________________
S SS SS SS સત્સંગ-સંજીવની (SRMS) COM)
કહ્યું હતું. તે પણ માન સિવાય તેમને ઘેર પણ પધાર્યા હતા.
આ સિવાય ફરીનો પ્રસંગ અમદાવાદ થયો હતો. તે વખતે ગામ વસોના લોકો ગયા હતા. ને નારણભાઇ, મોતીભાઇ પણ કૃપાળુશ્રીના દર્શન સમાગમ માટે ગયા હતા.
પૂ. ગાંડાભાઇ ભાઇજીભાઇ પટેલ પરમકૃપાળુદેવ શ્રીમાન રાજચંદ્રદેવના સમાગમમાં શ્રી સ્વંભતીર્થ નિવાસી પૂજ્ય ભાઇ શ્રી. ગાંડાભાઇ ભાઇજીભાઇ પટેલ આવેલા. તે પ્રસંગે જે કાંઇ શ્રવણ કરેલું અથવા મનન કરેલું યા જે કાંઇ જોવામાં જાણવામાં આવેલ તે હાલમાં તેઓશ્રીએ પોતાની સ્મૃતિમાં રહેલ તે મુજબ અત્રે ઉતારો કરાવેલ છે. - શ્રી સ્થંભતીર્થ માટે શ્રી સુબોધક પુસ્તકાલય સ્થાપિત કરવામાં પરમકૃપાળુદેવે પૂજ્ય ભાઇ શ્રી ગાંડાભાઈ ભાઇજીભાઈના મુબારક હસ્તે સ્થાપિત કરવા માટે પૂજ્ય ભાઇ શ્રી અંબાલાલભાઇને ભલામણ કરેલ અને તે ભલામણ પ્રમાણે તેઓશ્રીના પવિત્ર હસ્તો વડે સ્થાપનક્રિયા થયેલ છે. સ્થાપન કરવામાં આવેલ તે સમયે સમ્યક્તરૂપી બીજ રોપાયેલ, તેનું સીંચન કરવાથે પરમકૃપાળુદેવ શ્રીમાન રાજચંદ્રદેવના મુખારવિંદ માંહેથી ઝરતાં ઝરણોને ધારણ કરી રાખેલ. તેને આધારે સીંચન થતાં હાલમાં એક મોટા વૃક્ષરૂપે ઉત્પન્ન થઇ સાંસારિક તાપથી થાક પામેલા પુરુષોને વિશ્રાંતિનું સ્થાન બનેલ છે. જે થવામાં મૂળ સ્થાપિત પૂજ્ય ભાઇ શ્રી ગાંડાભાઈ ભાઇજીભાઇનો મહત્ ઉપકાર થયેલ છે. તે ઉપકારનું સ્મરણ કરી હવે તેઓશ્રીને પરમકૃપાળુદેવના પ્રત્યક્ષપણામાં સમાગમ થયેલ તે સંબંધી ટૂંકમાં ઉતારો કરાવેલ વૃત્તાંત અત્રે જણાવું છે.
મંગલાચરણ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત,
તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ભાઇશ્રી ગાંડાભાઇ જણાવે છે કે સંવત ૧૯૪૭ના કારતક માસમાં પરમકૃપાળુદેવ શ્રી ખંભાત મુકામે ભાઇશ્રી છોટાલાલ માણેકચંદના મકાને પધાર્યા હતા. તે સમયે એક દિવસને વિષે હું બજારમાં કામ પ્રસંગે ગયો હતો. તે વખતે રસ્તામાં ભાઇ શ્રી મગનલાલ હેમચંદના મુનીમ માણેકલાલ મળ્યા હતા. તેઓશ્રીએ વાતચીતના પ્રસંગે મને જણાવ્યું કે અત્રે ભાઇશ્રી છોટાલાલ માણેકચંદના મકાને એક મહાત્મા પુરુષ પધારેલા છે, તેઓશ્રી મહાજ્ઞાની પુરુષ છે અને જે લોકો પોતાના મનને વિષે કોઇપણ પ્રકારનો સંદેહ ઉત્પન્ન થયો હોય તેનું સમાધાન કરાવવાથે મનમાં ધારીને આવેલા હોય છે તેઓના પ્રશ્નોના ખુલાસા તેઓના વગર કીધે, વગર પૂછયે તે જ્ઞાની પુરુષ સમાધાન કરે છે અને જણાવે છે કે તમો તમારા મન વિષે અમુક અમુક પ્રશ્નો પૂછવા ધારીને આવ્યા છો તેનો ખુલાસો આ પ્રમાણે છે. એમ દરેકના મનનું સમાધાન, દરેકના મનોગત ભાવ કહી સંભળાવે છે જેથી લોકો ઘણું જ આશ્ચર્ય પામે છે. જો કદાચ તમારી ઇચ્છા હોય અને તે મહાત્મા પુરુષના દર્શન કરવાથે આવવું હોય તો આપણે બન્ને સાથે જ જઇએ. ત્યારે મેં ઘણા જ ઉત્સાહથી જણાવ્યું કે ચાલો ત્યારે, હાલ જ જઇએ. એમ કહી અમો બન્ને ભાઇ શ્રી છોટાભાઇના મકાન પાસે આવી પહોંચ્યા. ત્યાં અમોને એક ભાઇ મળ્યા. તે ભાઇને અમોએ
૧૩૯