________________
HERE IS સત્સંગ-સંજીવની
)
(9
અને ગભરાઓ છો શું કામ ? તમે સહજ બોલો એટલે અમો તે વાતને ઉપાડી લઇશું. ત્યારે તે ભાઇએ વળી બીજાને કીધું કે મને તો નહીં ફાવી શકે, માટે તમે બોલો. તમે તો શાસ્ત્રના જાણકાર છો માટે તમે બોલો. તમે હંમેશા આપણા મહારાજ પાસે શાસ્ત્રની વાતો કરો છો અને અહીં બોલવામાં ગભરાઇ જાઓ છો ? રસ્તામાં તો છાતી ઠોકીને બધા બોલતા હતા કે આમ કહીશું ને આમ પૂછીશું અને અહીં તો બોલતા જ નથી. એમ જણાવ્યું ત્યારે વળી તે ભાઇએ બીજાને કીધું કે બોલોને, શું બેસી રહ્યા છો ? આ પ્રમાણે માંહોમાંહે ઉતાવળા સ્વરે બોલતા હતા ત્યારે તે માંહેના એક ભાઈ બોલ્યા કે હું બોલું છું, મારા બોલ્યા પછી તમો બધાયે બોલી ઊઠજો અને મારી વાતને ટેકો મળે તેમ બોલજો. ત્યારે તે ભાઇને તે લોકોએ કીધું કે તેમાં અમો પાંછા નહી પડીએ, માટે તમારે ગભરાવું નહીં. ત્યાર પછી તે ભાઇ સાહેબજી પ્રત્યે આક્રોશવચનથી ઉતાવળા સ્વરે બોલ્યા કે શાસ્ત્રમાં મુહપત્તી રાખવાનું કીધું છે તે શું ખોટું કીધું છું ? ઉધાડા મોંઢે બોલવાથી વાયુકાયના જીવો હણાય એવું ભગવાને ભાખ્યું છે તે શું ખોટું છે ? તમે ભગવાન કરતા બહુ મોટા થઇ ગયા ? વગેરે આક્રોશ શબ્દોમાં બોલતા હતા, અને તેઓ બોલતા હતા તેની વચમાં વચમાં બીજા તેઓની સાથેના ભાઇઓ પણ બોલતા હતા કે હા, ખરી વાત છે. ભગવાને ઉઘાડા મોંઢે બોલવાનું ના કીધું છે. લાવો, ફલાણા શાસ્ત્રમાં બતાવું, ફલાણા શાસ્ત્રમાં બતાવું એમ બધાય આક્રોશ વચનથી બોલતા હતા.
જે ભાઇ સાહેબજી પ્રત્યે બોલતા હતા તે ભાઇ આડું મોટું રાખીને બોલતા હતા અને બન્ને હાથ લંબાવી લંબાવીને બોલતા હતા અને બોલતી વખતે હાથ, પગ અને મોટું ધ્રુજ્યા કરતું હતું.
તેઓ બોલતા હતા તે વખતે સાહેબજી સહજ હસમુખે ભાઇશ્રી અંબાલાલભાઇ તરફ દષ્ટિ કરી, સાહેબજીએ જણાવ્યું કે જુઓ, આ અનંતાનુબંધી ધ્રૂજે છે – એમ ધીમા સ્વરે જણાવ્યું હતું. - તેઓ જ્યારે બોલતા બંધ થયા ત્યાર પછી સાહેબજીએ તેઓને જણાવ્યું કે કેમ, હવે કાંઇ પૂછવાનું બાકી રહી જાય છે ? હોય તો જણાવી દો જેથી સઘળાનું સમાધાન થઇ જાય. ત્યારે તે લોકોએ કાંઇ પણ ઉચ્ચાર કર્યો નહીં. ત્યાર બાદ સાહેબજીએ તેઓને જણાવ્યું કે તમો આમ આકરા શાને માટે બની જાઓ છો ? ધીરજથી પૂછવું જોઇએ. તમો જે વખતે અત્રે આવતા હતા તે જ વખતે તમારી તરફ અમારી દૂરથી નજર થતાં જ અમારા જાણવામાં આવ્યું હતું કે તમો અમોને મુહપત્તી સંબંધી બોધ દેવા આવ્યા છો. અને એ જ કારણથી અમોએ આ વસ્ત્ર જમીન પર મુકી દીધેલ છે. જો કદાચ અમારા હાથમાં રાખેલ હોત તો તમો જે ધારણાથી અત્રે આવ્યા હતા તે ધારણાઓ નિષ્ફળ થાત અને તેમ બને તો તમારા મનની અંદર તે સંબંધી મૂંઝવણ રહ્યા કરત, તે હેતુથી જ અમોએ આ વસ્ત્ર જમીન પર મૂકી તમોને પૂછવાનો અવકાશ આપેલ છે જે પૂછવાથી વિશેષપણે તમારા મનનું સમાધાન થઇ શકે તે હેતુએ અમોએ આમ કરેલ છે. છતાં તમો આક્રોશપણામાં આવી જવાથી ગમે તે પ્રકારમાં બોલો તો તેને માટે અમારા એક રૂંવાડે પણ ખેદ થનાર નથી. ખેદ માત્ર એ જ રહ્યા કરે છે કે જે સ્થાને જવાથી બંધનથી મુક્ત થવાય છે તે જ સ્થાને બંધન થાય તો પછી બીજા કયે સ્થાને વિશ્રાંતિ લઇ શકાશે ? આ પ્રમાણે જણાવ્યા બાદ તે લોકોએ મુહપત્તી સંબંધમાં સાહેબજી પ્રત્યે પ્રથમ જણાવી ગયા છીએ તે પ્રમાણેના ઉદ્ગારો કરતા હતા તેનું સમાધાન કરવાથે સાહેબજીએ ઉપદેશ કર્યો હતો તે હાલમાં મને સંપૂર્ણપણે સ્મૃતિમાં રહેલ નથી જેથી અત્રે જણાવી શકતો નથી. પરંતુ મુખ્યત્વે આગ્રહ - દુરાગ્રહનો છેદ કરવા સંબંધી ઉપદેશ ચાલતો હતો, જેથી ત્યાં બેઠેલાઓ ઘણું જ આશ્ચર્ય પામી ગયા હતા, અને કેટલાક લોકો ધન્યવાદના ઉદ્ગારો કરતા હતા કે અહો સાહેબજી ! આપને ધન્ય છે. આપે અમારા મનના મનોગત ભાવ જાણી અમારા ધારેલા પ્રશ્નોનું સમાધાન કર્યું. આપને ધન્ય છે. એ પ્રમાણેના ઉદ્દગારો કરતા હતા. આ પ્રમાણેના થતા ઉગારો સાંભળી
૧૪૪