SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ O | સત્સંગ-સંજીવની ) ( કલ્યાણકારી થવું સંભવિત છે. લખેલા સર્વચનામૃતનું પુસ્તક દિન ૧૫ થયા, વીરમગામ ભાઇ સુખલાલને મોકલી આપ્યું છે, તે સ્ટેજે વિદિત થાય. અલ્પજ્ઞ મૂઢ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર. પત્ર-૧૭ સ્થંભ તીર્થ બીજા જેઠ સુદ ૧૫, શુક્ર, ૧૯૫૨ શ્રી સદગુરુ શરણં મમ શ્રીમાન પરમ પુરુષોત્તમ, પરમોપકારી, પરમકૃપાવંત, પરમ દયાવંત, અનાથના નાથ, સર્વોત્તમ ઉપકારી, શ્રી સ૨ દયાળ પ્રભુજી શ્રી રાજચંદ્રજીશ્રીને ત્રિકાળ નમસ્કાર, સુખ સમાધિમાં બિરાજમાન હશોજી. જાણવા ઇચ્છું છું. પત્ર લાભ ઇચ્છું છું. પવિત્ર લાભ ઇચ્છું છું. પવિત્ર શ્રી લલ્લુજી મુનિ આજે સ્થાનકમાં પધાર્યા છે. શરીરે અશાતા વર્તે છે. સુજ્ઞ શ્રી કૃષ્ણદાસ આજે સવારના સ્વર્ગવાસ થયા છે. દેહથી રહિત થવાના પ્રસંગે મારું ત્યાં જવું બન્યું ન હતું. પણ પ્રથમ જણાવ્યું હતું કે શ્રી સદ્ગુરુ દયાળુશ્રીને તેડાવવાની આપની શી ઇચ્છા છે ? જવાબમાં તેણે કહ્યું કે અત્રે તેડાવવાની તસ્દી આપવી નથી. શ્રી સદ્ગુરુનું શરણ છે. તે મારું કલ્યાણ કરશે. પછી જણાવ્યું હતું કે એજ શરણું રાખવું અને એ જ ચિંતવન હૃદયના વિષે કર્યા જવું. | હે પ્રભુ! આ સંસારમાં અજ્ઞાન જેવો બીજો કોઈ રોગ નથી, એમ સ્પષ્ટ લાગે છે. સુજ્ઞ ભાઈ ખુશાલદાસના શરીરે એક માસ થયા ક્ષય રોગ વિશેષ પરિણમ્યો છે. તેમની વૃત્તિ ઠીક રહી છે. આપ સાહેબના પવિત્ર દર્શનની ઇચ્છા રાખે છે, અને સ્મરણ રાખ્યા કરે છે. નમસ્કાર લખવાનું કહેવાથી લખું છું............ .........ભાઈ નગીનના હસ્તનું લેખિત પત્ર મળ્યું હતું. હાલમાં સત્સમાગમ જોગ બનતો નથી. કારણ ભાઇ ખુશાલદાસ અસાધ્ય રોગનું વેદન કરે છે. આયુષ્ય સ્થિતિ હોય તો બચવા સંભવ છે. એમની સમીપમાં કીલાભાઈનું રહેવું થાય છે. અને તે સ્મરણ રહેવા વારંવાર જણાવે છે. આ લેખકને પણ એના દેહે, દેહનો ધર્મ બજાવ્યો છે, એટલે જ્વરાદિની ઉત્પત્તિ રહ્યા કરતી હતી, તે હાલ જરા વિશેષ રહે છે. મુનિસમાગમ વખતોવખત થાય છે. હે પ્રભુ ! દીન દયાળ, આ દેહમાં જે જે વખતે અશુભ કર્મો ઉદય આવે છે, તે તે વખતે જે કાંઇ પરેજી પળાય છે તેનું કારણ તેને દેહનો મોહ છે. પ્રત્યક્ષ એવો ભય રહે છે કે જે કાંઇ સ્નિગ્ધ અથવા ભારે પદાર્થ સેવવામાં આવશે તો તુરત તેનો અનુભવ દેહને થઇ શકશે, એવો એક ભય રહે છે, ને તે ભય શરીરના શાતા સુખના પ્રસંગે રહી શક્તો નથી. શાતાસુખના પ્રસંગે જે કાંઇ રસગારવાદિકે સ્વાદિષ્ટ પદાર્થો સેવાય છે તે આ દેહે અથવા બીજા દેહે ઉદય આવ્યે ભોગવવા પડશે એમ તો નિશ્ચય છે, પણ તેવો નિશ્ચય ટકી શકતો નથી. એ જ આ જીવનો દોષ છે. જે જીવો શાતા અશાતા બંને પ્રસંગોમાં ઉદય આવેલાં કર્મને સમ વિષમ રહિતપણે ભોગવી લે છે અને અશાતા પ્રસંગે જેવો અજ્ઞાનીને ભય રહે છે તેવો જ જેને ભયનો અનુભવ રહી શાતાદિક પ્રસંગે પણ સ્વાદાદિથી રહિતપણે પદાર્થો ભોગવે છે એવા પવિત્ર મહાત્મા પુરુષોને હું ત્રિકરણયોગથી નમસ્કાર કરું છું. ૨૪
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy