________________
Sિ SYS S S સત્સંગ-સંજીવની (SSSSSSSSS ()
પરમકૃપાળુ કૃપાળુપ્રભુ શ્રી -
પરમકપામય પત્ર મળ્યું. વાંચી અત્યાનંદ સાથે દર્શન જેટલો હર્ષ ઉત્પન્ન થયો છે. માતુશ્રીના શરીરે ઠીક રહેવાના ખબર સાંભળી સંતોષ થયો છે.
પરમકૃપાળુ નાથ શ્રી, અત્રે આવ્યા પછી બે દિવસ તો કાંઇ લાગ્યું નહીં. અને સામાન્યપણે ઉપાધિ અધિકપણે પ્રવર્તી, તેથી વિયોગનું દુ:ખ સમજાયું નહીં. હવે તો આપ કૃપાળુશ્રીની સુખાસને-સમચોરસપણે બેસવાની સ્થિતિ, અલૌકિક મુખમુદ્રા, ચાલવા વિચરવાની સ્થિતિ, અલૌકિક ભાષા અને સ્થિતિ થયેલી ભૂમિની દશાનો વિચાર દ્ધયથી જરાવાર ખસતો નથી અને તેથી વિયોગનું દુ:ખ અત્યંતપણે પીડે છે. તે કંઈ લખી શકાય તેમ નથી. તેમ કોઇને કહેવાય તેમ નથી. આથી જો હું પ્રભુની સાથે રહ્યો હોત તો પરમ ભાગ્યવંત માતા પિતાના દર્શનનો લાભ પામત. અને પરમોત્કૃષ્ટ કલ્પદ્રુમની છાયા નીચે રહી શીતળપણે આનંદમાં લહેર કરત. પણ તે વિચાર તો આ દુષ્ટના હિતાર્થે પ્રભુએ પણ કર્યો નહીં. હે પ્રભુ ! સામાન્ય મનુષ્યને પણ પ્રેમ ઉપજાવે એવી અપૂર્વવાણી આપ કૃપાળુશ્રી ના દયમાં ઘડી કોણે ? અને એજ આપ કૃપાળુનું પરમાત્મપણું અને અલૌકિકપણું પ્રગટ અનુભવ આપે છે. હે નાથ ! આપ કૃપાનાથશ્રીએ તો આ અનાથ પામર પર અત્યંત ઉપકાર કર્યો છે. જેમ કોઈ સમુદ્રના વિષે પડેલી વસ્તુ નીચે ઉતરી કોઇ શોધીને બહાર આપે તેમ આ દુષ્ટના અનેક દોષો મૂળમાંથી કાઢીને આ પામરના હાથમાં પ્રગટપણે બતાવ્યા છે. કે જે આ દુષ્ટના પણ જાણવામાં નહીં હતા. એ મહત્ ઉપકારનો બદલો આ અનાથ શી રીતે વાળી શકે ? અનંત કાળ આપ કૃપાળુના દાસનો દાસ થઇ રહું તોપણ એક અલ્પ માત્ર છે. ત્યાં બીજો બદલો શું કહું ?
- હે કૃપાળુ નાથ ? આપ પરમ દયાળુ નાથની મારા પ્રત્યે સદા કૃપા વર્તો, દયા વર્તો અને અમી દષ્ટિ રહો. એજ વારંવાર માંગું છું. શ્રી કલ્યાણ મસ્તુ. છોરૂ યોગ્ય કામ સેવા ઇચ્છું છું.
પુ. શ્રી માણેકલાલ ઘેલાભાઇ તરફથી આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રથમના બે શ્લોકોનો વિશેષાર્થ પાંચ કાગળમાં અપૂર્ણ સ્થિતિએ ઉતારીને અત્રે આવ્યા છે. તેમાં બીજું કાંઇ લખ્યું નથી, તેથી તે કાગળો મૂળ ગામથી મુંબઇ થઇને આવ્યા હોય એમ લાગે છે. એકાદ બે દિવસમાં બીજા પત્રો આવવાની રાહ જોઉં છું, તે આવ્યથી સઘળા પત્રો પરમ કૃપાળુ નાથની પવિત્ર સેવામાં બીડી આપીશ. એજ. અલ્પજ્ઞ છોરૂ અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર પ્રાપ્ત થાય.
પત્ર-૨૩
ખંભાત
કારતક વદ ૫, બુધ, ૧૯૫૩ વવાણીયા શ્રીમદ્ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીને ત્રિકાળ નમસ્કાર. પરમકૃપાળુ શ્રી સહજાત્મ સ્વરૂપ સ્વામીજીની ચરણ સેવામાં. સ્થંભતીર્થથી અલ્પજ્ઞ છોરૂ દીનદાસ અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર પ્રાપ્ત થાય. પરમકૃપાળુ નાથશ્રીનો પરમકૃપામય ભરેલો પવિત્ર પત્ર પ્રાપ્ત થયો છે. તે વાંચી પરમ આનંદ કૃપાનુગ્રહથી