SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ - સત્સંગ-સંજીવની મારા પિતાશ્રીને સાહેબજીએ બાર વ્રતનું સ્વરૂપ કહી સંભળાવ્યું હતું ને પછી કીધું કે “આ જે બે આર્ય શ્રી સૌભાગ્ય ને શ્રી ડુંગરશી છે તે સુધર્માસ્વામિ અને શ્રી ગૌતમસ્વામિ જેવા છે.’’ મને તે વખતે ગુમડાની વ્યાધિ હતી. તેથી અમુક અમુક વખતે અંતરાય પડતી હતી. તે વખતમાં જે જે બોધ થયેલ હતો તે શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતમાં છપાયેલ છે. હું અને બીજા ભાઇઓ ઊભા ઊભા નમસ્કાર કરતા હતા. ત્યારે સાહેબજીએ અમોને કહ્યું કે વંદના કરૂં છું એમ ઉભડકપણું શું રાખો છો ? ઇત્યાદિક કહ્યું હતું. RAP I-SICUS SPIK જે અમારી ભૂલ ટાળવાને અર્થે કહ્યું હતું પણ મને બરોબર સ્મૃતિમાં નથી. ત્યાર પછીથી નીચા નમીને ત્રણ વખત નમસ્કાર કર્યા હતા. ખંભાતવાળા પ્રેમચંદ દેવચંદ તપાધર્મમાં પ્રવિણ હતા. તેઓ સાહેબજી પાસે ૨૫ પ્રશ્ન પૂછવાની ઇચ્છાએ આવ્યા હતા તે વખતે સાહેબજી ધર્મ સંબંધી બોધ કરતા હતા. તેમાં તે ૨૫ પ્રશ્નોનું સમાધાન થયું હતું. સાહેબજીને તે પ્રશ્નો તેઓએ પૂછયા નોતા છતાં તેમની મનની શંકાઓ દૂર કરી હતી. પછી પ્રશ્નો પૂછવા । આવેલા તેઓ ઘણો જ આનંદ પામ્યા. અને કીધું કે અહો ! તમે અમારા મનની સઘળી વાતો જાણી. આપને ધન્ય છે. સં. ૧૯૪૮ ની સાલમાં હું તથા મારા ભાઇ છોટાભાઇ અમો કાપડ લેવા સારૂં મુંબઇ ગયા હતા. ત્યાં અમારે સાહેબજીનો સમાગમ થયો હતો. એક વખત સાહેબજી તથા હું રસ્તે થઇ જતા હતા. રસ્તામાં એક ઉંદર જતો સાહેબજીની નજરે પડ્યો, તરત જ સાહેબજી ધસ્યા ધસ્યા તે ઉંદર પાસે જઇ પહોંચ્યા ને ઉંદરને છત્રીએ ચડાવીને કોરાણે મુકી દીધો. હું સાહેબજીની પાછળ રહી ગયો પછી મારા જાણવામાં આવ્યું હતું. મેં વિચાર કર્યો કે સાહેબજીમાં કેટલી બધી ઉત્તમ દયા છે. એક વખત રસ્તામાં જતાં સાહેબજીએ મને કીધું કે ‘‘અમે ભીખારી કરશું તો કેમ ?’’ વળી કહ્યું કે ‘“મુમુક્ષુએ મુમુક્ષુને આ દેહ અર્પણ કરવા સુધીમાં અડચણ ગણવી નહીં.’’ એક વખત સાહેબજી તથા હું સાથે ફરવા ગયા હતા, પછી ત્યાં બેઠા. સાહેબજીએ બેઠા બેઠા મને કીધું કે ‘‘શ્રી મહાવીર સ્વામી શરીરે પાતળા હતા, અને તે કાંકરામાં બેસતા હતા.’’ એક વખતે મારા ભાઇ છોટાભાઇએ મને કીધું કે સાહેબજી સિદ્ધાંત વાંચવાની આજ્ઞા આપે તો ઠીક, મેં સાહેબજીને ખાનગી રીતે વાત કરી. સાહેબજીએ કીધું. કે “ઝેર રૂપે પરિણમશે.'' તે વખતમાં જે જે બોધ થતો હતો અને અમોને આનંદ થતો હતો તે બોધ હું પત્ર દ્વારા શ્રી અંબાલાલભાઇને “લખી જણાવતો હતો એવું મને યાદ છે. એક વખતે સાહેબજી સાંજના ફરવા ગયા હતા. ત્યાં પછી બેઠા હતા. ત્યાં ગાંડાભાઇ, હું તથા બીજા ભાઇઓ હતા. તેવામાં ગામમાં ભૂંગળ વાગતી હતી. જે સાંભળી સાહેબજી બોલ્યા કે આ ભૂંગળ બરાબર વાગતી નથી. ગાંડાભાઇએ કીધું કે આ ગામમાં દરજી વગાડે છે. સાહેબજીએ કીધું કે તે તેના કુળનો અભ્યાસ નથી માટે તે તેને શોભતી નથી તેમજ આ આત્માને દેહ શોભતો નથી. ત્યાર પછી થોડીવાર પછી સાહેબજી બોલ્યા - ‘‘સયલ સંસારી ઇન્દ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કેવળ નિષ્કામી રે.'' ૧૨૦
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy