________________
GRESS સત્સંગ-સંજીવની GDRS SMS ()
અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના સવિનય વિધિપૂર્વક નમસ્કાર પ્રાપ્ત થાય.
આ છે પત્ર-૩૨
ખંભાત
વૈશાખ વદ ૮, શનિ, ૧૯૫૩ મુ. ઇડર શ્રીમદ્ સદ્ગુરુદેવ ચરણાય નમઃ
પરમકૃપાળુ નાથ, પરોપકારી, સર્વજ્ઞ, પ્રભુજી શ્રીમદ્ શ્રી સદ્ગુરુદેવ સહજાત્મસ્વરૂપ પ્રભુજીની સેવામાં. ઇડર પત્ર પ્રથમ એક પરમ પવિત્ર શુભ ચરણ સેવામાં લખ્યો છે, તે પ્રાપ્ત થયો હશે. આ સાથે પવિત્ર મુનિશ્રી લલ્લુજીનો પત્ર ચરણસેવામાં મોકલ્યો છે. પત્રોની પહોંચ ઇચ્છું છું.
મુનિશ્રીના લખવા પ્રમાણે એક પુસ્તક પ્રથમ થોડા ઉપદેશ પત્રોનું ઉતારેલ તે, શ્રી વટામણ મુકેલ, તે ધણીએ ઉતારો કરી લીધો હોય એમ મુનિના પત્રથી જણાય છે. તે વાત મુનિએ પ્રથમ મને જણાવી નથી. તેમ હાલ ત્રણ ચાર વર્ષ થયાં, વટામણ તેમનું પધારવું થયું નહોતું, હવે તે પત્રાદિ ઉતારી લીધેલ પાછું મેળવવા મુનિને જણાવ્યું છે.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર કોઇના હાથમાં ગયું હોય, એ કંઇ સમજાતું નથી. તો સેવક જાણવાને ઇચ્છે છે.
હે પ્રભુ! આ દુષ્ટ પરિણામી જીવે તો અત્યાર સુધી જે જે પ્રકાર કર્યા, તે તે સૌ બંધાવાના કર્યા છે. અથવા કાંઇ વૃત્તિનો ઉપશમ કર્યો હશે તે પણ ઢોંગથી જ કર્યો હોય એમ લાગે છે. કારણ કે અવ્યક્તપણે રહેલી મારી જે અનંત પ્રકારની ભાવના, તે તો હજુ નિવૃત્ત થઇ નથી. લવણ સમુદ્રનું પાણી પીવું તો નથી. તેમ આ દેહે પ્રાપ્ત થાય તેમ જણાતું નથી. છતાં તેનો પણ મેં ત્યાગ કર્યો નથી. અને તેવી રીતે તો આ સર્વ લોકના સઘળા પુદ્ગલ પરમાણુંને ભેગા કરી રાખી અથવા ઇચ્છીને જ મેં મોક્ષની ઇચ્છા રાખી છે. તે તે ઇચ્છા મૂકાય, તેનું નામ મોક્ષ એમ આપ કૃપાળુનાથના શ્રી મુખેથી શ્રવણ કર્યું છે. અને મેં તો તે તે ઇચ્છા રાખીને મોક્ષેચ્છા કરી છે. એવો તો મારા જેવો દુષ્ટમાં દુષ્ટ અધમમાં અધમ બીજો કયો હશે ? હે પ્રભુ ! મેં તો આપ કૃપાળુદેવની અનંત કરૂણા ભરેલી કૃપાને બટ્ટો લગાડવાનો જ યોગ કર્યો છે. મારા જેવા અલ્પજ્ઞને આપ સર્વશની અનંત કૃપા ક્યાંથી ફળીભૂત થાય. અને હું જે અલ્પજ્ઞપણું આજ સુધી સમજતો હતો તે એક વચનને ચોરી લઈને જણાવતો હતો. અને મારું જે અલ્પશપણું તે અલ્પશપણું જ છે. અલ્પજ્ઞમાં અલ્પજ્ઞ તેવો તો હું જ છું. હે પ્રભુ, આપ પરમ કૃપાળુનાથની કૃપા વિના મારી અનંત પ્રકારની ભૂલો કોણ બતાવે ? અને તે તે ભૂલો બતાવવામાં મહદ્ ઉપકાર આપ દયાળુશ્રીનો મારાથી શી રીતે વળી શકે ?
હે પ્રભુ ! આ દીનને એક ઘર કે બે ઘર કે અમુક ઘરથી જ વર્તમાન દશાએ નિર્વાહ થઇ શકે એમ છે. છતાં અવ્યકતપણે રહેલી મારી જે આખી સૃષ્ટિના રાજ્યની ઇચ્છા નિવૃત્ત થઈ હોય એમ મને લાગતું નથી. કદાપિ અપ્રાપ્ત પદાર્થની મારી ઇચ્છા કેમ હોય તો અપ્રાપ્ત પદાર્થ પ્રત્યે રહેલી જે મારી ઇચ્છા, અવ્યક્ત ભાવના તે નિવૃત્ત થવા મને અહોરાત્ર તે અપ્રાપ્ત પદાર્થ પ્રત્યે વૈરાગ્ય, ઉપશમ રહેવો જોઇએ. અને તેવું વૈરાગ્ય ઉપશમનું બળ મને થયું હોય તેમ જણાતું નથી. સર્પને વિષે પ્રતિત થયેલું ઝેર અત્યારે મને અનુભવમાં આવેલ છે. તો તે પ્રાપ્ત કરવાની મારી ઇચ્છા થાય નહીં, તેમ અપ્રાપ્ત પદાર્થ પ્રત્યે અહોરાત્ર વૈરાગ્ય, ઉપશમનું બળ વર્ધમાન
૩૭