SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Gિ-DS-RSS સત્સંગ-સંજીવની GPSC EXAM () | લીંબડી કલ્લોલવાળા મુ. પ્રત્યે મારાથી કે કલાભાઇથી વખતે ઉપદેશપત્રો કેટલાક લખી મોકલવાનું બન્યું છે. બાકી બીજા જીવોને આપવામાં આવ્યું હોય તેમ સંભવતું નથી. આ સઘળું મારાથી જેમ વર્તાય તેમ આપ પવિત્ર સદ્દગુરૂના ચરણમાં નિવેદન કર્યુ છે તેમ છતાં મારાથી આ સઘળું કોઇપણ પ્રકારે અયોગ્ય રીતે લખાયું હોય તો અથવા મારી અલ્પજ્ઞતાથી વખતે કોઇપણ પ્રકારે મારાથી અવિનય આશાતના અભક્તિ કે કોઇ પણ પ્રકારનો દોષ મારા મન વચન કાયાથી કે આત્માના અધ્યવસાયથી થયો હોય તો વારંવાર નમસ્કાર કરી મસ્તક નમાવી દીન ભાવથી પુનઃ પુનઃ ક્ષમાપના ઉચ્છું છું. શ્રી ઠાણાંગ સૂત્ર ભાગ ૩ તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ ૨ એ રીતે ભાગ ૫ અત્રેથી શ્રી નગીનદાસ સાથે મોકલી આપ્યા છે. મુમુક્ષુઓને મારા સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. અલ્પજ્ઞ દીન અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર પ્રાપ્ત થાય. પત્ર-૫૭ ખંભાત - વૈશાખ સુદ ૧, સોમ, ૧૯૫૨ સર્વજ્ઞ પ્રભુશ્રીજી ત્રિકાળ નમસ્કાર પરમકૃપાળુ પરમદયાળુ, પરમોપકારી, અનાથના નાથ, દયાના સાગર, પરમપૂજ્ય સર્વજ્ઞ પ્રભુશ્રીજીની પવિત્ર ચરણ સેવા પ્રત્યે વિનંતીઃ- અલ્પજ્ઞ પામરના પરમ વિશિષ્ટ ભાવે વિધિપૂર્વક વારંવાર નમસ્કાર સ્વીકારશોજી. જ આપ પરમ પવિત્ર દયાળુનાથ તરફથી પરમ કરૂણામય પત્ર મલ્યો તે વાંચી અત્યાનંદ થયો છે. હે પ્રભુ! આપ તો અત્યંત કરૂણાના ભંડાર છો, સાક્ષાત કરૂણાના સાગર છો, દયાની તો જાણે ખાણ છો, ક્ષમાએ તો આપના પવિત્ર શ્રદયમાં જ વાસ કરેલો છે, શાંતિના તો સાગર છો અને શાંતિનો નિવાસ તો આપના જ ઘરમાં છે. તેમની સમીપમાં રહેવા માટે જે જીવો ઇચ્છતા હશે તેમને પરમ શીતળતાના કરણહાર તે રૂપ શીતલીભૂત સમાન આપ શીતળનાથ છો. વિશેષ શું કહું ? હે દયાળુનાથ! આ અલ્પજ્ઞ કે જે મૂઢ મહાદોષનો ભરેલો છે. નિંદવા યોગ્ય પામરના વારંવાર નમસ્કાર સ્વીકારશોજી, આ લેખકના દોષ સામું જોવે પાર પમાય તેમ નથી. તેમ ગુણનો અંશ પણ પ્રગટ નથી માટે ક્ષમા કરવા દયાળ છો તેથી દયા કરશોજી. | આજ રોજે આ સાથે બુક ૧ ટપાલ રસ્તે મોકલી છે. તેનો હેતુ એવો છે કે કેટલાંક પત્રોનો સંગ્રહ કરીને તે બુક ઉતારી છે. આપ સાહેબની મરજીમાં તે બુક કલોલ મોકલવા હરકત ન હોય તો તે માંહેલી બીજી બુક અત્રેથી ક્લોલ મોકલી આપું. બીજી આવી ૩ બુકો અત્રે છે. આ બુક કદાપિ આપની હજારમાં રાખવા ઇચ્છા હશે તો હરકત નહીં. માટે આપ કૃપાળુ નાથ તરફથી જેમ દયા થશે તેમ કરીશ અથવા તો પછી અત્રેથી ભાઇ કુંવરજી ને વિશેષ ઉપકારભૂત થવા નિમિત્તે થોડા થોડા દિવસને આંતરે એકેક પત્ર ઉતારીને બીડતો રહીશ. એ વિશે જેમ દયા થશે તેમ કરીશ. અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર. પત્ર-૫૮ ખંભાત – પોષ વ. ૧૧, ૧૯૫૪ પરમકૃપાળુ દેવ પ્રભુની સેવામાં શુક્રવારે કરેલો તાર શનિવારે સવારે ૧૦ વાગે મલ્યો હતો. આપનું રવીવારે આણંદ પધારવું થશે એમ
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy