SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ @ ERSTER સત્સંગ-સંજીવની GPSC () વઢવાણ મળવા સારૂ ગયા હતા. તેમણે તેમના કાકાના દીકરા પૂ. શ્રી ત્રિભોવનદાસભાઈ સંબંધમાં પ.કૃપાળુદેવ વિષેની હકિકત કહી હતી જે નીચે પ્રમાણે છે. - શ્રી ત્રિભોવનભાઈ વીરચંદ મોરબીમાં નિશાળમાં નોકરી કરતા હતા ત્યાં શ્રી ધારશીભાઈનો સમાગમ થયો હતો. તેમણે જણાવેલું કે મારી સાથે આવો તો એક પુરૂષને મળવા જેવું છે ત્યારે ત્રિભોવનભાઈ પરમકૃપાળુદેવ પાસે ગયા ત્યારબાદ કલાક ચુપ બેસી રહેલા. બાદ કૃપાળુદેવે પોતે જણાવ્યું કે - કેમ, આપનું આગમન છે? એટલે ત્રિભોવનભાઈએ કહ્યું કે મારે આપની પાસેથી પામવું છે. કૃપાળુશ્રીએ કહ્યું અમે કહીએ તેમ કરશો? તેમણે કહ્યું હા, ત્યારબાદ કૃપાળુશ્રીએ જણાવ્યું કે – “કાલે સ્વામિનારાયણના મંદિરે જજો” તે પ્રમાણે બીજે દિવસે ગયેલા. કૃપાળુદેવે પોતે પૂછયું કે “કેમ જાઓ છોને ?’ તેમણે કહ્યું કે ‘હા’ બાદ કેટલીક વાતો થતાં વિશેષ ચમત્કાર જણાવેલો તેથી શ્રદ્ધા ચોંટી તે એવી કે દર્શનની અભિલાષા વિશેષ રહ્યા કરે. ત્રિભોવનભાઈને કપાળુશ્રીએ પ્રથમ મોક્ષમાળા, ત્યારબાદ બીજા પુસ્તકો જેવાં કે આત્માનું શાસન વિ. મનન કરવા જણાવેલું. તેઓ ઘર સંબંધમાં ધ્યાન ઓછું આપતા ને દશાવાન પુરૂષ હતા. કપાળુદેવે જણાવેલું કે તે ઘણા જીવોને ઉપકારી થાત. એક વખત મને ત્રિભોવનભાઈએ કહેલું કે કૃપાળુશ્રીઆજ રાતના મીક્સ ટ્રેનમાં વઢવાણ પધારનાર છે. માટે તું જજે. પણ હું કમનસીબે ગયો નહીં ને સવારમાં પોતે મોરબી પધારી ગયા. મોરબીમાં સંવત ૧૯૫૬ની સાલમાં ત્રિભોવનભાઈને કોલેરા થયો હતો. તેમની પાસે કોઈ કુટુંબવાળા હતા નહીં. મુમુક્ષુ ભાઈઓને બોલાવેલા તેમની સમક્ષ સારા વિચારથી દેહ ત્યાગ કરેલો. તેઓશ્રીની દશા વિષે પરમકૃપાળુદેવે શ્રી મુખે પ્રકાશ્ય છે. વ.૯૨૮માં અને ૯૩૦માં ‘....આવા કાળમાં આર્ય ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે દિન-પ્રતિદિન શાંત અવસ્થાએ કરી તેનો આત્મા સ્વરૂપ લક્ષિત થતો હતો....” તેઓ પરમકૃપાળુ શ્રીનું સ્મરણ કરતા હતા તથા મનન કરતા હતા. મને તેઓ વઢવાણ કાંપમાં લીંમડી દરબારના ઉતારે ૫.કૃપાળુ પાસે બે વખત લઈ ગયેલા ત્યાં હું તો બેસી રહ્યો. પછી તો મારા મનમાં થયું કે હવે તો નિશાળનો ટાઈમ થયો માટે ઊઠું તેની સાથેજ કૃપાળુદેવે પોતેજ પ્રકાણ્યું કે કેમ, આપનું નામ જગજીવનદાસ? તમો ત્રિભોવનદાસના કાકાના દિકરા થાઓ છો ? વિગેરે જવાબમાં મેં કહ્યું હતું. બાદ કેટલીક નીતિની વાતો સમજવા જેવી અને અમલમાં મુકવા જેવી કપાળુદેવે કહેલી. જેથી હાલ એમ જણાય છે કે તેમના બોધથી પહેલા કરતાં કેટલાક વ્યવહારના કામમાં નીતિમાં ફેર પડ્યો છે. આપણા ચહેરાના દેખાવ પરથી આપણી તમામ હક્કિત કપાળુદેવ કહી દેતા. તેઓ મહાત્મા હતા તેમાં સંશય નથી. અદભૂત ખૂબી તો એ હતી કે દિવસમાં ૧૦ વખત ઝાડો થાય પણ બીલકુલ ગંધાય નહીં. તેમજ સુગંધ મારે, ગમે તેટલી શરીરની વ્યવસ્થા એવી હતી પણ કપાળુદેવની મુખાકૃતિ તેજસ્વી હતી. તેમજ ઉપદેશ વખતે સીંહ ગર્જનાની માફક ઉપદેશ ચાલે, એટલો તાપ પડતો કે કોઈથી કાંઈ બોલી શકાય નહીં. કીલાભાઈ એમ જણાવતા હતા કે મને લીંમડીવાળા ઠાકરસીભાઈ લહેરચંદભાઈ એમ જણાવતા હતા કે જ્યારે પરમકૃપાળુદેવની સાથે ઈડરગઢ ગએલ ત્યારે પહેલી ટુંકે ચડ્યા બાદ ત્યાં વાઘ, સિંહ, રીંછ વિગેરેની વસ્તી જણાઈ અને જનાવરોના હાડપીંજરો પડેલા નજરે જોયા. જેથી મને ભય થયો, જેથી આગળ જતાં અટકાયો અને મેં પરમકૃપાળુદેવ પ્રત્યે જણાવ્યું કે સાહેબજી ? હું તો આગળ નહીં આપી શકું મને તો ભય લાગે છે ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે તમોને જોખમ થાય તેનો અમો વીમો ઉતારીયે છીએ. તો પણ ભયનો માર્યો હું જઈ ૧૭૪
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy