SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ GSSSSSS સત્સંગ-સંજીવની ST RSS WORD છોરૂ યોગ્ય કામ સેવા ફરમાવશોજી. અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર.. (જવાબ વ. ૬૮૨) ( પત્ર-૧૫ ખંભાત વૈશાખ વદ અમાસ, ભોમ, ૧૯૫૨ આપ સર્વજ્ઞ દયાળુ નાથ શ્રીજીને ત્રિકાળ નમસ્કાર પરમોપકારી, પરમ દયાવંત, અનંત કૃપાવંત, અનાથના નાથ, અશરણના શરણ, નોધારાના આધાર, દીનબંધુ, દીનાનાથ, પરમ પૂજ્ય, પૂજવા યોગ્ય વારંવાર નમસ્કાર કરવા યોગ્ય એવા શ્રી પરમ હિતસ્વી સર્વાત્મા પ્રભુશ્રીજી, પરમ શાંતિથી આપ દયાળુ નાથ શ્રીજીનું પધારવું થયું હશે. કૃપા કરી પત્ર દ્વારા છોરૂની સંભાળ લેવા દયા કરવા આ બાળક ઇચ્છે છે. આપ પરમકૃપાળુ શ્રી હરિમુખથી શ્રવણ કરેલો જે બોધ તે મુજબ અત્રેના સર્વ મુમુક્ષુભાઇઓને જણાવ્યું (૧) પરસ્પર મુમુક્ષુ ભાઇઓનો સમાગમ કરવો. (૨) બે, ચાર, આઠ દિવસના અંતરે પોતાની સવૃત્તિઓ શ્રી કૃપાળુ સમીપે જણાવવી. (૩) સદ્ગત સેવવાં. કરી (૪) સ્વછંદનો નાશ કરવો. (૫) પોતાની ઇચ્છાએ નહીં (કરવા) વર્તવા અને (૬) પંચેન્દ્રિય વિષયોને જીતવા. શ્રીમુખથી શ્રવણ કર્યું છે તે, તે આપ સાહેબને જણાવું છું અને છેવટે હવે તે ગુણો લાજથી પણ અંગીકૃત કરવાને ઉપદેશ્ય છે. માટે આપણે સર્વ ભાઇઓ તે ગુણનું ગ્રહણ કરીશું તો જરૂર સત્યુષ પ્રત્યે આશ્રયભક્તિ ઉત્પન્ન થઇ, સત્યરુષની અનંત કૃપાને પામીશું, એ વિગેરે કેટલીક બીજી બધી થયેલી ધર્મકથા સાંભરી આવવાથી તે ચર્ચાય છે. જેથી હાલ અમુક પુસ્તક વાંચવાનું શરૂ કર્યું નથી. વચનામૃતોનું પુસ્તક વંચાય છે. હવે પછી કોઇ સગ્રંથનું વાંચન કરવા વિચાર છે. તે શરૂ થયેથી આપ સાહેબની પવિત્ર સેવામાં જણાવવાનું ધ્યાનમાં લઇશ. બીજા આર્ય ભાઇઓ તરફથી પોતાની વૃત્તિઓ જણાવવા આપ દયાળુશ્રીની પવિત્ર સેવા પ્રત્યે પત્ર લખવા કહેલ છે. હે ભગવાન ! આ ફેરાના આપ સાક્ષાત્ અનંત કૃપાના સાગર પરમાત્માશ્રીના પરમ પવિત્ર દર્શનનો કલ્યાણકારી લાભ આ પામરને થવાથી અત્યંત કલ્યાણકારક થયો છે. અને હવે શ્રીમુખથી જણાવ્યા પ્રમાણે અંગીકાર કરવા આ અનાથ બાળક ઇચ્છે છે. પણ મૂઢ હોવાથી કાંઇ તેનું બળ ચાલતું નથી. તો આપ સાહેબને શરણે રાખી તેને સહાય થવા વિનંતી કરું છું. આપ પરમ દયાળુ નાથશ્રીના પાદાંબુજ કરી કોઇ પણ પ્રકારથી આ અનાથે અવિનય, અશાતના, અભક્તિ, અસત્કાર આદિ કોઇ પણ પ્રકારનો દોષ સેવ્યો હોય તે સર્વે અત્યંત અત્યંત નમ્રતાએ કરી નમસ્કાર કરી, ક્ષમાપના ઇચ્છું છું. આપ સાહેબ દયાળુ છો અને અનંત કૃપાના સાગર છો. માટે કૃપા કરી આ મૂઢના દોષો રર
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy