________________
GSSS S સત્સંગ-સંજીવની SSASASAS) (ર
છે. તે અંતરાય તોડવાથી આપને મહાન કલ્યાણકારી લાભ પ્રાપ્ત થશે. આપે ઉપોદઘાતની સાથે શ્રીમાન કૃપાળુ ભગવંતનું પવિત્ર જન્મચરિત્ર યોજવાની વૃત્તિ જણાવી તે ઉત્તમોત્તમ છે. પણ મારી સમજણ પ્રમાણે શ્રી મોક્ષમાળાના મથાળે રાજ્યચંદ્ર પ્રણિત એમ લખેલ છે તે વચનથી તેજ પુરૂષનું ચરિત્ર તેમાં લખવામાં આવે તો, કર્તા પુરૂષે પોતાનું મહત્વ પ્રદર્શીત કર્યું એમ સમજવામાં આવે. તેથી મથાળે લખેલા પવિત્ર શબ્દોને બાધ ન લાગે અને એવી કોઈ યોજના કરવામાં આવે કે આ ચરિત્ર શિષ્ય પોતાના કલ્યાણ અર્થે લખ્યું છે તો તે વાત યથાર્થ કહેવાય એમ સમજાય છે. કર્તા પુરૂષે કરેલા પોતાના મહાન ગ્રંથમાં પોતાનું ચરિત્ર વર્તમાનમાં પ્રસિદ્ધિમાં મૂકવું એ એક પોતાનું મહત્વ જણાવવા સિવાય તેનો બીજો અર્થ મારી દૃષ્ટિથી થઇ શકે નહીં. હા - વિદેહ પછે, પાછળના વખતમાં બીજા તરફથી પ્રગટ કરવામાં આવે અને જેમાં તે કર્તા પુરૂષનું ચરિત્ર લખે તો તે એક ઘટિત વાત છે. શિષ્યને કલ્યાણકર્તા છે. આ વિષે મારા સમજવામાં ફેર લાગતો હોય અને આપને એથી વિશેષ સમજાતું હોય તો આપ કૃપા કરી જરૂર મને જણાવશો. આથી ચરિત્ર ન યોજવું એમ મારું કહેવું નથી. જેટલી પ્રસ્તુતિ થાય તેટલી ઓછી અને શિષ્ય પોતાની યોગ્યતા પ્રમાણે થાય તેટલી સ્તુતિ કરી તેવો ગ્રંથ માત્ર પોતાના જ લાભાર્થે જદો પ્રગટ કરવામાં આવે તો પોતાની યોગ્યતા, વૈરાગ્ય, ઉપશમ આદિ વૃત્તિને અનુસારે બીજા જીવોને તે લાભ પ્રાપ્ત થાય એમ મને સમજાય છે. વિશેષ આપ જણાવશો.
હાલ શરીર પ્રકૃતિ સુધરતી આવે છે. કામ સેવા ઇચ્છું છું. પૂજ્ય શ્રી ધારશીભાઇ, નવલચંદભાઈ આદિ બાઇ-ભાઇ, પવિત્ર મુમુક્ષુઓને મારા સવિનય પ્રણામ પ્રાપ્ત થાય. સેવક અંબાલાલના સવિનય પ્રણામ |ી
પત્ર-૨૦
લીંમડી
. ૩-૧૨-૦૪, સંવત ૧૯૬૧ આત્માર્થી ભાઈ મનસુખભાઈ,
તમોને લખવાને માટે ઘણા વખત થયા વિચાર થતો તે આત્માથી અટકી જવાથી તે વિચાર પાછો ખેંચી લેતો. આજે સ્પષ્ટ જણાવવું લાગવાથી લખું છું તે એ કે તમોને ભાઈ છગનલાલે જો કોઈપણ ધ્યાનનો ક્રમ બતાવ્યો હોય તો તે મિથ્યા છે, કલ્પિત છે. જ્ઞાનીના માર્ગને આવરણરૂપ છે. માટે જો કોઈપણ પ્રકારે હઠ્યોગાદિકે તેજસ્વી પદાર્થ દેખાવાદિ કોઈપણ પ્રકારનું ધ્યાન કરતા હો તો તે મૂકી દેવું. તેથી કલ્યાણ નથી. ધ્યાન વિષે તમારી ઈચ્છા હશે તો કોઈ વખતે સમાગમના યોગે પૂછશો તો ખુલાસો કરીશ. બાકી હાલ તો વિરક્ત રહેવું. છતાં ધ્યાન કરવું હોય તો મનથી, વચનથી, સપુરુષના ગુણનું ચિંતવન, મનન, અનુપ્રેક્ષણ એ આદિ પ્રકારે ભક્તિ જ્ઞાન કે ભક્તિ ધ્યાન કરવા યોગ્ય છે. બીજું ધ્યાન હાલ મૂકી દેવા યોગ્ય છે. તેમાં જે ભાઈ છગનલાલભાઈ તમોને જે કાંઈ ધ્યાન બતાવતા હોય તે તો કલ્પિત જ છે. માટે કરવા યોગ્ય જ નથી. એમ નિશ્ચય રાખવા યોગ્ય છે. આ ' આ વાત આજે તમોને સ્પષ્ટપણે લખી તેનો ઉદેશ માત્ર ઉપકાર જ છે. અને કોઈ સ્વાર્થ નથી માટે તમોને લખું છું. એ જ અરજ.
જેવો તમારો ભક્તિ વિષે લક્ષ પ્રથમ હતો તેવો જ લક્ષ, પ્રેમ-વિચાર વૃદ્ધિમાન કરવા યોગ્ય છે. એ જ ભવાટવી મટવાનું મુખ્ય સાધન છે. જ્ઞાની પુરુષો કહે છે કે હે મુમુક્ષુ ! અમને જો ભક્તિ હોય તો મુક્તિની અમને જરૂર નથી. ભલે સંસારમાં રહેવું પડે, તો રહેવું. પણ સર્વથા ભક્તિ જ અમને ઉત્તમ છે. છતાં પણ આવો રૂડો
૨૦૮