SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ SS S SYS સત્સંગ-સંજીવની (SME Sી પૂ. શ્રી અંબાલાલભાઈએ સ્તવનના કરેલ અર્થ પરમ વીતરાગ – પરમ કૃપાળુ પરમાત્માને નમસ્કાર હો ! શ્રી આનંદઘનજી કૃત ચોવીશી મળેનાં પાંચ સ્તવનોના પૂ.શ્રી અંબાલાલભાઈએ અર્થ ભરેલ : ૐ પહેલા શ્રી ઋષભજિનનું સ્તવન (૧) ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત; રીઝયો સાહીબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદી અનંત. ll૧ // ' અર્થ : હવે શુદ્ધ ચેતના પોતાની શ્રદ્ધા સખીને કહે છે કે હે સખી ! ઋષભ નામના જિનેશ્વર મારા પ્રિય પતિ છે, કે જેથી મારા સ્વ. પતિની વાત જાણવાથી તેમના સર્વ વૃત્તાંતને તું પોતાની મેળે સમજી જઈશ કારણકે નૃપતિ જો વશ હોય તો બીજા તેના દળ, પૂર, અધિકારાદિક વશ હોય જ. તેમજ જો પતિ સ્ત્રીના કથનમાં હોય - તો બીજા બધા પણ સ્ત્રીના કથનમાં હોય છે. માટે એવા જે ઋષભ - આત્મ સ્વરૂપ પતિ કેવા છે ?-કે જે રાગદ્વેષ, અજ્ઞાનાદિ દોષથી રહિત નિજ ઉપયોગમય, જ્યોતિ સ્વરૂપ, સદા પ્રકાશમય, એવા છે. જેથી ઓર કહેતાં બીજાં જે રાગાદિકે યુક્ત એવા જે દેવ - ગુરૂને પતિરૂપે હું ચાહું નહીં. કારણકે મારા પ્રાણપતિનો એવો સ્વભાવ જ છે કે મારા ઉપર રીઝયો કહેતાં તુષ્યમાન થયો એટલે મારો સંગ કર્યો ત્યારથી તે અદ્યાપિ સુધી મારો સંગ પરિહર્યો નહીં તેમ હવે પછી સાદિ અનંત ભાંગે એટલે કોઈપણ કાળે મારો સંગ પરિહરે નહીં એટલે મારો સાહેબ રીઝયા પછી વિછડવામાં સમજે નહીં. (૨) પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોય, પ્રીત સગાઈ રે નિરૂપાધિક કહી રે, સોપાધિક ધન ખોય. || ૨ // , અર્થ : સમસ્ત જગત વાસી જીવો અસદ્દગુરૂ, અસદેવ અને અસધર્મ પ્રત્યે જે કાંઈ પ્રીત સગાઈ કરે છે. તે કેવી કરે છે? તો કે અન્યોન્ય માન પૂજા મળવા અર્થે, સારૂં દેખાડવા અર્થે તથા ફળને અર્થે સંસારિક પ્રીતિ કરે છે. તે પ્રીતરૂપી સગાઈથી કાંઈ થાય નહીં. કારણ કે પ્રીત તો સ્વભાવનું મળવું તે છે, અને તે નિરૂપાધિપણે એટલે આધિ, વ્યાધિ, ઉપાધિ આદિ વિભાવ દશાએ કરી ઉપાધિ સહિત પ્રીતની પ્રાપ્તિ ઈચ્છે છે કે તેથી સ્વસ્વરૂપમય એવું પરમધન ખોવે કેતાં આત્મગુણનો નાશ કરે છે. (૩) કોઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મિલસું કંતને ધાય, એ મેળો નવિ કહીએ સંભવે રે, મેળો ઠામ ન ઠાય. / ૩ / ' અર્થ: વળી હે સખિ ? કોઈક તો પોતાના પતિને મેળવવા કારણે કાષ્ટ ભક્ષણ કરે છે, અર્થાત્ કોઈ પંચાગ્નિ, ઝુંપાપાત, સમાધિ કરે છે, કોઈ હિંડોળે ઝુલે છે, કોઈ આતાપના કરે છે, કોઈ અગ્નિમાં બળી મરે છે (એમ વિવિધ પ્રકાર સમજી લેવા) કે મળીશું, કંતને - કહેતાં પતિને પામીશું, પણ હે સખિ ! એ પ્રકારે મારા જે પ્રિય પતિ સ્વસ્વરૂપની પ્રાપ્તિનો મેળાપ કહીએ, એટલે કોઈ પણ પ્રકારે, કોઈપણ કાળે થાય નહીં. કારણ કે પતિ મેળાપસ્વરૂપની પ્રાપ્તિ સ્થળે સ્થળે થતી નથી. ૨૨૬
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy