________________
{} સત્સંગ-સંજીવની
આવતાં કારણોને પણ ટાળી શક્તો નથી. એ જાણી જોઇ અને સમજ્યા છતાં પુરૂષાર્થહીન રહે છે તે વિચારતાં ખેદ બહુ રહ્યા કરે છે. માત્ર આપ આ વખતે અનુગ્રહ કરી દર્શન આપી કરૂણા કરશોજી. તો જ હું ભવાબ્ધિમાંથી તરવાનો પુરૂષાર્થ કરવા શક્તિમાન થઇશ. હું અયોગ્ય છું તો પણ દીન બાળક જાણી કરૂણા કરશોજી.
કૃપાળુનાથશ્રીનું ચિત્રપટ મારા પૂજ્ય બંધુ શ્રી અંબાલાલભાઇ પાસે મેં માંગેલ હતું પણ આપ પ્રભુશ્રીની આજ્ઞા ઉપર તેમનો આધાર જણાવ્યો છે. માટે હે નાથ, આપ કૃપા કરી યોગ્ય લાગે તો તે ચિત્રપટ માંહેલું એક મને મોકલવા ભાઇશ્રીને આજ્ઞા કરશો. સર્વજ્ઞ પિતાશ્રીજી પાસે હશે તો દર્શન થશે, તો ભયથી કંપી, આ જીવ જરા સતમાર્ગ તરફ જોશે ને જોશે. અને કૃપાળુશ્રીના ચરણાર્વિંદનું ધ્યાન ધરશે. પ્રત્યુત્તરની કરૂણા યાચું છું.
લિ. સેવક સુખલાલ
(જવાબ વ. ૭૩૩)
પૂ. શ્રી મનસુખભાઇ રવજીભાઇનો પત્ર
પત્ર-૮૩
115329 વવાણિયા
સહજાત્મસ્વરૂપ શ્રી સદ્ગુરૂને ત્રિકાળ નમસ્કાર હો.
પરમ પૂજ્ય પરમ કૃપાળુ નાથશ્રીની પવિત્ર સેવામાં -
આપનું કૃપા પત્ર ૧ આજે પહોંચ્યું છે. અત્રે આપની કૃપાથી સુખવૃત્તિ છે. મારૂં આરોગ્ય સુધરતું જાય છે. સોસાયટીના સંબંધમાં આપે કૃપા કરી પૂછાવ્યું. તેને માટે હે નાથ ! આપનો ઉપકાર થયો. પારસીને રાખ્યા પછી શું શું કામ થયું છે તેને માટે મેં ભાઇ અમરચંદને ગઇ પરમ દિને પૂછાવ્યું છે. તેનો જવાબ આવ્યેથી હું આપની સેવામાં વિદિત કરીશ. હું અહીં આવ્યો ત્યારે દેખરેખનું કામ ભાઇ અમરચંદને આપીને આવ્યો હતો. કામ બરાબર મહેનત લઇને કરવાનું બને તો પારસીના ઉપયોગમાં એ આવે. પણ મહેનત લઇને કરનારની ખામી છે. મારા મનમાં અહરનીશ એ જ માટેનો વિચાર રહ્યા કરે છે. આપ કૃપાળુથી અજાણ્યું નથી. આપની આજ્ઞાનુસાર પુસ્તકો વાંચવા વિચારવાનું રાખું છું. મારી પાસે જે પુસ્તકો છે તે વાંચું છું. ત્યારે ઘણી જ તેમાં અદ્ભુતતા લાગે છે. અને તે વખતે મનને પશ્ચાત્તાપ થાય છે કે મારા પુન્યના યોગે આપ કૃપાળુદેવનો આશ્રય મળ્યો છે છતાં તેનો ઉપયોગ કરતો નથી. તો મારા જેવો બીજો કોઇ મૂર્ખ નથી, અજ્ઞાની નથી. પણ આ વિચાર કર્મની બાહુલ્યતાને લીધે ક્ષણવાર થઇ પાછો મંદ થઇ જાય છે. ઘણી વેળાએ મારા પરમપૂજ્ય શ્રી સોભાગ્યભાઇ સાહેબના ઉત્તમ ગુણો અને ભક્તિ સ્મૃતિમાં આવે છે અને તે વખતે વિચાર થાય છે જે તેમના કરતાં મારે, મારામાં કેટલા ભક્તિભાવ ઉત્પન્ન કરવાની જરૂર છે. છતાં હું મૂર્ખ અજ્ઞાનતાને લીધે આંખ ઉઘાડી જોતો નથી. હે નાથ ! કૃપાળુ નાથ ! આ વિચાર ક્ષણવાર રહે છે. તેનું કારણ જીવને કોઇ કોઇ વખતે એવો સંશય થઇ આવે છે કે પુનર્જન્મ હશે કે નહિં ! આ અલ્પજ્ઞનો આ સંશય ટળે એવું પુસ્તક વાંચવાનું જણાવવામાં આવે તો મારૂં કામ થાય.
HEP 5K 147
RIFIP JPS FIRED
શ્રી સ્થંભતીર્થવાસી ભાઇઓની ભક્તિ સ્મૃતિમાં લાવી વખતોવખત મનને ઠપકો આપું છું. હે નાથ, હંમેશા મારામાં એવી ભક્તિ રહેવા માટે કંઇ નિત્ય ક્રમની મને જરૂર જણાય છે, તો કેવી રીતે મારે વર્તવું એની આજ્ઞા થાય તો મારૂં કલ્યાણ થાય. એવો રસ્તો મને સૂઝે.
૮૭
S