________________
S સત્સંગ-સંજીવની
)
પત્ર હતો. ક્રિયાકોશનું પુસ્તક સ્થંભતીર્થથી પ્રાપ્ત થયું હશે એમ પત્રમાં જણાવે છે. તેથી આપને પણ સૂચવ્યું હશે. કૃપા કરી ક્રિયાકોશનું પુસ્તક તુરત મોકલાવશોજી. ભાઈશ્રી પોપટલાલભાઈએ પણ આપને લખ્યું હશે. તેમને પણ ત્રણ પુસ્તક મોકલાવશોજી. ત્યાં બિરાજતા બંધુને મારા પ્રણામ પહોંચે.
જેની નિષ્કારણ કરૂણા આ રંક જીવને માટે વારંવાર અસ્મલિતપણે વહ્યા કરે છે એવા શ્રી પરમકૃપાળુ સદ્ગુરૂદેવને હૃદયમાં ધરનાર આપ જેવા પુરુષને વંદન કરું .
અને તે પરમકૃપાળુદેવનું સ્વરૂપ હૃદયમાં સદા નિરાવરણ રહે એમ ધ્યાવું છું. હમણાં કર્મગ્રંથનો પહેલો ભાગ વાંચવો શરૂ કર્યો છે. રંક જીવ ઉપર દયા કરી રોજ પત્ર લખશો. અલ્પજ્ઞ સેવક સુખલાલ છગનના દંડવત સ્વીકારશોજી.
પત્ર-૪૦
વૈશાખ સુદ ૧૩, ૧૯૫૭ પરમ જ્યોર્તિમય પરમાત્માને નમઃ આત્માર્થી મહાશય અંબાલાલભાઈ
આપનો કપા પત્ર આજે પ્રાપ્ત થયો. સંસારિક લાભ એક જ ભવના ઉપયોગમાં આવે એવા પદાર્થ અથવા સ્વજન કુટુંબાદિનો વિયોગ થવાથી લાંબો વખત ખેદ વિસરતો નથી. તો પછી તે પરમાત્મા પરમ ઉપકારી જે સંસારનો ઉચ્છેદ કરાવનાર, જેના ચરણમાં પાવડીએ સંસાર બંધ પડે. જ્યાં સુધી સંસાર કાયમ રહે ત્યાં સુધી ભવોભવના ઉપકારી અને ખરેખરા દાતારનો વિયોગ થવાથી જે ખેદ થાય, તે કોઈ રીતે કહી શકાય કે લખી શકાય તેમ નથી.
અમારા કરતાં આપે વિશેષ પ્રકારે તે પરમાત્માને જાણ્યા, ઓળખ્યા, અનુભવ્યા અને પ્રતીત કર્યા છે એમ આપના વર્તનથી તથા અમારા અનુભવથી જાણેલ છે, અને તે પરમાત્માના મુખારવિંદની અમૃતમયવાણી શ્રવણ થવાથી જાણીએ છીએ. તેથી આપને અત્યંત ખેદ થાય જ. આ ખેદમાં તેમજ નિમગ્ન રહેવાથી હવે પછી શું કરવું ? તે સંબંધી વિચાર કરવામાં ખામી આવે. તેમ ન થવા અમારી વિનંતી છે. પિતામહે ચારિત્રથી અને વચન વર્ગણાથી છૂટક છૂટક પ્રસંગે દર્શન સંબંધી જે પ્રકાશ કરેલ છે તે સઘળો આપની પાસે અંતરરૂપ છે. અમારી પાસે કાગળો હતા તે પ્રથમ મોકલાવેલ છે. ત્યાર પછી મુખારવિંદથી જે વચનામૃતનું પ્રકાશવું થયું હતું તેમાંનો લેશમાત્ર અમારી પાસે હશે તે જોવાની આપની ઈચ્છા હોય તો મોકલી આપીશ.
પરમાત્માની દિવ્ય વાણીનો જે પ્રકાશ થતો તે શ્રોતાની શક્તિના પ્રમાણે થતો. આ તરફના શ્રોતા (અમે) જડ-જ્ઞાન વિહિન, વંકાશયુક્ત હોવાથી સ્થળ વિષયનું પ્રકાશવું થાય ને આપ વિગેરેના પ્રત્યે શ્રોતાની અદ્ભુત શક્તિથી, અદ્ભુત અને સૂક્ષ્મ વિષયનું પ્રકાશવું થાય, અને ઉપદેશેલા માર્ગનો ધક્કો લાંબા વખત સુધી કાયમ રહે એટલે શક્તિ ગણીએ તો પ્રથમ દરજ્જુ દીર્ઘ દૃષ્ટિવંત અને સૂક્ષ્મ વિચારવંત મુનિવરોને વિષે તથા આપને વિષે છે. વાસ્તે ગોઠવણ કરવાને અર્થે ખેદને વિશ્રાંતિ આપી આ વિષયને ઉપાડવાનું બને તો વધારે શ્રેષ્ઠ છે, એમ મને જણાય છે.
વવાણીયે પધારવા બાબત આપે જે અભિપ્રાય દર્શાવ્યો તે વાંચ્યો છે. મનસુખભાઈ માસિક પત્ર બહાર પાડવા ધારે છે તે બાબત અમારો અભિપ્રાય શાંત રહેવાનો છે. પૂ. શ્રી રેવાશંકરભાઈનો પણ તે જ અભિપ્રાય
૨૫૭