________________
GSSSS સત્સંગ-સંજીવની SHG
પૂ. શ્રી અંબાલાલભાઇ રચિત ભક્તિ-કાવ્યો
જન્મોત્સવ પદ - ૧ સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વવાણીયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિધાન પ્રગટ્યો, માનસર જ્યમ હંસલો, તસ રત્નકુક્ષી દેવમાતા, દેવસૂત પ્રસવ્યો ખરો, પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. ૧ જસ જનક રવજીભાઈ કુલ નભ, દિવ્યમણિરૂપ ધારતા, મિથ્યાંધકાર મટાડવા શુભ જ્ઞાન કિરણ પ્રસારતા, વળી ભવિક જન પ્રતિબોધવા, અવતાર અવનિમાં ધર્યો, પ્રભુ તુલ્ય મહાશય તત્ત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. ૨ તસ જન્મ ચંદ્ર ભક્તિ યુગ્મ વેદે કાર્તિકી પૂનમે, જન્મ્યા જગતમાં દેવ તેથી દેવ દિવાળી ગમે, તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્ય મહાશય તત્ત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. ૩ ચાવાદ શૈલી સકલ જાણી ઓળખાવે ઓરને, નિજ ધર્મથી નવી સમય ચૂકે કાઢી મૂકે ચોરને, વળી સ્વ-પરનું જ સ્વરૂપ જાણે જ્ઞાનનો સાગર ભર્યો, પ્રભુ તુલ્ય મહાશય તત્ત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. ૪ નહિ રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મમૂર્તિ દેહધારી વેષમાં, કળિકાળમાં ભવરોગ હરવા વૈદ્ય માનું આ ખરો, પ્રભુ તુલ્ય મહાશય તત્ત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. ૫ હે પતિત પાવન ! પતિત છું આ દાસને ઉધ્ધારજે, કુમતાંધકાર નિવારી ભવોભવ ઉદધિ પાર ઉતારજે, તુજ કરકમળથી જય પતાકા જૈનની જગ વિસ્તરો, પ્રભુ તુલ્ય મહાશય તત્ત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. ૬ ઉપશમ રંગ તરંગ ભરીયો જ્ઞાન દરિયો ગુરુ મલ્યો, પણ અશુભ યોગે કર્મ રોગે શુદ્ધ હીરો નવી કળ્યો, (પાઠાંતર) પુણ્યાનુબંધિ પુણ્ય યોગે, શુધ્ધ હીરો મેં કળ્યો, ખીર નીરની પરે ભિન્ન કીધો, રાગ દ્વેષ કર્યો પરો, પ્રભુ તુલ્ય મહાશય તત્ત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. ૭ કી
૬૯