SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ RESERS સત્સંગ-સંજીવની CSR તે વખતે દૂરથી ‘નાગીન’ એમ કહીને કૃપાળુદેવે બોલાવ્યા. ભાઈ નગીનદાસને મનમાં બહુ જ આશ્ચર્ય થયું કે મેં તેમને કોઇ વખતે જોયા નથી, તેમ હું કોઇ એવા દેશાવર ગયો નથી, તો તેમણે મારું નામ કેવી રીતે જાણું ? તે ઉપરથી શ્રી કૃપાળુદેવને પૂછવાને મન મૂંઝાતું હતું તે શ્રી ફેણાવ - શા. છોટાલાલ કપૂરચંદને ત્યાં જમવા બેઠા તે વખતે ભાઈ નગીને કૃપાળુદેવને પૂછયું કે મારું નામ નગીન કેવી રીતે જાણ્યું ? તો કૃપાળુદેવે કહ્યું કે મેં તમને જોયેલા છે. તો નગીનદાસે કહ્યું કે હું કોઈ વખત રેલરસ્તે ગયેલ નથી અને હજુ સુધી ગાડી જોઇ નથી અને મારા પિતાશ્રીની સાથે શ્રી બરવાળે જાનમાં તથા નડીયાદ (?) પોપટ રૂપચંદની જાનમાં એ સિવાય કોઇ ઠેકાણે ગયો નથી, તો ત્યાં મને જોયો છે ? તો કૃપાળુદેવે કહ્યું કે ના, તારો જન્મ જેઠ મહીનાની મીતી સાથે કહી હતી અને સાલ પણ કહી હતી. તે પ્રમાણે નગીનદાસને સવાલ કર્યો. નગીને કહ્યું કે મને ખબર નથી. શ્રી કૃપાળુદેવે કહ્યું કે તારી માતુશ્રીને પૂછી જોજે. ને ઘેર આવી સર્વે હકીકત, તે કહ્યા મુજબ જન્મ વગેરે હતું, તેથી નગીનદાસને આશ્ચર્ય થવાથી મને પણ જ્ઞાની તરીકે પ્રેમ ઉત્પન્ન થયો. શ્રી કૃપાળુદેવ ખંભાત પધાર્યા અને શા. માણેકચંદ ફતેચંદના ત્રીજા મેડા ઉપર ઊતર્યા હતા અને ત્યાં ઘણા લોકોનું આવવાનું બનતું અને શ્રી કૃપાળુદેવને ઘણા માણસો પ્રશ્ન પૂછતા અને તેનું સમાધાન એવી રીતે થતું હતું કે આવેલા પુરૂષો શાંત થતા હતા અને તે લોકો એમ બોલતા હતા કે આ માણસ કોઇ મહાજ્ઞાની છે. કૃપાળુશ્રી પાસે આખો દિવસ એટલા બધા માણસો બેસી રહેતા હતા કે અંબાલાલભાઇ તેમને બહુ તકલીફ ન થઇ પડે તેટલા માટે બહાર તાળું વસાવતા હતા, પણ લોકોનો પ્રેમ એટલો બધો કે બીજે દાદરેથી કપાળુદેવ પાસે આવી જતા હતા. પોપટલાલભાઇ ગુલાબચંદ તરફથી - શ્રી ખંભાતના સ્થાનકવાસીના ઉપાશ્રયે મહારાજ હરખચંદજી પાસે કૃપાળુદેવ પધાર્યા હતા તે વખતે તેમની સમીપમાં હું હાજર હતો. ત્યાં એમણે ૧૬ અવધાન કરી બતાવ્યા હતા. મહારાજ હરખચંદજી મુનિ ખંભાતમાં પૂજ્ય તરીકે અને પંડિત હતા અને કૃપાળુદેવ માટે એમ કહેતા હતા કે આ પુરૂષ આત્માર્થી છે. તેમણે ૧૬ અવધાન કરવાથી અને જ્ઞાનચર્ચા થવાથી હરચંદજી મહારાજ કહેતા કે આ પુરૂષ જ્ઞાની છે. એમ બોલતા હતા. તે વખતે આ પુરૂષનું જ્ઞાની તરીકેનું ઓળખાણ મને દૃઢ થયું હતું. ત્યાર પછી કૃપાળુદેવ શ્રી અંબાલાલભાઇને ત્યાં પધાર્યા હતા અને તે વખતે હું હાજર હતો. ત્યાં વકીલ લાલચંદભાઇ કપાળુદેવને શ્રી અંબાલાલભાઈ પ્રત્યેનો કેટલોક ઠપકો આપતા હતા. શ્રી કપાળુદેવે લાલચંદભાઈને સમકિત સંબંધી કેટલીક વ્યાખ્યાઓ કહી હતી. લાલચંદભાઇએ તે વખતે કહ્યું હતું કે તે સંબંધી હું કંઇ સમજતો નથી. તો કૃપાળુદેવે કહ્યું કે આટલા બધા વર્ષો થયાં તો શું કર્યું ? અને કૃપાળુદેવે સમકિત સંબંધી કેટલોક બોધ આપીને તેમના મનનું ઘણું જ સમાધાન કર્યું હતું. શ્રી કૃપાળુદેવ ગુપ્ત રહેવા પોતાને માટે વારંવાર કહેતા હતા. શ્રી કૃપાળુદેવ શ્રી નારેસર ઉપર લાલબાગના સામે તળાવ ઉપર સાંજના ફરવા જતા, ત્યાં શ્રી કૃપાળુદેવ પધાર્યા હતા અને હું ત્યાં આગળ ઘણો જ બોધ કર્યો હતો અને તે વખતે મને બહુ પ્રેમથી નિશ્ચય થયો હતો કે આવું કોઇ મુનિમાં || જ્ઞાન નહીં હોય. આ તો ખાસ મહાત્મા છે. વળી મારા કરતાં મારા નાના ભાઈ નગીનદાસને બહુ જ નિશ્ચય થઈ ગયો હતો અને તેમના સમીપ સિવાય એક ઘડી પણ ખસતો નહોતો. કૃપાળુદેવ શ્રી નારેસર બિરાજમાન થયેલા, તે વખતે ઘેરથી મારા કાકા માણેકચંદ ફતેચંદે કૃપાળુદેવને બોલાવવા માણસ મોકલ્યું હતું અને તે માણસે ધીરે રહીને વાત કરી કે સાહેબજીને કોઇ કારભારી આવેલા છે તે બોલાવે છે. શ્રી કૃપાળુદેવે જવાબ આપ્યો કે તેમને શીંગડા છે ? શ્રી કપાળુદેવે જે બોધ ચાલુ હતો તે ઉપર લક્ષ રાખેલ હતો. પછી રાત્રે મુકામે પધાર્યા હતા. તે શા. માણેકચંદ ફતેચંદને ત્યાં જમતા હતા અને દિન ૧૮ સ્થિરતા આશરે કરેલ હતી. એક સાધારણ મુનિ હોય અને મુનિ હોય તે પણ વ્યવહારની વાત કરે અને આટલા બધા સમાગમમાં વ્યવહારની કંઇ પણ વાત નહીં જોવાથી તેમનો જ્ઞાની તરીકેની ઓળખાણનો નિશ્ચય આવતો હતો. કૃપાળુદેવ ત્રિભુવનભાઇને ત્યાં પણ જમ્યા ૧૬૨
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy