________________
RSS) સત્સંગ-સંજીવની હSHARS SMS
આનંદ પ્રાપ્ત થયો છે. એક વખત તે ગ્રંથ વાંચી ગયો છું. સરળ ભાષામાં અત્યંત ગંભીરતાદર્શક અને જેની ટીકા કે અનુવાદ ખરેખરા જ્ઞાની એટલે કે અનુભવી તથા શાસ્ત્રજ્ઞાનીથી થાય તેવો આ ગ્રંથ છે. મને અનુભવ નથી, તેમ શાસ્ત્રજ્ઞાન પણ નથી, અને આ ગંભીર આશયના ગ્રંથનો શબ્દાર્થ લખવો અતિ કઠણ છે. પણ સિંહના પ્રસાદથી જેમ બકરો હાથીના મસ્તક ઉપર બેસી શક્યો હતો તેમ વિદ્યમાન સરૂની સહાયથી આત્મસિદ્ધિના અનુવાદ તરીકે દર મેળે દશ દશ પત્ર (પાના) આપને ઘણું કરી બીડીશ. મને ભાષા જ્ઞાન નથી માટે તે સંબંધી મારા વિચારોમાં ફેરફાર હોય તો જણાવશો. વારંવાર શ્રીમદ્ પરમોપકારી સદ્ગુરૂ પ્રત્યે મારી વંદના કહેશો. હંમેશ સંભાળ રાખવા વિનંતિ કરશો. | વિ. આપનો કૃપાપત્ર કારતક સુદ-૧૪નો અત્રે વખતસર આવી પહોંચ્યો છે. એ જ પ્રમાણે પત્ર લખવાની મહેરબાની થશે. એક હજાર વર્ષના તપ કરતાં એક ઘડીના સત્સંગનું ફળ વધારે છે. આપને પોણાત્રણ માસ સુધી સત્સંગનો લાભ મળ્યો તેથી પરમાર્થ પ્રાપ્ત થાય તે યોગ્ય જ છે. આ સાથે આ સિ. પુસ્તકના અનુવાદના પાના મોકલ્યાં છે. મને શુદ્ધતાપૂર્વક લખવાનો મહાવરો ન હોવાથી આપ ભૂલો સુધારશો. અને સાફ નકલ પરમકૃપાળુશ્રીને મોકલવાનો વિચાર રાખશો. ઘણું કરી દિવસમાં એક વાર આ.શિ. ગ્રંથ વાંચવાનો અને કંઈક ભાગ મનન કરવાનો પ્રસંગ બને છે. નિદિધ્યાસન કરવાનું બનતું નથી. તે જાણશો.
લિ. સેવક માણેકલાલના દંડવત પ્રણામ.
વીરમગામ, તા. ૨૬-૧૧-૯૭ શ્રી સદ્ગુરૂદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર.
પરમપૂજ્ય શ્રી સદ્ગુરૂ પરમાત્માશ્રીના સાત્વિક આનંદ પ્રવાહમાં સદા સ્નાન કરનાર, સ્વરૂપાનંદને પમાડનાર, ભક્તિમાર્ગનું પ્રબળપણે અનુષ્ઠાન કરી તે અનુષ્ઠાનને સદા સતત પ્રવાહરૂપે પ્રગટ કરનાર, પુરુષોમાં ઉત્તમ ગણાતા પુરુષવીરોથી ભરેલા મંડલમાંના એક, પરમ પૂજ્ય અગ્રગણ્ય પુરુષોત્તમ શ્રીમદ્ ભાઈ અંબાલાલભાઈની પવિત્ર સેવામાં.
આપને પહેલાં એક પનું લખ્યું તેમાં આત્માના પ્રદેશ સંબંધીનો ખુલાસો મેળવવા બે પ્રશ્ન પૂછેલ તેનો આપના તરફથી પ્રત્યુત્તર મળેલ નથી. પૂ. શ્રી કુંવરજીભાઈના કહેવાથી માલુમ પડે છે કે આપ સંસ્કૃત અભ્યાસ કરો છો અને તેથી ફુરસદ મળતી નથી. માટે આપને પત્ર લખી તસ્દી આપી છે, તે માફ કરશો. લખેલ પ્રશ્નનો ઉત્તર જાણવા જિજ્ઞાસા હતી, તે ઉપશમાવી છે. અને આપને યોગ્ય લાગે ત્યારે આપ કૃપા કરતા રહેશો. કારણ કે આ જીવને હજુ સુધી કોઈ પણ પ્રકારે મૃદુતા આવી હોય અને જ્ઞાનાવરણીયનો ક્ષય થયો હોય એમ જણાતું નથી. માટે એ હદના પ્રશ્નના જવાબ આ જીવ જાણવા યોગ્ય જ હજુ લાગતો નથી. માટે યોગ્ય લાગે એવો જ્ઞાનબોધ આપવા ફુરસદે આપ તરફથી કૃપા થશે.
શ્રી ઈષ્ટના મુખસ્વરૂપનું સ્મરણ, ચિંતન કરતાં તથા વૃત્તિઓને અસાર વિષયો પ્રતિ વહેતી રોકતાં, ઈષ્ટ સ્વરૂપ રસ-સાગરમાં સદ્ગુરૂ કૃપાથી નિમગ્ન રહેવાય, એમ ઈચ્છી પત્ર સમાપ્ત કરું છું. દીન છોરૂં સુ. છે. ના . પ્રણામ સ્વીકારશોજી.
પત્ર-૮
૨૩૮