિયા જીજીબેનના લગ્નપ્રસંગ પર ગયા હતા, ત્યાં શોધ કરતા ૫. કૃ.ના હસ્તાક્ષરનું કેટલુંક લખાણ પુષ્પમાળા વિગેરે જુના કાગળના કોથળામાંથી પૂઅંબાલાલભાઇના હાથમાં આવ્યું હતું. પુષ્પમાળામાં પ.કૃ.દેવે જગઉધ્ધારનું મહાન કાર્ય કર્યું છે. તો શ્રી વચનામૃતજી ૩૭૭માં જ્ઞાનીની દશા વિષે વિસ્તારથી ક.દેવે સ્વાનુભવ પ્રકાશ્યો છે. તેવી અત્યંતર ઉત્કૃષ્ટ આત્માકારતાનું પ્રગટ દર્શન ઉત્તરસંડામાં શ્રી પ.કૃ.દેવે કરાવ્યું હતું. “..નિરાશ્રય એવા જ્ઞાનીને બધુંય સમ છે, અથવા જ્ઞાની સહજ પરિણામી છે, સહજસ્વરૂપી છે, સહજપણે સ્થિત છે, સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે.” તેવી જ વીતરાગ દશાનું ૫. અંબાલાલભાઇને શ્રી ઉત્તરસંડામાં ૫. ક. દેવે શ્રી જિનકલ્પીવતું, વિચરતા ભગવાનની ચર્યાનું સાક્ષાત્ દર્શન આપ્યું છે. “–આત્યંતર ભાન અવધૂત, વિદેહીવત્ જિનકલ્પીવતું, સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત, નિજસ્વભાવના ભાન સહિત, અવધૂવત્ વિદેહીવત્ જિનકલ્પીવત્ વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ.” પાન નં. ૮૨૯ ૫. કે. દેવને જે સર્વસંગ પરિત્યાગ કરીને વીતરાગનો મુળમાર્ગ પ્રકાશવો હતો તેમાં તેઓશ્રી અગ્રેસરરૂપ હતા. સં. ૧૯૫૨ માં વ્યાપાર સંકેલી ત્યાગની તૈયારી પણ કરી લીધી હતી. કેમકે ૫, ક દેવે કાવિઠામાં મહુડીના કૂવે બપોરે બે વાગ્યે પૂ. અંબાલાલભાઇને લઇ જઈ ભલામણ કરેલી કે ક્યારે વનવાસ લઇએ તે કહી શકાય નહીં; માટે ભેઠ બાંધીને તારે તૈયાર રહેવું, અને બધા મુમુક્ષુઓને કહેવું કે આનંદઘનજીની જેમ અવધૂતપણે આ પુરુષ ચાલી નીકળે ત્યારે બધાએ ઘર છોડી ચાલી નીકળવું. આમ નિગ્રંથ માર્ગ તેમના રૂંવે રૂંવે વસ્યો હતો. “ક્યારે થઇશું બાહ્યાંતર નિગ્રંથ જો’’. આ અપૂર્વ અવસરની ભાવના તેઓના અંતરમાં જાગૃત હતી. - તેઓ સ્વાધ્યાય-ધ્યાનમાં અપ્રમાદી હતા. સત્સંગમાંથી આવીને રાતના મોડી રાત સુધી જાગીને કંઇ વાંચતા કે લખતા જ હોય. મુમુક્ષુઓ પર કૃ. દેવના બોધ-પત્રો આવેલા હોય તે મૂળ પત્રો મંગાવી લઇ, પ્રભુની આજ્ઞાથી તેના ઉતારા કરી લેતા. અને શ્રી કુંવરજીભાઇ વિ. જે મુમુક્ષુ પિપાસાથી માગણી કરે તેને કૃ. દેવની (વ. ૬૫૮માં) આજ્ઞા પ્રમાણે વાંચવા માટે મોકલી આપતા. તે ઉપરાંત સંસ્કૃત, માગધિ, હિન્દી આદિ પુસ્તકોની પ્રત કરવા કૃ.દેવ અંબાલાલભાઇને મોકલતા. તે મુજબ તેઓશ્રી તેના ઉતારા કરી જણાવેલ યોગ્ય મુમુક્ષુઓને અધ્યયનમનન અર્થે મોકલી આપતા. આવા કાર્યદક્ષ છતાં માન, મોટાઇ તેઓમાં જોવા ન મળતાં. બધા પ્રતિ નમ્રતા દાખવતા.
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy