________________
સત્સંગ-સંજીવની
ગુરુવંદના ભક્તિકાવ્ય - ૨
01
જય જગત ત્રાતા, જગત ભ્રાતા, જન્મહર જગદીશ્વરા, સુખ સર્વ કારણ, ધર્મ ધારણ, ધીર વીર મહેશ્વરા, અતિ કર્મ કંદન, ચિત્ત ચંદન, ચરણ કમળે ચિત્ત ધરૂં, સહજાત્મરૂપી સેવ્ય ગુરૂને વંદના વિધિએ કરૂં. ૧ આનંદ સાગર-ચંદ્ર, નાગર-વૃંદ શ્રી સુખ કંદ છો, ભવ ફંદ હારક, છંદ ધારક, સર્વ સદ્ગુણ ચંદ્ર છો, સુખકાર છો, ભવપાર નહીં કંઇ સાર, ચિત્તમાં હું ધરૂં, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરૂં. ૨ વિકરાળ આ કળિકાળ કેરી, ફાળથી ભય પામતો, ગુરુ ચરણ કેરા શરણ આવ્યો, ચિત્તમાં વિશ્રામ તો, ગુરુ પૂરણ પ્રેમી કરધરે શીર, એમ આશા આચરૂં, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરૂં. ૩ કરી કોપ ચાર કષાય બાંધે, બંધ આશા પાશનો, અતિ માર મારે માર તેમાં, કામની અભિલાષનો, છો નિર્વિકારી પાસ રાખો, ભક્તિ હું દિલમાં ધરૂં, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરૂં. ૪ નિજધામ ચંચળ, વિત્ત ચંચળ, ચિત્ત ચંચળ સર્વથી, હિત મિત્રને સુકલત્ર ચંચળ, જાય મુખથી કથી, સ્થિર એક સદ્ગુરુદેવ છો, એ ટેક અંતર આદરૂં, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરૂં. પ
ભવ મંડપે કરી પ્રીત, માયા સેજ સુંદર પાથરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિદ્રા, મોહની અતિ આચરી, જાગૃત કરી ગુરુ રાજચંદ્રે, બોધદાન કર્યું શરૂ, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરૂં. ૬
જયકાર શ્રી ગુરુદેવનો, જન જગત માંહી ગજાવજો, શુભ ભક્તના જે ધર્મ, તે અતિ પ્રેમ સાથ બજાવજો, ગુરુ ધર્મધારક, કર્મ વારક, ધ્યાનમાં નિત્યે ધરૂં, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરૂં. ૭
મિશન આશ્રય ભાવના - ૩
દયાળુ દીનાનાથ અજ્ઞાન હારી, ખરા ચિત્તથી ધ્યાન માંહી વિહારી, ઘણા શિષ્યના આપ સંતાપ હારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૧
૭૦