________________
O GSSSSSSS) સત્સંગ-સંજીવની
DO
મોકલવા કૃપા કરશો. આજે ટ્રસ્ટફંડ માટે પૂ. રેવાશંકરભાઈનો ખુલાસો માંગ્યો છે. વાર્ષિક રીપોર્ટ અત્રેની પુસ્તકાલયનો (શ્રી સુબોધશાળાનો) બહાર પાડવા વિચાર છે, પણ વગર પૈસે અત્રે કોઈ લખી આપનાર નથી. તેને માટે શું કરવું તેનો યોગ્ય ખુલાસો ઈચ્છું છું. તેમજ કેટલાક ધારા બાંધવાની ઘણી જ જરૂર છે. આપ જેવાનો અત્રે થોડો વખત સમાગમ જો રહ્યો તો બહુ ઉપકાર થાય. રૂા.૧૩/- છ આના આપે શ્રી રેવાશંકરભાઈને ત્યાં આપ્યા હશે ? શ્રી દામજીભાઈની તબીયત કેમ છે ? આરોગ્યતા લખશો. રીપોર્ટમાં જણાવેલા પુસ્તકો પૈકી કેટલાક મંગાવવાની જરૂર છે. શ્રી પાબંદીજી ક્યાં મળે છે તે જાણવા ઈચ્છું છું. હાલ એ જ.. - સેવક અંબાલાલના નમસ્કાર
પત્ર-૩૮ (૧) મોહ ગર્ભિત (૨) દુ:ખ ગર્ભિત વૈરાગ્ય તજીને જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં આવવું.
હાલ આટલી સામાન્ય નીતિ લખી (૭૦૦ માંથી) છે. બને તેટલી યાદ રાખવી. તે પ્રમાણે વર્તવા ઉદ્યમી થવું. વળી તમો ધર્મની પરમ જિજ્ઞાસા રાખજો અને વર્તમાનમાં અંતઃકરણમાં જેવા ભાવ વર્તતા હોય, જેવો નિયમ રાખ્યો હોય તે લખી જણાવશો એટલે તે પ્રમાણે તમને લખી શકાય.
જેમ બને તેમ અંત:કરણથી શુદ્ધ ભાવે દેવ, ગુરૂ, ધર્મની ઓળખાણ કરવી. કરીને પછી યથાયોગ્ય વ્રત, પચ્ચકખાણ, નિયમ, તપ-જ્ઞાન-ધ્યાન ઈત્યાદિ કરવું. કરવા ચૂકવું જ નહીં. એમ કરવાથી અને સંસારનો અનિત્યભાવ વિચારવાથી અંતઃકરણ નિર્મળ થશે ને તેથી સંસારથી ન્યારા થવાની જિજ્ઞાસા રહેશે. ત્યારે કાંઈ પાત્રતાનું લક્ષણ થશે. ત્યાં સુધી તમો યોગ્ય પાત્ર થાઓ. હું પણ યોગ્ય પાત્ર થઉં. વધારે આગળ જોઈ લઈશું. એમ કરતાં કોઈ સહુરૂષનો યોગ મળશે ત્યારે સમકિતની પ્રાપ્તિ થશે. હાલ તો જેમ કરતાં હોય તેમ દ્રવ્ય અને ભાવથી તપ, જપ કરવા ઉપર બહુ ધ્યાન દેવું અને તે જ્ઞાન સહિત કરવું અંતઃકરણથી કરવું. લોક ચાલે, લોકલજ્જાથી ન કરવું. જો અંત:કરણથી ઈચ્છયું હશે તો સત્વરૂષની કૃપા થશે. માટે ધર્મકૃત્ય ચૂકશો નહીં. વારંવાર શુદ્ધ ભાવે નીચેના વિચારો ધ્યાનમાં રાખવા.
હે આત્મા ! વિચાર કર. આ સંસારનો ભયાનક દેખાવ, ભયાનક સ્વરૂપ, દરેક જગોએ તું જુએ છે. છતાં તું તેમાં રતિ કેમ પામે છે ? તું તો અનંત સુખનો ધણી છું. પણ તે ભૂલી જઈ મોહને વશ થઈ મોહરૂપ મદિરા પાન કરી સંસારમય ભયાનક સ્થાનકમાં રખડે છે. અનેક કૃત્યો કરે છે. જુદા જુદા સ્વાંગ ધરે છે. તારું પોતાનું સ્વરૂપ ભૂલી જઈ પુદ્ગલીક સુખ જેમાં અનેક દુ:ખ રહ્યાં છે, તેમાં આસક્તિ પામે છે. કેવી મૂર્ખતા ! કેવી વિચિત્રતા! તને વિચાર નથી આવતો શું ? કે આ મારાં પુત્ર, પુત્રી, આ મારી સ્ત્રી, મારો ભાઈ, મારો બાપ, મારૂં મકાન, મારી વાડી, મારો ધણી, મારૂં ઘર, મારી કાયા, મારી માયા ઈત્યાદિક દરેક વસ્તુ મારાપણે માની રહ્યો છું. તે જો ને, એમાં તારું શું છે ? એ તો વિનાશી છે. તું અવિનાશી છે, ત્યારે એનો જોગ કેમ બને ? ને જો તે બન્યો તો કેવા કેવા વેષ ધારણ કર્યા. કોઈક પ્રસ્તાવે જોગી થયો, કદા ફકીર થયો, નારી થયો, નપુંસક થયો, પુરૂષ થયો, ભિક્ષુક થયો. ઈત્યાદિ ઘણા વેષ ધારણ કર્યો. તેમાં તારી શી ગરજ સરી, માટે હવે તો તેથી વિરક્ત થઈ જેમાં અનંતસુખ એવું અવિચળ મોક્ષ તારૂંજ ઘર સદા રહેવાનું સ્થાનક તે પ્રત્યે પામવાનું યત્ન કર અને આ પર વસ્તુ મૂકી દે.
ધિક્કાર છે, ધિક્કાર છે તુજને કે અનંતાકાળ રખડવા છતાં હજુ સુધી તૃપ્તિ પામતો નથી. અનંતા ભવ 'કર્યા છતાં મેરૂ પર્વત જેટલું ખાતા છતાં, સમુદ્ર જેટલું પાણી પીધા છતાં, હજુ સુધી તૃપ્તિ પામતો નથી એ કેટલી
૨૨૨