SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ HERE IS સત્સંગ-સંજીવની ) તેમાં અમોને શું પૂછો છો. જે ઉત્તર તો તમારે પરભારો આપવો જોઇતો હતો. “સપુરૂષ અન્યાય કરશે તો આ આ જગતમાં વરસાદ કોના માટે વરસશે ? સૂર્ય કોના માટે ઊગશે ? વાયુ કોના માટે વાશે” વગર પૂછે સમજી લેવું કે સત્પરૂષો કદી અન્યાય કરે નહીં. શ્રી અંબાલાલભાઇનો વિનય જોઇને મુમુક્ષુઓમાં માંહોમાંહે જગતમાં બીજે સ્થળે ન મળે તેવો ભક્તિભાવ રહેતો હતો. ઘણા પ્રેમભાવથી મુમુક્ષુ એક બીજાને ચાહતા હતા. અંબાલાલભાઇના પ્રતાપથી મુમુક્ષુમાં વિનય ગુણના બીજ રોપાયેલ, ગુજરાતમાં ચાલુ છે. આ સં. ૧૯૫૨ માં કાવિઠા પધારેલા, એક અવસરે શ્રી કૃપાનાથ એક વૃક્ષ નીચે બિરાજ્યા. ત્યાં એક વૃધ્ધ પાટીદારે પૂછયું કે હે કૃપાનાથ મેં સાંભળ્યું છે કે આગળ સત્યુગમાં સુદર્શનચક્ર ફરતું. તે કળિયુગમાં તો દેખાતું નથી. ત્યારે શ્રી કૃ.ભગવાને કહ્યું કે સયુગમાં સારા આચરણવાળા જીવો ઘણા હતા, જેમ કુટુંબમાં વા ખડકીમાં સારા મનુષ્યો હોય અને કોઇ કોઇ માઠા આચરણવાળા હોય, તેવી રીતે છે. કૃદેવનો બોધ સાંભળી પટેલ ઘણું હર્ષ પામતો હતો. પટેલે ફરીથી પૂછયું - હે ભગવાન, આ પેટ ન હોત તો બહુ સારું થાત. કૃપાનાથે કહ્યું - પેટનો કંઇ વાંક નથી, જેમ તમારા હાથમાં લાકડી છે પણ તે લાકડીથી તમે કુતરા વિગેરેને મારો તો તેથી તમને દોષ લાગે તેમાં લાકડીનો વાંક નથી. તમે તેનો અવળો ઉપયોગ કર્યો. તેમ પેટ તો મળ્યું છે પણ તે પેટ ભરવાની રીતિએ ચાલે તો દુ:ખ નથી. પણ સાધનરૂપ છે. ત્યાર પછી તે ભાઇએ પૂછયું કે હે કૃપાનાથ, કળિયુગ એટલે શું? અને | સત્યુગ તે શું ? શ્રી કૃ. ભગવાને કહ્યું કે એક ગામમાં ખેતર ખોદતાં ધન નીકળ્યું. તે લઇ તે ખેડુતે વેચનાર ધણી (VI પાસે જઈ કહ્યું કે મેં મફત જમીન લીધી છે એટલે આ ધન તમારૂં છે. ત્યારે તો તે વેચનાર ધણીએ કીધું કે મેં તો બધું યે તમને સુપ્રત કર્યું માટે મારે લેવા દેવા નથી. પછી બંને રાજા પાસે ગયા. અને તે ધન લેવા વિનંતી કરી. પણ રાજાએ તે ધન લેવા ના પાડી અને કહ્યું કે તમે કાલે આવજો. બીજે દિવસે કળિયુગ બેસવાનો હતો એટલે રાત્રે ત્રણેયની વૃત્તિ ફરી ગઈ, ખેતર વેચનારે વિચાર કર્યો કે મારે જ તે ધન લેવું જોઇએ કારણ ખેતર મારૂં છે. લેનાર ધણીએ વિચાર્યું કે હવે હું તેને શેનો આપું. રાજાએ વિચાર્યું કે મને ધન સામેથી આપવા આવે છે તો શા માટે ન લેવું ? એમ ત્રણેની વૃત્તિ ફરી ગઇ. માટે સત્યુગ ને કળિયુગમાં આ ફેર છે. આ અને બીજા પણ દૃષ્ટાંત આપતા હતા. તે મને સ્મૃતિમાં નથી. કાવિઠામાં શ્રી કૃપાનાથ ઠાણાંગસૂત્ર વાંચતા હતા. થોડા વખતમાં ઘણા પાના ફેરવી જતા હતા છતાં બીજાને બરાબર સમજણ પડતી હતી. બપોરના આત્માનુશાસન વાંચતા હતા અને કહેતા કે શ્રી ‘ગુણભદ્રસ્વામી તે ગુણભદ્ર જ છે.” એમ કર્તાપુરૂષની શ્રીમુખે સ્તુતિ થઇ હતી. પેટલાદના સંન્યાસી શ્રી કૃપાનાથ પાસે આવતા હતા. તેને હુકો - બીડી પીવાની ટેવ હતી. ક.દેવે તે વ્યસનનું તુચ્છપણું તેને સમજાવ્યું હતું. તેથી એમણે બેઉ વ્યસન તરત છોડી દીધાં હતાં. - એક અવસરે બોરસદથી કેટલીક જૈન બહેનો દર્શન કરવા માટે આવી હતી. તેમને શ્રી કૃ. દેવને પૂછયું કે સાહેબજી, અમારું કલ્યાણ કેવી રીતે થાય ? કૃપાનાથે કહ્યું કે - તમારે તો ઘણું સહેલું છે. તમારે પુરૂષની પેઠે કમાવાની કે લેવડ - દેવડની તોડ નથી, હુંડી બીડવાની તોડ પણ નથી, વાયદો થયો માટે આપવા જવું, લેવા જવું, માલ વેચવો, તેના પૈસા છૂટા કરવા વિ. તમારે કંઇ તોડ નથી. પરંતુ જીવ વિકથામાં પડી જઇ બીજી વૃત્તિએ ચડી જાય છે. બાકી તમારે તો ઘણું સહેલું છે. એક વખતે પૂછયું કે સાહેબજી, આત્મા તો દેખાતો નથી માટે આત્મા કયાં છે ? ત્યારે શ્રી ક.દેવે કહ્યું iYi - ભૂખ લાગે છે તે દેખાય છે ? ત્યારે તેને કહ્યું ભૂખ દેખાતી નથી પણ લાગે છે. ત્યારે કૃપાનાથે કહ્યું - આત્મા ૧૨૪
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy