________________
SMS સત્સંગ-સંજીવની
)
મુનિશ્રીએ જણાવ્યું કે થયેલા દોષને માટે પશ્ચાત્તાપ કરવો અને ફરીથી તેવું કૃત્ય ન થાય તેમ વર્તવું એ જ બંધનમુક્ત થવાનો માર્ગ છે. અને હવેથી તમો હંમેશા ભાઇ શ્રી અંબાલાલભાઇ વગેરે ભાઇઓના સમાગમમાં જવાનું રાખજો. આ પ્રમાણે જણાવ્યું હતું, જેથી તેઓ હંમેશા સમાગમમાં આવતા હતા.
પરમકૃપાળુદેવ શ્રી વડવા મુકામે હતા તે સમયમાં મારે કામ પ્રસંગે મુંબઈ જવાનું હતું, જેથી હું પરમકૃપાળુદેવની પાસે ગયો અને દર્શન કરી મેં પરમકૃપાળુદેવ પ્રત્યે જણાવ્યું કે હું મુંબઇ જવાનો છું માટે કાંઇ કામકાજ હોય તો જણાવો. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે કાંઈ કહેવાનું નથી. ત્યાર બાદ હું મુંબઇ ગયો હતો.
પરમકૃપાળુદેવ મુંબઇમાં જ્યારે બોધ દેતા હતા તે વખતે એક માણસનો પીત્તલનો લોટો મારી પાસે રહી ગયેલ જેથી તે ધણી મારી પાસે લેવા આવ્યો હતો અને મારી પાસે આવી કાનમાં ધીમા સ્વરે જણાવ્યું કે લોટો આપો. તે વખતે મારું ધ્યાન પરમકૃપાળુદેવનો બોધ સાંભળવા તરફ હતું જેથી તે વાત મેં ધ્યાનમાં લીધી નહોતી, તેથી તે ધણી લોટા માટે ઊંચો નીચો થયા કરતો હતો. તે વખતે પરમકૃપાળુદેવે લોટા સંબંધી બોધ કર્યો કે અહો! એક તુચ્છ કીંમતનો લોટો તે રૂપ આત્મા કરી મૂક્યો છે. તે વિષે ઘણો જ બોધ આપ્યો હતો.
હું મુંબઈમાં પરમકૃપાળુદેવના સમાગમમાં હતો તે વખતે ત્યાં એક એવા સમાચાર આવ્યા કે આસો સુદ ૧૦ દશેરાના દિને શ્રી ધરમપુરમાં એકસો આઠ પાડાનો વધ થાય છે. ત્યારે તેના બચાવને માટે પરમકૃપાળુદેવે વ્યાખ્યા કરી હતી કે શ્રી ધરમપુરમાં સભા મેળવવી અને ત્યાં ભાઇ શ્રી માણેકલાલભાઈ ઘેલાભાઈને મોકલવા અને મુંબઈના શાસ્ત્રીઓ પાસે તેઓના વેદના આધારો કઢાવતા હતા અને કેટલાક અર્થનો અનર્થ કરતા હતા તેને માટે પરમકૃપાળુદેવ બોધ કરતા હતા અને કેટલાક પૈસાના લોભી હોય તેઓને પૈસા આપતા હતા અને ભાષણો કરવાનું કામ જારી રાખ્યું હતું. પરમકૃપાળુદેવ તે બચાવને માટે રાતદિવસ પરિશ્રમ લેતા હતા જેથી તેનું છેવટનું પરિણામ એ આવ્યું કે પાડા મારવાનું બંધ થયું હતું.
જ પરમકૃપાળુદેવ જ્યારે આણંદ મુકામે પધારેલા હતા અને ત્યાં પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં ઉતારો હતો તે સમયે હું મુંબઇથી આવતો હતો અને ત્યાં હું દર્શન અર્થે ગયો હતો. તેવા સમયમાં આણંદમાં મરકીનો રોગ ચાલુ થયો હતો અને ત્યાં એક માણસને તે રોગ લાગુ થવાથી તે માણસને કાઢી મુકી તે જ ધર્મશાળાની નજીકમાં નાખી મૂકેલ હતો. પરમકૃપાળુદેવ ત્યાંથી જતા હતા અને તે માણસ નજરે પડ્યો જેથી અંબાલાલભાઇ વગેરેને જણાવ્યું કે આ માણસને ધર્મશાળામાં લઇ જાઓ અને તેની સારવાર કરો, દવા વગેરે સાધનો લાવો. તેથી અંબાલાલભાઇએ ડોકટરને બોલાવ્યો અને દવા કરાવી અને તેની બરદાસ સારી કરી હતી, પરંતુ તે માણસ બીજે દિવસે ગુજરી ગયો હતો. ત્યાં આણંદ મુકામે મારા ભાઈ નગીનદાસ પણ હાજર હતા. મારા ભાઇએ પરમકૃપાળુદેવ પ્રત્યે જણાવ્યું કે મારા મામા બહુ જ નિંદા કરે છે. તે વખતે પરમકૃપાળુદેવે કાગળ તથા ખડીઓ કલમ મંગાવ્યા અને “મૂળ મારગ સાંભળો જિનનો રે’ એ પદ રચ્યું અને નગીનદાસને પરમકૃપાળુદેવે જણાવ્યું કે લો, આ તમારા મામાનો છેડો ઝાલીને કહેજો કે જૈનનો મારગ આ પ્રમાણે છે એમ કહી પરમકૃપાળુદેવે તેના વિસ્તારથી અર્થ પ્રકાશ્યા હતા. પર ત્યાં એક ભાઇ ઘણા ભાગે તેનું નામ મોતીભાઈ હતું અને સાણંદવાળા હતા તેઓ પરમકૃપાળુદેવના દર્શન કરવા આવ્યા હતા. તે વખતે સવારે પરમકૃપાળુદેવ બોધ દેતા હતા અને તે માણસ ચૌદ પ્રશ્નો પૂછવા ધારીને ઉતારો કરીને લાવ્યા હતા. તે પ્રશ્નોનો ઉતારો તેઓની પાઘડીમાં ખોસેલો હતો. તે વખતે તે ધણીએ પ્રશ્નો પૂછયાં નહોતા અને પરમકૃપાળુદેવ બોધ દેતા હતા તેમાં તેઓના ચૌદે પ્રશ્નોનો ખુલાસો કર્યો હતો અને તેઓના મનનું સારી રીતે સમાધાન થયું હતું. તેથી તે માણસ ઊભો થઈને પરમકૃપાળુદેવ પ્રત્યે હાથ જોડી બોલ્યો કે આપ પ્રભુ
૧૬૪