________________
S S SSS SS) સત્સંગ-સંજીવની CSR SISTERS ()
સામે જોશો નહીં. અને દોષ થયો હોય તેની આપશ્રી કૃપાનાથ પાસેથી ક્ષમા કરવા વિનંતી કરું છું. માટે ક્ષમા આપવા દયા કરશોજી.
લિ. અલ્પજ્ઞ અનાથ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર.
પત્ર-૧૬
ખંભાત
જયેષ્ટ સુદ ૫, ભોમ, ૧૯૫૨ અનન્ય શરણના આપનાર શ્રીમાન પ્રભુજી શ્રી રાજચંદ્રજી શરણં મમ પરમકૃપાળુ કૃપાનાથ શ્રીમાન પરમ પુરુષોત્તમ શ્રી રાજચંદ્રજી સદ્ગુરૂદેવને ત્રિકાળ નમસ્કાર.
પરમ પવિત્ર કપામય પત્ર ૧ (વ. ૬૯૦) રવિવારે તથા કપાભરેલું સક્ષત્ર ૧ (વ. ૬૯૨) સોમવારે એ રીતે બે પત્ર પ્રાપ્ત થયાં છે. વાંચી સહર્ષ અતિ આનંદ થયો છે. પ્રથમનો પત્ર ભાઇ છોટાલાલને આપ્યો છે.
સંસ્કૃત શાસ્ત્રી અત્રે આવ્યા છે. બીજના દિવસથી અભ્યાસ શરૂ કર્યો છે. શબ્દ રૂપાવળીના ૧૦ પાઠ, પુરૂષ લિંગના દસ પાઠ મુખપાઠ થયા છે. આજથી દસ પાઠ સ્ત્રીલિંગના ચાલુ થશે. શાસ્ત્રીબાબાનું કહેવું એમ છે કે બરાબર અભ્યાસ થશે, અને સ્મરણ શક્તિ ઠીક રહેશે તો છ એક માસમાં સંસ્કૃત વાંચવાનો તથા તેમજ નવા શાર્દૂલ વીડિત વૃત્તાદિ શ્લોક રચવાનું આવડી જશે. શાસ્ત્રીની કૃપા સારી છે. રોજ બે ત્રણ કલાક ભણાવે છે અને સમજુતિ આપવામાં મહેનત સારી લે છે, તે આપ સાહેબને વિદિત કરું છું. અને આપ સાહેબના પરમ અનુગ્રહ વડે શરણતાથી તે પાર પડવાની ઇચ્છા રાખું છું. તે પવિત્ર મુનિ શ્રી લલ્લુજી મહારાજનો પત્ર ૧ વસોથી આવ્યો હતો. અને જેઠ વદ ૧ અત્રે પધારવાનું એમણે જણાવ્યું હતું.
લીંમડીવાસી તેમજ કલોલવાસી ભાઇઓ તરફથી પત્રવ્યવહાર ચાલે છે. તેમની વૃત્તિ ઠીક રહે છે, એમ લાગે છે. હે પ્રભુ! અત્રે સત્સમાગમ છતાં અસત્સંગ જેવી બધાની વૃત્તિ રહે છે અને તેથી પ્રાયે વૃત્તિનું ચલિતપણું મારી ધૃષ્ટતાને લીધે થઇ જાય છે. | હે પ્રભુ, પરમકૃપાળુનાથ પરમ પવિત્ર ગોપાંગનાઓ જેવી ચિત્તની વૃત્તિ આ લેખકની ક્યારે થશે. તેના જેવો શ્રીમદ્ શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ આ લેખકનો શ્રીમાન શ્રી રાજચંદ્રજી પ્રભુ પ્રત્યે ક્યારે થશે. અને શરીર સહિત છતાં અશરીરપણે રહેવાનું આ બાળકથી ક્યારે બનશે. ઇચ્છા તો બહુ થાય છે. પણ પૂર્વે ઉપાર્જન કરેલાં એવાં અને વર્તમાનમાં નથી ત્યાગ થતા એવા રાગાદિ, ક્રોધાદિ કર્મો નડે છે, તો પણ શ્રીમાન પરમ પુરુષોત્તમ પ્રભુનું શરણ જ શ્રેષ્ઠ છે. શ્રીમદ્ શ્રીકૃષ્ણ પ્રભુએ પવિત્ર ગોપાંગનાઓને એકાદશ વર્ષ સુધી સમીપમાં રાખી બહુજ પ્રકારે જ્ઞાનલીલા કરાવી છે. અને ગોપાંગનાનો અધિક પ્રેમ, અનન્ય પ્રેમ થવાથી પછી કદાપિ તેમને વિયોગમાં નાંખી છે તો પણ તેમનો અવિચળ પ્રેમ તેવો ને તેવો કે તેથી વિશેષ વૃદ્ધિ કરતો રહ્યો છે. જેથી મોટામાં મોટું શરણું જ પરમ પુરુષોત્તમનું છે. અને એવી ચિત્તવૃત્તિરૂપ ગોપાંગનાનો અનન્ય પ્રેમ અમુક કાળ અચળપણે શ્રીમાન શ્રીરાજચંદ્રજી પ્રભુ પ્રત્યે રહ્યો તો પછી તે પ્રેમ વિશેષાકારે પરિણમે છે. જેથી તેનું વર્તન એક ધારાનું પછી ચાલ્યું આવવું સંભવિત છે, પણ તેમ થઇ શકતું નથી. એજ આ દુષ્ટ આત્માનો અત્યંત ધિક્કારવા યોગ્ય દોષ છે. એથી વિશેષ અનંત દોષ આ લેખકના કેટલા બધા લખી શકું જેથી આપ કૃપાળુનાથ શ્રીના પરમ અનુગ્રહ વડે જ
RTER
/
૨૩