________________
D RECORDS) સત્સંગ-સંજીવની ) | SGS)
વગર દશાએ દોષોને ગ્રહી રાખીને ઇચ્છી છે. તે દોષો ઓ આત્માના ઉપર વાટે થઇ તે દોષની મરજી મુજબ નચાવ્યો તેમ આ આત્મા નાચ્યો છે. અને તેમજ પ્રવર્યો છે. પણ આ માઠું થાય છે એવો સ્વપ્ન પણ વિચાર થયો નથી. અને પરને જ છેતરવાની વાત ગ્રહી હતી તે આજે સહજ કંઇક વિચાર કરતા બહુજ ખેદ થાય છે. અને તેવા દોષ કેવા પ્રકારે ટળે ? જો પ્રભુ પાસે વિનયાદિક કરૂં તો મુમુક્ષુઓમાં શ્રેષ્ઠ કહેવાઉં. એ વગેરે અગણિત દોષો કે જે આજ પાંચ વર્ષ થયાં, સેવતાં, પાછો ફરીને જોયું નથી. અને જ્યારે સત્પરુષ પ્રત્યે તેવી ભાવના છેતરવાની રાખી તે દુષ્ટ પરિણામી જીવને... દોષ પ્રત્યે ભાન કેમ ન હોય ? અવશ્ય હોય જ. તો
હવે તેનો વિચાર પુનઃ પુનઃ આવતાં એજ વિચાર થાય છે કે ઘણુંજ માઠું થયું, ઘણું જ અઘટિત થયું, એવા માઠા કાર્ય કર્યાનું આપ કૃપાળુશ્રીની દયાથી આ લેખકને આવું ભાન થયું છે. એવા માઠા ભાવ ચિંતવતા છતાં પણ, આપ પરમ દયાળુશ્રીએ જરાપણ ધીરજ કે ગાંભીર્યતાનો ત્યાગ કર્યો નથી એજ આપ પરમ પુરુષોત્તમ મહાવીરની પૈર્ય ગાંભીર્ય ક્ષમા અને દયાના ગુણો પ્રફુલ્લિતપણે આ જગતના જીવોને આનંદ આપે છે. અને એટલો બધો અપકાર આ લેખકે કર્યા છતાં કોઇ વખત અનુપકાર કરવાને આપ જરાપણ ધીરજનો ત્યાગ કરી શક્યા નથી એજ ખરેખર ખરી રીતે પરમાત્મપણું પ્રગટ અનુભવ આપે છે, અને અનંત દયાના ગુણો પ્રગટ રીતે શોભી ઊઠે છે. હે દયાળુ પ્રભુ ! આપ પરમ પ્રજ્ઞાવંત જ્ઞાનાવતાર સાક્ષાત્ આત્મસ્વરૂપ પરમ ગુરુ પુરુષોત્તમના ગુણનું શું ધ્યાન કરૂં? આ લેખક દુષ્ટ જીવ જરાપણ કરવાને યોગ્ય નથી. ઉપર લખ્યા જે ગુણો તે આ આત્માને વિષે આરોપજ કર્યો છે. તે હવે કેવા પ્રકારથી જાય ? તેનો વિચાર મારાથી થઇ શકતો નથી. પણ સહજ વિચારે એમ લાગ્યું કે એ ગુણોએ જેવો ઉપર વાટે થઇ મને નચવ્યો તેવીજ રીતે હવે એજ ગુણો (દોષોને) આપ પરમકૃપાળુ પ્રભુની સન્મુખ આગળ કરું, અને તેજ દોષોને વારંવાર આપ કૃપાળુનાથની સમીપે ગાઉં કે જેથી તે દોષોએ જેવો મને આગળ કર્યો હતો તેવા જ તેને આગળ કરું, અને એમ આગળ કરવાથી, વખતે એ સન્દુરુષ પ્રતાપે તે દોષો મોળા પડે. બાકી તો આપ કૃપાનાથની પરમકૃપાની દયા વિના એ પાપીષ્ટ દોષો જઇ શકે તેમ નથી એમ તો ખાત્રી છે. બીજું તો પત્રમાં લખવું સૂઝતું નથી, પણ હવે પછી વારંવાર જે જે દોષો મેં ગ્રહ્યા છે તે તે દોષો જે જે દેખાય તે સર્વ વખતોવખત આપ પરમ પૂજ્ય સાહેબની સમીપમાં પત્ર વાટે જણાવતો રહીશ. હાલ એજ વિનંતી. હે પ્રભુ ! કંઇક કંઇક છોરૂ યોગ્ય કામ સેવા ફરમાવવાની દયા થાય તો પરમ પરમ મંગલ આનંદ પ્રાપ્ત થાય. એજ. મૂઢાત્માના......... ફરી ફરી વિધિ સહિત નમસ્કાર.
કોઇપણ પ્રકારે આ આત્માથી અવિનય, આશાતના, અભક્તિ કે અપરાધ કોઇ પણ મન-વચન-કાયાથી કે આત્માથી થયો હોય તો વારંવાર નમસ્કાર કરી ક્ષમાવું છું. ક્ષમાપના ઇચ્છું છું.
પત્ર-૪૪
૧૯૫૩ - જેઠ વદી ૮ ભોમ સંવત ૧૯૫૩ના રોજ સાંજના છ વાગ્યે સાયલે જઇ સૌભાગ્યભાઇના પવિત્ર દર્શનનો કલ્યાણકારી લાભ મેળવ્યો હતો. એ પવિત્રાત્માની દયા, ક્ષમા, શાંતિ, અનુકંપા, સહનશીલતા, એકનિષ્ઠા અને આત્માની શુદ્ધ જાગૃતતા જોઇ વારંવાર આશ્ચર્યવંત થાઉં છું. ધન્ય છે એવા પવિત્રાત્માને ધારણ કરવાવાળા, જનક જનેતાને કે આવા ધર્માત્માને ઉત્પન્ન કરે છે. એવા ધર્માત્મા જે કુળને વિષે જન્મ પામ્યા છે તે કુળના સહકુટુંબમાં, ગામમાં ને સામાન્યપણે સગા સંબંધમાં જીવોને પણ પરમાર્થ પમાડે છે, અહોહો ! પવિત્રાત્માના કુટુંબ વર્ગના ભક્તિભાવ અને એ પુરુષના આત્માની શુદ્ધ ઉપયોગ સ્થિતિ જોઇ સર્વને વર્તતો પરમાનંદ, એવો
૪૮