________________
સત્સંગ-સંજીવની
માર્ગ જેને નથી પ્રાપ્ત થયો, તે જીવોને પ્રથમ તો માર્ગ કેમ પ્રાપ્ત થાય અને શાથી પ્રાપ્ત થાય ? એજ વચનને વારંવાર વિચારવા ઉચિત છે. અને પછી જે રસ્તો યોગ્ય લાગે તે રસ્તો ગ્રહવો. ને બીજા બધા વિકલ્પોને મૂકી દઈને નિઃશંકપણે તે રસ્તે અથવા તે રસ્તો બતાવનાર પુરુષ પ્રત્યે આજ્ઞાનુસાર વર્તવું. અને એજ જિનેશ્વર દેવની આજ્ઞાનુસાર પ્રવચન-સિદ્ધાંતરૂપ વાણી સાક્ષીરૂપે છે. છતાં સઘળા દર્શનોને વિષે તે વાતને વિશેષરૂપે વર્ણવેલ છે, એમ મને સમજાય છે. જેથી ઉપર જણાવેલ વચનોનું બહુ બહુ પ્રકારે વિચારવું અને તેનું મનન કરવું યોગ્ય છે, એ જ કર્તવ્ય છે.
પત્ર-૪
પરમગુરૂ નિગ્રંથ ચરણાય નમઃ
thel
જીવને પ્રમાદ અને અસત્સંગ એ બંને સંસારમાં પડવાના કારણો છે. તેમાં પ્રમાદ તો જીવને વારંવાર પડવાનું કારણ છે. અત્યારે ધર્મ કરવાની ઈચ્છા હોય તો કાલે કરીશ એમ ફેર આળસ થાય. જેમ કાજો ઘ૨માં પડ્યો પણ તે કાલે કાઢીશ એમ પાંચ સાત દિવસનો ભેગો થાય અને ઘણો કાજો ભરાય ત્યારે બહુ આળસ થાય. અરે ! જે આટલો બધો કાજો ક્યારે કાઢીશ, પણ જો, હંમેશ કાઢતો રહેતો હોય તો ઠીક.
જે પાંચ ઈંદ્રિયો જીતવી છે તેનો વિચાર કરે ત્યારે જીહ્વા ઇંદ્રિય સંભારવી.
કારણ કે જીહ્વા ઈદ્રિય વશ કરે તો પાંચે ઈદ્રિય વશ થાય. જીહ્વા ઈંદ્રિય જીતવી ત્યારે તેની પરીક્ષા કરવી કે ખાટું, ખારૂં, મોળું ગમે તેવું હોય તો પણ જીવ વિકલ્પ ન કરે ત્યારે ખરી વાતે જીતાશે, એમ સમજવું. જેમ રોટલી અથવા ખોરા લોટનો રોટલો, ખોરૂં ધાન્ય હોય તો પણ જીવે વિકલ્પ ન કરવો જોઈએ.
એક જીહ્વા ઇંદ્રિયના સ્વાદ રહિત થવું, બીજું મૌન રહેવું, ત્રીજું સત્ય વચન બોલવું.
એમ ત્રણ ગુણ છે, તે ક૨વા. તેમાં બહુ વાત સમાય છે. અને તે સંયમના હેતુ છે. માટે આવશ્ય કરીને પુરૂષાર્થ કર્તવ્ય છે. એક આ દેહ છે તે દેહને અર્થે ગાળ્યો છે પણ તે એક આત્માને અર્થે ગાળ્યો હોય તો કેમ ? અવશ્ય તેમ કરવું યોગ્ય છે. ભૂલી ગયો, હવેથી જાણે મરી ગયો જ હતો એમ જાણી પુરૂષાર્થ કરે, કોઈને સંભળાવવા બોધ ન કર. તું જ તને સમજાવવા બોધ કર. અને કોઈ સાંભળી જાય તો ખેર, બીજાના માટે કેમ બોધ કરે છે ? હવે કરીશ નહીં. વિષયનો ત્યાગ વૈરાગ્ય કરવો. ઇંદ્રિયને ગાળવી. મોકળી મૂકવી નહિ. રસ-સ્વાદનો ત્યાગ કરવો. વળી તારાપણું કાઢી નાંખ. નહીં કાઢે તો એક આંટો ફરી આવ. બીજે રસ્તે અહંભાવ ગળે જ નહીં. તે અહંભાવ ગળે નહીં ત્યાં સુધી કષાય ટળે જ નહીં. જ્યાં કષાય ટળે નહીં ત્યાં આર્ત્તધ્યાન, રૌદ્રધ્યાન થયા કરે અને મોહથી રાગાદિ બંધ થાય. પણ એક આંચકો મારો, સદ્ગુરૂની આજ્ઞાએ વિચારરૂપી જો એક રતી ઓસડ ખાએ રતી ગુણ કરે છે. પણ તેની ચરી સાથે પાળવી જોઈએ. તે આણાએ ધમ્મો, આણાએ તવો. એ જ જ્ઞાની ગુરૂની આજ્ઞા સિવાય બીજો કોઈ માન ગાળવાનો રસ્તો નથી. બાહુબળનું માન બારમાસ ધ્યાનથી પણ રહ્યું. તેથી નહિ થયું એટલું એક આજ્ઞાથી થયું. ‘“હું નમું નહિ અને હું નમું’’ એમ કહ્યુ અહંભાવ ગળી ગયો. મૂળ જ્ઞાનીની રીત જુદી. કેવી ખૂબી છે ?
અદ્ભુત વીતરાગના મારગની સમજણ છે. આ જીવને બોજો ઘણો થઈ પડ્યો છે. આઠ પૂર્વના ભણનારા આજ્ઞાએ પ્રમાણ. ‘“જ્ઞાનીની આજ્ઞાએ પ્રમાણ છે.’’ એ વાત રહી છે, કર્મથી મુક્ત થવા આ દેહ ગાળી જ નાંખવી. જે દિવસે દિક્ષા લીધી ત્યારે આ દેહ તમારી રાખી નથી. ગુરૂની આજ્ઞાએ આહાર પાણી લેવો ને સજ્ઝાય ધ્યાનમાં
૧૯૪