SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ RSS સત્સંગ-સંજીવની ) હતા અને તે વખતે હું ત્યાં હાજર હતો. તેમની ખાવા-પીવા-જમવાની રીત જોતાં મને બહુ આશ્ચર્ય થતું કે આમને તે કેવા જ્ઞાની કહીએ ? શ્રી કપાળુદેવ સાથે સોભાગભાઇ, ડુંગરપાઇ ભેગા પધાર્યા હતા. ત્યાર પછી શ્રી કૃપાળુદેવ પાછલી રાતના પ્રભાતે શ્રી મુંબઈ પધાર્યા, તે વખતે કંસારી સુધી વલોટાવવા ગયા હતા અને ત્યાં કેટલોક બોધ કર્યો હતો અને વકીલ લાલચંદભાઇ તે અરસામાં ગુજરી ગયા હતા. કપાળુદેવ શ્રી ઉંદેલ પધાર્યા ત્યારે ત્યાં ગયો હતો અને ત્યાં લોકો સમાગમમાં આવ્યા હતા. તે વખતે પુ. માણેકલાલ ઘેલાભાઇ, સોભાગભાઇ, ડુંગરભાઇ વગેરે તેમના સમીપમાં હતા અને ખંભાતથી ઘણાં લોકો ત્યાં આવ્યા હતા. કૃપાળુદેવ બપોર વેળાએ ત્યાં પધારતા અને બોધ થતો. એ બોધ એવો અપૂર્વ થતો હતો કે કોઇ વખતે નહીં સાંભળેલા શબ્દો તેમની મુખમુદ્રાથી નીકળતા હતા. તે માંહેલો બોધ કેટલાક મોટા પુસ્તકજીમાં આવી ગયો છે. શ્રી કપાળુદેવે બીડીનો નિષેધ બોધમાં બહુ કર્યો હતો અને માણેકલાલભાઇએ બધાને ફરજ પાડી બંધ કરાવી હતી અને તે વખતે મેં બીડીનો ત્યાગ કર્યો હતો. | શ્રી કૃપાળુદેવ શ્રી રાળજ પધાર્યા ત્યાં હંમેશ જતો હતો અને છૂટક છૂટક જવા-આવવાનું થતું અને ભાઇ નગીનભાઇ કાયમ તેમના સમીપમાં હાજર રહેતા, ઘરે આવતા નહોતા. ત્યાંથી શ્રી વડવે શ્રી કૃપાળુદેવ પધારવાનો બીજે દિવસે ટાઇમ ૧૦વાગ્યાનો આપ્યો હતો. અંબાલાલભાઇ, નગીનદાસે ટાઇમસર ગાડી લાવવી ધારેલ, પણ વાર થઇ ગઇ હોવાથી શ્રી કૃપાળુદેવ જે ટાઇમ બોલી ગયા હતા તે જ ટાઇમસર ચાલીને શ્રી વડવે પધાર્યા હતા, અને તે વખતે ખંભાતથી ૭ મુનિઓ શ્રી વડવા લગભગ સામા પધાર્યા હતા અને શ્રી વડવે ધર્મશાળાના મુકામે શ્રી કૃપાળુદેવ બિરાજ્યા હતા અને ત્યાં શ્રી કૃપાળુદેવ, અંબાલાલભાઇ, નગીનદાસ કાયમ રહેતા હતા અને અંબાલાલભાઇ જાતે રસોઇ કરતા હતા અને બહુ ભક્તિભાવથી જમાડતા હતા અને બપોરે વડ તળે શ્રી કૃપાળુદેવ પધારતા હતા તે વખતે સાત મુનિઓ તથા ગામના માણસો ૨૦૦-૨૫૦ આશરે બોધ સાંભળતા હતા. તે વખતે રૂમાલ રાખીને ઉપદેશ દેતા હતા પણ એકદમ નીચે મૂકી દીધો અને તે ઉપરથી એક ગૃહસ્થ સવાલ કર્યો કે તમે ઉઘાડે મોઢે કેમ બોલો છો ? તમારે મુહપત્તી શાસ્ત્રમાં નથી કહી ? કૃપાળુદેવે જવાબ આપ્યો કે રૂમાલ મૂકી દેવાનું કારણ તમે પ્રશ્ન પૂછશો તેટલા માટે હતું અને તેથી તેમનું સારી રીતે મન સમાધાન પામે તેમ બોધ કર્યો હતો. પણ તે વખતે તે માણસ બહુ વેગમાં હતો જેથી તેના મનનું સમાધાન થયું નહોતું. - પરમકૃપાળુદેવ સાંજના શ્રી વડવેથી દરિયા તરફ ફરવા પધાર્યા હતા. સાથે ભાઇ શ્રી અંબાલાલભાઇ વગેરે ભાઇઓ હતા. ત્યાંથી આવતી વખતે ભાઇ શ્રી અંબાલાલભાઇએ પરમકૃપાળુદેવને પૂછયું કે ગટોરચંદ મોતીચંદે આજે ઘણી જ આશાતના કરી છે, માટે ઘણું જ મોટું કર્મ ઉપાર્જન કર્યું હશે. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે તમો તેઓની નિંદા કરશો નહીં, અવગણના બોલશો નહીં, તે પુરૂષ થોડા વખત પછી માર્ગ પામશે અને થયેલી | ભૂલને માટે પશ્ચાત્તાપ ફરશે - વગેરે પરમકૃપાળુદેવે જણાવ્યું હતું. તે માણસ અમુક દિવસ સુધી બહુ જ નિંદામાં ઊતરી ગયો હતો. ત્યાર બાદ મુનિશ્રી લલ્લુજી સ્વામી તથા મુનિ શ્રી દેવકરણજી સ્વામી શ્રી ખંભાત પધારેલા અને ત્યાંથી જ્યારે વિહાર કરી ગવારા દરવાજા બહાર કણબીની ધર્મશાળામાં એકાદ-બે દિવસને માટે રોકાયા હતા, તે સમયે | મુનિશ્રી દેવકરણજી સ્વામી વ્યાખ્યાન કરતા હતા ત્યારે ઘણા જ ભાઇઓ વ્યાખ્યાનમાં આવતા હતા. તે વખતે જ્ઞાનાવરણીય કર્મ સંબંધી ઘણી જ વ્યાખ્યા કરી હતી. તે વખતે ગટોરચંદ મોતીચંદને ઘણો જ પશ્ચાત્તાપ થયો હતો અને મુનિશ્રી પ્રત્યે જણાવ્યું હતું કે મેં પ્રથમ વડવા મુકામે પરમકૃપાળુદેવની ઘણી જ નિંદા કરી હતી અને ઘણી જ આશાતના કરી હતી જેથી તે કર્મ હવે શી રીતે છૂટશે ? વગેરે પશ્ચાત્તાપપૂર્વક જણાવતા હતા. ત્યારે ૧૬૩
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy