SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની કાળમાં ચરમ શરીરી કહ્યા છે. જિનના અભિપ્રાય પ્રમાણે પણ આ કાળમાં એકાવતારી જીવ થાય છે. આ કંઈ થોડી વાત નથી, કેમકે આ પછી કાંઈ મોક્ષ થવાને વધારે વા૨ નથી. સહેજ કાંઈ બાકી રહ્યું હોય, રહ્યું છે તે પછી સહેજમાં ચાલ્યું જાય છે. આવા પુરુષની દશા, વૃત્તિઓ કેવી હોય ? અનાદિની ઘણી જ વૃત્તિઓ શમાઈ ગઈ હોય છે, અને એટલી બધી શાંતિ થઈ ગઈ હોય છે કે, રાગદ્વેષ બધા નાશ પામવા યોગ્ય થયા છે. ઉપશાંત થયા છે.’’ તેવી જ રીતે પૂ.શ્રી અંબાલાલભાઈ પ.કૃ.દેવના અંતરનો મર્મ એવો પકડી લેતા હતા કે દા.ત. આત્મસિદ્ધિજી ગાથા ૧૦૫.... છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. તે ગાથાના ભાવ સ્પષ્ટ કરતાં અર્થ પૂરતાં તેઓ જણાવે છે કે અહીં ‘જન્મ’ શબ્દ બહુવચનમાં વાપર્યો છે, તે એટલું જ દર્શાવવાને કે ક્વચિત તે સાધન અધૂરાં રહ્યા તેથી, અથવા જઘન્ય કે મધ્યમ પરિણામની ધારાથી આરાધન થયાં હોય તેથી, સર્વ કર્મ ક્ષય થઈ ન શકવાથી બીજો જન્મ થવાનો સંભવ છે, પણ તે બહુ નહીં, બહુ જ અલ્પ, ‘સમકિત આવ્યા પછી જો વમે નહીં, તો ઘણામાં ઘણા પંદર ભવ થાય' એમ શ્રી જિને કહ્યું છે, અને ‘જે ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભવે પણ મોક્ષ થાય’. અત્રે તે વાતનો વિરોધ નથી આમ જણાવી પ્રભુની વાત ઝીલી પ્રભુના અંતરના મર્મને તેઓ બરાબર પારખી ગયા હતા. આવા હતા એ પૂ.શ્રી અંબાલાલભાઈ. તેવી જ રીતે ગાથા ૧૧૩ - કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. તેનો અર્થ પૂરતાં તેઓ જણાવે છે કે સર્વઆભાસ રહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે ક્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન્મુક્તદશારૂપ નિર્વાણ દેહ છતાં જ અત્રે અનુભવાય છે. આમ કહી પરમકૃપાળુ ભગવંતની વર્તતી અંતરદશાના તેઓશ્રીએ અદ્ભુત દર્શન કરાવ્યાં છે. તેમજ મુમુક્ષુભાઈઓ પર પત્ર લખતાં, આપણને આવા પરમપુરુષનો જોગ મળ્યા પછી આપણી અંતર સ્થિતિ કેવી પલટાવી જોઈએ, દોષો કેવા મંદ પડવા જોઈએ અગર જવા જોઈએ તેનું આબેહુબ સચોટ રીતે પ્રશ્નો ઊભા કરીને અંતરમાં ડોકિયું કરાવ્યું છે, હૃદયના તાર જગાડયા છે. સૌને પોતાની અંતરસ્થિતિ તરફ લક્ષ આપવા પ્રેરણા કરી છે કે આવા પરમપુરુષનો બોધ મળ્યા પછી આપણા આત્માની શું દશા વધારી ? સંસારને કેવી રીતથી ખોટો ધાર્યો ? ક્રોધ કેટલો ઓછો કર્યો ? માયાનો કોઈ ભાગ કમી થયો કે કેમ ? આપણે માનને વધાર્યું કે ઘટાડ્યું ? આપણા ગજા મુજબ કેવી ઉદાર વૃત્તિ થઈ ? આમ અનેકાનેક પ્રકારે પ્રશ્નો ક૨ી અંતર નિરિક્ષણ કરાવ્યું છે. તેમજ જ્ઞાની પુરુષનાં દર્શન કરતાં, તેમની દશા વિચારતાં દોષોને હડસેલી કાઢી કેવી પરમોત્કૃષ્ટ દશા પ્રાપ્ત કરી છે- તે (સત્સંગ સંજીવની પાન ૧૪૭/૧૪૮ પ્ર.આ.) વાંચતાં-વિચારતાં ખ્યાલ આવે છે. તેવીજ રીતે વ.માં ઉપદેશ છાયા ૩/પાન ૬૮૭માં જણાવેલ છે કે “સત્સંગ થયો છે તેનો શો પરમાર્થ ? તેમ પ્રશ્ન ઊભો કરીને જણાવ્યું છે કે સત્સંગ થયો હોય તે જીવની કેવી દશા થવી જોઈએ ? તે ધ્યાનમાં લેવું. પાંચ વરસનો સત્સંગ થયો છે તો તે સત્સંગનું ફળ જરૂર થવું જોઈએ અને જીવે તે પ્રમાણે વર્તવું જોઈએ. એ વર્તન જીવે પોતાના કલ્યાણના અર્થે જ કરવું પણ લોકોને દેખાડવા અર્થે નહી. જીવના વર્તનથી લોકોમાં એમ પ્રતીત થાય કે જરૂર આને મળ્યા છે તે કોઈ સત્પુરુષ છે, અને તે સત્પુરુષના સમાગમનું, સત્સંગનું આ ફળ છે
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy