SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની કર્યો ક્રોધ તો ક્રોધને મારવાને, ધર્યો લોભ તો ધ્યાનને ધારવાને, મહા મોહહારી નિજાનંદધારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૨ સદા નિર્વિકારી મહા બ્રહ્મચારી, ન પ્હોંચે સ્તુતિમાં મતિ કાંઇ મારી, નિરાધાર આ બાળ માટે વિચારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૩ કદી નાથ સામું ન જોશો અમારા, તથાપિ અમે છીએ સદાયે તમારા, હવે આપ ઓ બાપ ! તારો વિચારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૪ ક્ષમા, ધૈર્ય, ઔદાર્યના જન્મ સિન્ધુ ! સદા લોકથી દીનના આપ બંધુ, ન શક્તિ કશા કામ માંહિ અમારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૫ ગુણી જ્ઞાનવંતા વિવેકી વિચારો, મને આશરો એક ભાવે તમારો, દયાળુ હવે પ્રાર્થના લ્યો અમારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૬ ગુણાનુવાદ નમસ્કાર ભક્તિ - ૪ ભુયંગ પ્રયાત છંદ પ્રકાશ સ્વરૂપ, હ્રદે બ્રહ્મજ્ઞાનં, સદાચાર યેહી, નિરાકાર ધ્યાનં; નિરીહં નિજાનંદ-રાજાનૌ જાગાદ, નમો રાજ્યચંદ્ર નમો રાજ્યચંદ્ર. ૧ અછેદ અભેદ, અનંત અપાર, અગાધ અબાધં, નિરાધાર સારું; અજીત અભીત, ગહે હૈં સમાધે, નમો રાજ્યચંદ્ર નમો રાજ્યચંદ્ર. ૨ હતે કામ ક્રોધ, તજે કાલ જાલં, ભગે લોભ મોહં, ગયે સર્વ સાલું; નહીં છંદ કોઉ, ડરે હૈ યમાદ, નમો રાજ્યચંદ્ર નમો રાજ્યચંદ્ર. ૩ ગુણાતીત દેહાદિ-ઈદી જહાલં, કીયે સર્વ સંહાર વૈરી તહાલું; મહાશૂરવીરં, નહીં કો વિષાદ, નમો રાજ્યચંદ્ર નમો રાજ્યચંદ્ર. ૪ મનો કાય વાચું, તજે ૐ વિકાર, ઉદ્દે ભાન હોતું, ગયો અંધકાર; અયોની અનાયાસ પાવે અનાદે, નમો રાજ્યચંદ્ર નમો રાજ્યચંદ્ર. ૫ ક્ષમાવંત ભારી દયાવંત એસે, પ્રમાણીક આગે ભયે સંત જૈસે; ગહ્યો સત્ય સોઈ, લહ્યો પંથ આદું, નમો રાજ્યચંદ્ર નમો રાજ્યચંદ્ર. ૬ કીયે આપ આપે બડે તત્વજ્ઞાની, બડી મૌજ પાઈ, નહીં પક્ષપાતી; બડી બુદ્ધિ જાકી, તજ્યો હૈ વિવાદ, નમો રાજ્યચંદ્ર નમો રાજ્યચંદ્ર. ૭ પઢે યા હિ નિત્ય, ભુયંગ પ્રયાતં, લહૈ જ્ઞાન સોઈ, મિલૈ બ્રહ્મ તાતં; મનોકામના સિદ્ધ પાવૈં પ્રસાદું, નમો રાજ્યચંદ્ર નમો રાજ્યચંદ્ર, ૮ ૭૧
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy