________________
O GOES EXPERS સત્સંગ-સંજીવની SREER GR (
મૃત્યુના વખતનો દેખાવ, સમીપવાસી તમામ જીવોની એકાગ્રચિત્તપણે ભક્તિ અને આજ્ઞાંકિતપણું જોઇ અતિ અતિ આનંદ થાય છે. એ પવિત્રાત્માના ગુણોનું વિશેષ વર્ણન હું અલ્પજ્ઞ શું કરું ? પણ મારા પ્રત્યેની તે પુરૂષની દયા અનુકંપા જોઇ હું બહુજ આનંદ પામું છું. પણ ચાર દિવસ અગાઉ જવાનો જોગ બન્યો હોત તો બહુજ આનંદ થાત. એટલું જરા ન જવાયું તેટલો જરા ખેદ રહે છે. એકજ સગુરુનું સ્મરણ ચિંતવન ધ્યાન અને એકનિષ્ઠાપણું એ તો એજ આત્મામાં પ્રકાશ્ય હતું. - જેમ જેમ દુઃખની વિશેષતા થતી ગઈ, તેમ તેમ આત્માની શુદ્ધ તારતમ્યતા વધતી ગઇ. ગુરુવારે સવારે મેં ‘‘સહજાત્મસ્વરૂપ” સ્વામીનું સ્મરણ આપવા માંડ્યું ત્યારે પોતે કહ્યું કે હવે મને બોલાવીશ નહીં અને કંઇ કહીશ નહીં. આ સૌભાગ્યને બીજો ઉપયોગ હોય નહીં. દસ વાગે માથાશ્વાસ થયો તે વખતે અત્યંત દુ:ખસ્થિતિ | જોઇ વખતે દુ:ખના લીધે ભૂલાવો થઇ જાય એમ ધારી મેં કલાક ૧૦-૪૮ મિનિટે સ્મરણ આપ્યું. તે વખતે ઇન્દ્રિયો સાવ મંદ પડી ગઈ હતી અને જાણે આત્માજ બોલતો હોય અર્થાત તેટલાજ વચનોના પુદ્ગલ કાઢવાના હોય તેવી રીતે પોતે નીચે પ્રમાણે ભાષણ કર્યું : “હા, મારો એ જ ઉપયોગ છે. મારે તને ઉપદેશ કરવાની ઇચ્છા છે . પણ હવે તે વખત નથી. હું સમાધિમાં છું (સમાધિ એટલે આત્મ ઉપયોગ) તું સમાધિમાં રહેજે. હવે મને કંઈ કહીશ નહીં કારણ તું જે બોલે છે, તેમાં મારો ઉપયોગ દેવો પડે છે. તેટલો વખત મારે ઉપયોગ ચૂકી જાય તેથી ખેદ રહે છે.”
એટલું ભાષણ કર્યું કે તમામ સમીપવાસી સહકુટુંબ વર્ગ તથા મુમુક્ષુઓએ પરમ ભક્તિભાવે ત્રિકરણ યોગે સાષ્ટાંગ દંડવત્થી નમસ્કાર કર્યા. એ વખતે તમામ સમીપવાસી જીવોને ઉપયોગની તારતમ્યતા જોઈ પરમાનંદ થયો હતો તેથી કુટુંબ વર્ગના કોઇપણ જીવે ખેદ કે ઉદાસભાવ ભજ્યો ન હતો. અડધા કલાક સુધી દેહને દેહભાવે રહેવા દઇ પછી કુટુંબ વર્ગ લોકરૂઢીના અનુસારે રડવા કરવાનું કર્યું હતું. કુટુંબવાસી જીવોને પરમાર્થ પ્રાપ્ત કરવાનો ઉપકાર પોતે સારો કર્યો છે. પોતે તર્યા અને કુટુંબવાળાને તારવાની સમર્થતાવાળા એવા એક ધર્માત્માનો વિયોગ થવાથી અમૂલ્ય રત્ન ખોવા જેવું થયું છે. પ્રગટપણે તમામ જીવો ચરણ સમીપ રહી “શ્રી સહજાત્મ સ્વરૂપ સ્વામી પરમ દયાળ હે નાથ ! ” એ જ વચનો ઉચ્ચારતા હતા. અને પોતે પણ તે જ વચનો મુખથી કહેતા હતા. ઘણે ભાગે સાયલા ક્ષેત્રવાસી ઘણા જીવોને સત્પરુષની શ્રદ્ધા થવાનું નિમિત્ત એવા પવિત્રાત્મા શ્રી સુભાગ્યભાઇથી થયું છે. વધારે શું લખું ? ખચિત્ત આ લેખકને પૂજવા યોગ્ય, સ્મરણ કરવા યોગ્ય એવા ધર્માત્મા પુરુષનો વિયોગ થવાથી અને તેમના ઉત્તમોત્તમ ગુણો સાંભરી આવવાથી હૃદય ભરાઇ આવે છે. પણ કાળની કઠિનતા જોઇ નિરૂપાયતા છે. અને સદેવનો તેમના વિયોગનો ખેદ થાય છે. તથાપિ તે પવિત્ર આત્માના મૃત્યુ વખતની સમતા, દેહાદિ પ્રત્યેનો અપ્રતિબંધ ભાવ, દયા, ક્ષમા, અનુકંપા, સહનશીલતા તથા સ્વાભાવિક, સરળતા, નિશ્ચય, મુમુક્ષુતા, સદ્ગુરુ પ્રત્યે એકનિષ્ઠા અને આત્મજ્ઞાનની શુદ્ધ તારતમ્યતા એ આદિ ગુણ સંપન્ન વડે “જે દેહ ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે” તેથી અત્યાનંદ થાય છે. એવી જે શ્રીમદ્ શ્રી સૌભાગ્યભાઇની દશા પ્રત્યેક મુમુક્ષુઓએ વારંવાર સંભારી સંભારીને ગ્રહણ કરવા યોગ્ય છે. શ્રીમદ્ પવિત્રાત્મા શ્રી સૌભાગ્યભાઇને ત્રિકરણયોગે ત્રિકાળ નમસ્કાર હો ! નમસ્કાર હો ! અને શ્રીમદ્ સહજાત્મસ્વરૂપ સદ્ગશ્રી તેમના પવિત્રાત્માને અખંડ શાંતિ આપો !
એજ વિનંતી. અત્રે મારું વદ ૧૩ આવવું થયું છે. અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર.
૪૯