SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ઉR SORRY) સત્સંગ-સંજીવની હS SYS S SYS () ફરીથી હું એકવાર સાહેબજી પાસે સવારમાં ગયો હતો. પોતે સાહેબજી હિંચકા ઉપર બિરાજ્યા હતા. અને તે વખતે સાહેબજી આનંદઘનજીનું પદ કહેતા હતા. “અબ હમ અમર ભયે ન મરેંગે.” એ જ પદ વારંવાર બોલતા હતા. જે દિવસે સાહેબજી ખંભાત પધાર્યા તે દિવસે બહાર ગાદી ઉપર બિરાજ્યા હતા. તે વખતે સાયંકાળ હતો. સાહેબજીએ લાલચંદભાઈને કીધું કે તમારો જન્મ શ્રાવણ માસમાં વદમાં ફલાણી તિથિ, ફલાણો વાર, ફલાણા સમયે થયેલ છે ? લાલચંદભાઈએ કહ્યું હતું, જી સાહેબ !! તે પ્રમાણે જ છે. - ત્યાર પછી ત્રીજે દિવસે આ લખનાર પુરૂષે ભાઈ અંબાલાલને કીધું કે આજે અમારા ત્યાં સાહેબજી જમશે. અતિ આગ્રહથી સાહેબજી અમારે ત્યાં જમવા પધાર્યા હતા. આગલે દિવસે સાહેબજી એક વાર જમ્યા હતા. મારે ત્યાં જમવા પધાર્યા ત્યારે ૧૦, ૧૧નો સુમાર થયો હતો. મેં સાહેબજીને રસ્તામાં કીધું કે સાહેબજી ! ગઇ કાલે આપે તો એક વખતનો આહાર કર્યો હતો. સાહેબજીએ કીધું કે “ના, સાંજના પછીના ભાગમાં ભાઈ અંબાલાલ સાથે આહાર ગ્રહણ કર્યો હતો”. સંવત ૧૯૪૭ની સાલમાં કારતક સુદ એકમ (બેસતું વર્ષ) મારા ભાઈ છોટાલાલભાઈને ત્યાં સાંજના પધાર્યા હતા. તે વખતે ઉપર ત્રીજે માળે આ પદ સાહેબજી બોલતા હતા કે..... દીનબંધુની મહેર નજરથી આનંદઘન પદ પાવે હો, મલ્લિજિન !'' એમ વારંવાર ગંભીર ગીરાથી ધૂન સહિત ઉચ્ચાર કરતા હતા. બીજા બીજા વખતમાં કાંઇ કાંઇ વાતચીત થઇ હશે પણ તે હાલ સ્મરણમાં રહેલ નથી. એમ સાહેબજી વારંવાર કહેતા કે “સત્સંગ શોધો”. તે વખતમાં લલ્લુજી સ્વામી સાહેબજી પાસે વખતોવખત આવતા હતા. અને એક વખત સાહેબજીએ મુનિશ્રીને કીધું કે “ભયને કૂવામાં નાંખો”. આ વચનો મેં લલ્લુજી સ્વામી પાસે સાંભળ્યા હતા. એક વખત સાહેબજી ટુંઢિયાના ઉપાશ્રયે પધાર્યા હતા. ત્યાં હરખચંદજી મુનિશ્રી સમક્ષ સાહેબજીએ અષ્ટાવધાન કર્યા હતાં. હરખચંદજી મુનિ ઘણાજ આનંદ પામ્યા હતા. અને સાહેબજીના ગુણ ગાવા માંડયા. તે વખતે લાલચંદભાઈ તથા મારા પિતાશ્રી ઉપાશ્રયમાં હતા. કારતક સુદ બીજના દિવસે પોતે મુંબઈ પધાર્યા હતા. અને અંબાલાલભાઈ આણંદ સુધી સાહેબજીને મુકવા ગયા હતા. - શ્રી અંબાલાલભાઈની ભક્તિ બહુજ ઉત્તમ હતી. અંબાલાલભાઈ પ્રગટપણે વારંવાર બોલતા હતા કેઃ મહાદિવ્યા કુક્ષી રત્ન.... એ શ્લોક બેસતાં ઊઠતાં હરઘડીએ એ જ ઉચ્ચાર કર્યા કરતા. સ્મરણ ભક્તિ તેમને બહુ ઊગી હતી. મને કોઈક સંશય થયો હતો. તેનું તેમણે નિવારણ કર્યું હતું. ફરીથી સં. ૧૯૫૨ના પુર્યષણ પર્વમાં શ્રી રાળજ પધાર્યા હતા. ત્યાં સાહેબજીની સ્થિતિ ૧૮ દિવસ લગભગ થઈ હતી. ત્યાં મુખ્ય બોધ કુલાગ્રહની નિવૃત્તિનો ચાલતો હતો. આઠમ પાખી વગેરેનો કદાગ્રહ નિવૃત થવા સંબંધી બોધ કરતા હતા. ત્યાં તમામ ટુંઢિયા હતા. સાહેબજી બધાની પરીક્ષા લેવા સારૂ (આગ્રહની નિવૃત્તિ ૧૧૮
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy