________________
GRESS સત્સંગ-સંજીવની RER REM()
erl.
ઊઠાડી કહ્યું હતું કે ચૈતર મહિનો મારે માટે ભારે છે અને વખતે આ ક્ષણભંગુર દેહ પણ છૂટે. એ પ્રમાણે કહેલું. પણ સ્ત્રીજાત ખેદ પામે તેથી ફરી કહ્યું કે દેહ વિષે પીડા ભોગવે અથવા પૈસાથી નુકશાન થાય. તેમ કહીને વાત ફેરવી. આ વાત તેમની પત્નીએ કોઈને જણાવા દીધી નહીં. આ વખતે તેમની પત્નીએ તેમના ભાઈ મોહનલાલને આ વાત કહી. તમારા ભાઈશ્રી આ પ્રમાણે માસ એક પહેલાં કહેતા હતા.
ભાઈશ્રી તથા મુમુક્ષુભાઈ નગીનદાસ તથા મુમુક્ષુભાઈ ભાઈચંદ એ ત્રણે ભાઈઓ એક જ વખતે અને એક જ રોગની બિમારીમાં હતા. અને પોતે જાણતા હતા કે અમો એક જ બિમારીમાં છીએ, તેથી ભાઈશ્રી એમ બોલતા કે ભાઈ નગીનદાસ તથા ભાઈ ભાઈચંદને કેમ છે? તેટલા શબ્દો કોઈ કોઈ વખતે બોલતા. - સોમવારે સવારે અત્યંત વેદનીનો ઉદય આવ્યો. પોતે એક ચિત્તથી શાંતભાવે વેદતા. તેમના પિતાજી તથા તેમની પત્ની પૂછતાં કે તમોને કેમ છે ? શું થાય છે ? ને તમોને કેમ લાગે છે ? તો તે કહેતા કે મને ઠીક છે, સારૂં થશે, એવી ધીરજ સર્વ કટુંબીને આપતા. વેદની અનંત હતી છતાં પણ એમ કહેતા ન હતા કે દરદ થાય છે. પરમકૃપાળુદેવનું તથા સધર્મનું તથા સર્વશદેવનું શરણ મોંઢેથી તેઓશ્રી બોલતા.
સોમવારના સવારથી બપોર સુધીમાં સ્થિતિ ઘણી ભયંકર માલમ પડતી હતી. અને બપોર પછીના ચાર વાગ્યાના અરસામાં ભાઈશ્રી બોલ્યા કે ભાઈચંદને કેમ છે? પછી મુમુક્ષભાઈઓ અવારનવાર આવતા અને શ્રીમદ્ રાજચંદ્ર કૃત વાણી વાંચી સંભળાવતા ને ભાઈશ્રી તે એક ચિત્તે શ્રવણ કરતા. વેદના ઘણી હતી છતાં શાંતભાવે સમાધિયુક્ત ભાવે વેદતા હતા. કીલાભાઈ સાંજના સાડાચારના સુમારે પધારેલ તે વખતે ભાઈશ્રી દોહરા (હે પ્રભુ, હે પ્રભુ...) એ પોતે બોલતા હતા. તે વખતે આખર સ્થિતિમાં હતા, તો પણ પોતાની શુદ્ધ સ્થિતિથી બોલતા. છેવટે રાતના સુમારે સાડા નવ વાગતાં એટલે દેહ છોડવા સમયે સર્વે ભાઈઓ ધર્મનું વિવેચન કરતા હતા. વેદની પોતે શાંતભાવે વેદતા હતા. છેવટે દેહ છોડ્યો ત્યારે પણ તેમણે કોઈ જાતની અસ્વસ્થતા અનુભવી નથી.
છેલ્લે ભાઈશ્રી ત્રિભોવનભાઈ સોમવારને દહાડે મોટું પુસ્તક શ્રીમદ્ રાજચંદ્રનું વાંચન કરતા હતા. તે ભાઈશ્રી ધ્યાન દઈને સાંભળતા હતા ને પછી ભાઈ છોટાલાલ માણેકચંદ પણ ધર્મસંબંધી વિવેચન કરતા ભાઈશ્રી છેવટ સુધી તેમનો દેહ છોડશે તેવા ચિન્હો થયા નથી. રાતે સાડા નવ દેહ છોડ્યો ત્યારે ભાઈશ્રીની કાંતિ શોભી ઊઠી હતી. ને દેહ છોડતાં સુધી કાંતિ રમણીય દેખાતી હતી. અને ડાબા પગનો અંગૂઠો ચમક ચમક થતો હતો.
- પરમ પૂજય શ્રી દેવકરણજી મહારાજ સાહેબની અંતિમ દશાનું ચિત્ર
શ્રી દેવકરણજી આદિ ચરોત્તરમાં વિચરતા હતા તે અરસામાં શ્રી દેવકરણજીને પગમાં કાંટો વાગ્યો. સંવત ૧૯૫૮નું ચાતુર્માસ તેમને બોરસદમાં કરવાનું હતું પણ કાંટો વાગવાથી પગ પાક્યો અને હાડકું સડવા લાગ્યું એટલે અમદાવાદ ખાતે ચોમાસું નક્કી કર્યું, અને મુમુક્ષુભાઈઓએ ડોળીમાં બેસાડી તેમને અમદાવાદ મોકલ્યા. ત્યાંના પરિચિત સ્થાનકવાસીઓ તથા અન્ય મુમુક્ષુ વર્ગે બહુ સારી સેવા કરી. ક્લોરોફોર્મ આપી ઓપરેશન કરવાનો ડૉકટરનો અભિપ્રાય હતો.
પણ શ્રી દેવકરણજી બેભાન રહેવા માગતા ન હતા. એટલે ક્લોરોફોર્મ વિના જ ઓપરેશન કરવું પડ્યું. સાત વખત ફરી ફરી ઓપરેશન કરવાં પડયાં પણ ક્લોરોફોર્મ ન લીધું તે ન લીધું. આખરે એ ચોમાસામાંજ શ્રી દેવકરણજીનો દેહ અમદાવાદમાં પડ્યો.
શ્રી લક્ષ્મીચંદજી આદિ મુનિયો શ્રી દેવકરણજી સાથે અમદાવાદ ચોમાસુ રહેલા. તેમને આશ્વાસનનો પત્ર શ્રી લલ્લુજી સ્વામિએ કરમાળાથી લખ્યો હતો. તેમાં જણાવે છે - તેને આત્મસ્વરૂપનો લક્ષ લેવાની ઈચ્છા હતી,
૩૦૭