SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ O RERS સત્સંગ-સંજીવની હSREERS Rછે ) છે. જેમ નિદ્રા દેખાતી નથી પણ નિદ્રા આવે છે. એ જે અનુભવ છે તેમ આત્મા અનુભવાય છે, દેખાતો નથી. પછી પૂછયું કે આત્મા કેમ પમાય ? ત્યારે એકદમ કૃપાનાથે પગપર પગ ચડાવી પદ્માસન કરીને યોગમુદ્રામાં સ્થિર થઇ ગયા. તે વખતની કૃપાનાથની મુદ્રા તો કોઇ ઓર જ થઇ ગઇ. કેવળ આત્મારૂપ સ્થિતિ થઇ ગઇ હતી. પછી કેટલીક વાર પછી પગ છૂટા કરી કહ્યું કે - “આત્મા આમ પમાય.’ એકવાર ગોધાવીવાળા વનમાળીભાઇએ શ્રીમુખ પાસેથી અસગુરૂના બોલાવ્યા વિના બોલવું નહીં એ નિયમ લીધો હતો. તે ભાઇ બહુ પવિત્ર હતા. સરળ અને ભદ્રિક હતા. તેમને બોધનું કારણ પૂ. શ્રી અંબાલાલભાઇથી થયું હતું. તેઓ પ્રથમ સંસારિક કામોથી ખંભાત પધાર્યા હતા. તેમને શ્રી અંબાલાલભાઇના સમાગમથી કૃપાળુદેવના દર્શનનો લાભ મળ્યો હતો. શ્રી અંબાલાલભાઇમાં ઉદારતાનો ગુણ સારો હતો. અને શ્રી કૃપાનાથના સમાગમથી તેમની પણ દશા અદ્ભુત વર્તતી હતી. શ્રી કૃદેવની ભક્તિ તેમણે અનન્ય કરી હતી. જેમ પતિવ્રતા સ્ત્રી ભક્તિ કરે એવી અખંડ વિનયથી ભક્તિ સેવા કરતા હતા. નિદ્રા પણ કરે નહિં. પાંગથે રાતના બેસતા હતા, અને પગ તળોસતા હતા. ત્યાંના ત્યાંજ સૂઈ રહેતા. તેમનામાં વિનયગુણ અનન્ય હતો. રસોઇ પણ પોતે કરતા હતા. તેમનામાં રસોઇની આવડત પણ વિશેષ હતી. તે પવિત્રભાઇ પણ જન્મથી રૂડા આચરણવાળા હતા. કૃપાળુ દેવના પરમ ભક્ત, દયાળુ અને ઘણાજ નમ્ર સ્વભાવવાળા હતા. શ્રી અંબાલાલભાઇનું ચિત્ત શ્રી નગીનભાઇ પ્રત્યે વિશેષ મળેલું હતું. એમના સમાગમમાં બેસી કેટલીક વાતો કરતા હતા. કાળ દોષે કરીને બન્ને પવિત્ર આત્માનો વિયોગ થયો છે. શ્રી અંબાલાલભાઇ એકાંતવાસમાં ઊઠતા બેસતા હતા. સં. ૧૯૫૦માં ભાઇ છોટાલાલ ઘણું કરી મુંબઇ ગયા હતા. ત્યારે એક અવસરે હરતા ફરતા ૫. કૃપાળુદેવ એક એવી ધુનની ગાથા બોલતા હતા કે “ચૈતન્યભાવ તે ચૈતન્ય..આ ગાથા શ્રી યશોવિજયજી કૃત ગુણ પર્યાયના રાસમાં છે. એક વખત શ્રી નવકારની ગાથા શ્રી સમયસાર નાટકમાં છે તે બોલતા હતા. - એક વખત શ્રી માકુભાઇએ વેપારમાં રૂા. ૧OO આશરે નફો કર્યો હતો. તેને કૃપાનાથે પૂછયું કે કેમ કર્યું ? તેમાં સહેજ અનીતિ થઇ હતી તેમાટે માકુભાઇને ઠપકો આપ્યો હતો. અને કહ્યું કે “તે પૈસા ગટરમાં નાંખવા હતા.” કચરો ભેગો કચરો પણ આમ અનીતિ કેમ થાય ઇત્યાદિ કહ્યું હતું. એક વખતે સાંજના જમવા બેઠા હતા, દિવસ થોડો રહ્યો તે વખતે માકુભાઇ જમવા બેઠા એટલે માકુભાઇ બહુ ઉતાવળ કરે અને ઝટ ઝટ જમે તે વખતે શ્રી કૃપાનાથ બોલ્યા કે, “નાતમાં ઢેડા પડ્યા” એવી કહેવત બોલ્યા. એક વખત જમીને ઊડ્યા પછી મુખવાસ ખાધા પછી બધા બેઠા હતા તે વખતે રસોડામાં એકદમ કોલાહલ થયો એટલે માકુંભાઇ વિ. ઊઠ્યા. રસોઇયાએ એક ઘાટીને માર્યો હતો ને તેનો પગ ભાંગ્યો હતો અને લોહી નિકળ્યું એટલે સાહેબજીએ કહ્યું કે એ દુષ્ટ અહિંથી જતો રહે.” તે પછી તે તુરતજ જતો રહ્યો. તેવામાં બીજા ઘાટીઓ એકદમ દોડ્યા આવ્યાને તે બામણને ખોળે પણ તે જતો રહ્યો હતો. પછી સાહેબજી દુકાને પધાર્યા હતા. અને મને કહ્યું કે અમે રસોઇયા ઉપર ક્રોધ કેમ કર્યો હશે ? મેં કહ્યું કે મને ખબર નથી. પછી પોતે જણાવ્યું કે- “જો તે વખતે તેને વિદાય કર્યો ન હોત તો ઘાટી લોકો તેને મારી નાખે એવા જોસમાં હતા. તેથી અમે આકરા શબ્દથી તેને જતા રહેવાનું કહ્યું હતું. મને તે વખતે તેઓશ્રીનો આશય અદ્ભુત લાગ્યો હતો. એક વખતે ઘાટીનો છોકરો પ્રાણજીવનદાસ ડૉ. ના ઘોડાને ખવડાવવા ચણા હંમેશા લઇ જતો તેમાંથી કાઢી લેતો. તે વાત ડૉ.ને કોઈકે કહી. તે વખત સાંજનો સમય હતો, ડોકટર તેને મારતા હતા તે વખતે શ્રી કૃપાનાથે ૧૨૫
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy