SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની આર્યક્ષેત્ર આદિ જીવને સત્પુરુષનો સમાગમ થવાનો યોગ મળે કે જેથી તે યોગે જીવ આશ્રયમાં રહીને પરિણામે કર્મથી થાય છે. LABELEDGE મુક્ત પ્રશ્ન ૬ : જીવાજીવની ઓળખાણ થઈ છે ને જાણવાયોગ્ય પદાર્થો જાણ્યા છતાં છોડાતા નથી, તેમ આદરવા યોગ્ય આદરાતા નથી અને ધર્મની ક્રિયા કરે છે, તેને કંઈ સમ્યકત્વગુણ પ્રગટ્યો ગણાય ? ઉત્તર : સત્પુરુષની દૃષ્ટિથી જીવાજીવની ઓળખાણ થઈ હોય અને પ્રાપ્ત પદાર્થો પૂર્વના કર્મોદયે ઉદાસે ભોગવતાં છતાં અને છોડવા પ્રત્યે અત્યંત જુગુપ્સા રહેતા છતાં ન છૂટી શકતા હોય, તેમ આદરવા યોગ્ય એવા સદ્ગુણાદિક આદરવામાં તો અત્યંત પ્રીતિ છતાં પૂર્વના કર્મથી ન આદરાતા હોય તો તેને ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક સમક્તિ કહેવાનો જ્ઞાની પુરુષનો હેતુ છે. શ્રી શ્રેણિક આદિની પેઠે. બાકી કલ્પનાથી જીવાજીવાદિ સ્વરૂપ અધ્યાત્મ શાસ્ત્ર વાંચીને પોતાની કલ્પનાએ માન્યું હોય અને છોડવા યોગ્ય પદાર્થોમાં નિરાદરતા - પ્રમાદ હોય અને કહેવા માત્ર કિંચિત ધર્મની ક્રિયા, લોકરૂઢિથી કરતા હોય તેને જ્ઞાની પુરુષો સમકિતગુણ પામ્યો એમ કહેતા નથી. ઉપર પ્રમાણે મારી અલ્પમતિથી ટૂંકો ખુલાસો સામાન્ય રીતે લખ્યો છે. છતાં તેનો વિશેષ ખુલાસો સત્પુરુષો સમીપથી મેળવવો યોગ્ય લાગે છે. તો પણ આથી કંઈક મનને સમાધાન થશે. સત્પુરુષો પ્રત્યે પરમભક્તિયુક્ત દૃષ્ટિને અવધારશો એમ આશા છે. DE હાલ એ જ. શ્રી પરમકૃપાળુદેવ શ્રી વવાણિયામાં બિરાજે છે. ખંભાતથી અલ્પજ્ઞ અંબાલાલના નમસ્કાર. So પત્ર-૨૪ શાસ્ત્રમાં રૂચિ હોય અને તપ સંયમ કરતો હોય પરંતુ તે જો તીર્થંકર પદ મેળવવાની ઈચ્છા રાખે તો નિષ્ફળ છે. (શ્રી અણગાર ધર્મામૃતમાંથી) ઉપયોગમાં આસક્તિ છે (પદાર્થોની) તે જ સંગ છે. કલ્યાણના અર્થીએ માર્ગ યથાર્થ સમજવો. પહોંચાય ભલે મોડું પરંતુ સમજવું પુરૂ. "SEPA GIFS is in ‘“જીવ પોતાને ભૂલી ગયો છે, અને તેથી સત્સુખનો તેને વિયોગ છે, એમ સર્વધર્મ સંમત્ત કહ્યું છે.’’ - ૧. ૨૦૦ પ્રથમ અનાદિની ભૂલ ચાલી આવે છે કે પોતે પોતાને ભૂલી ગયો છે. અને પોતાથી અન્ય એવા શરીર આદિને પોતાનું માન્યું છે. તેથી ધર્મ કરે, કર્મ કરે, ઇંદ્રિયનિગ્રહ કરે તે બધું ભૂલમાં કરે, સેવા કરે ભક્તિ કરે જે કાંઈ કરે તે બધું ભૂલમાં કરે, સ્વચ્છંદે કરે. આવી જે ભૂલ તેને ભૂલ સમજવી કઠણ છે. કારણ જીવ પોતે ભૂલ નથી માનતો. (જ્ઞાની ભૂલ કહે છે) બધું મોહમાં થાય છે. ભૂલ પણ મોહ કરાવે છે. “યમ નિયમ સંયમ આપ કીયો’’ એ પદમાં અનાદિથી બધું કર્યું, અને સદ્ગુરૂ વિના એનો ભેદ ન પામી શકે એવો બોધ. એમાંથી ગ્રહણ કરતાં કાં તો યમ નિયમ છોડી દે, કાંતો સદ્ગુરૂ શોધતાં કુગુરૂને સ્વચ્છંદે સદ્ગુરૂ માની લે, તેથી પણ ભૂલ ટળે નહીં. કારણ કે મૂળમાં ભૂલ ચાલી જ આવે છે, કે પોતે પોતાને ભૂલી ગયો છે. તેથી મન, વચન, કાયાથી જે કાંઈ કરે તે બધું ભૂલમાં જાય. તેથી સત્ સુખ પ્રાપ્ત થાય નહીં. ઉપરના બધા વિચારો મોહમાં કરે, મોહમાં ભૂલ કબૂલ કરે તેથી સત્સુખ હાથ આવે નહીં. ૨૧૧
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy